માધુરી દીક્ષિતે “દો ઘુંટ મુજે ભી પીલા દે” ગીત પર બતાવ્યો પોતાનો ડાન્સનો જલવો, તમે પણ જુઓ વિડીયો

Posted by

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હાલના દિવસોમાં પોતાની હાજરીથી નાના પડદાનાં ડાન્સ રિયાલિટી શો “ડાન્સ દીવાને-૩” ની શાન વધારી રહી છે. એક્ટ્રેસ ૫૪ વર્ષની ઉંમરમાં પણ સેટ ઉપર પોતાની અદાઓથી અને ડાન્સ મુવ્ઝ થી જલવો બતાવી રહી છે. આ કડીમાં એક્ટ્રેસનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ છવાઈ ગયેલો છે, જેમાં તે “દો ઘુંટ મુજે ભી પીલા દે” ગીત ઉપર પોતાના ડાન્સનો જલવો બતાવતી નજર આવી રહી છે.

માધુરી દીક્ષિત હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ ક્યારેક પોતાની ફેશન થી લોકોને દીવાના બનાવે છે તો ક્યારેક ઇન્સ્ટાગ્રામ પર પોતાના લટકા-ઝટકા થી લોકોનો દિલ ધડકાવે છે. આ કડીમાં એક્ટ્રેસે વધુ એક વિડીયો થી ફેન્સને શ્રેષ્ઠ વિઝ્યુઅલ ટ્રીટ આપેલી છે. વીડિયોમાં ધક-ધક ગર્લ ડાન્સ રિયાલિટી શો નાં અન્ય બે જજ તુષાર કાલિયા અને ધર્મેશ સાથે “દો ઘુંટ મુજે ભી પીલા દે” ગીત ઉપર શ્રેષ્ઠ ડાન્સ મુવ્ઝ કરતી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરી દીક્ષિત પાછળ લોકો એટલા પાગલ છે કે આ વીડિયોને અત્યાર સુધીમાં ૬ લાખથી વધારે વ્યુઝ મળી ચુક્યા છે. સાથોસાથ ફ્રેન્ડ્સ તેના પર કોમેન્ટ કરીને ત્રણેય જજ ની જોડી અને માધુરી દીક્ષિતને સુંદરતાની પ્રશંસા કરતા નજર આવી રહ્યા છે. તુષાર કાલિયા અને ધર્મેશ દ્વારા કોમેન્ટ કરીને લવ વાળી ઇમોજી બનાવવામાં આવેલ છે. તો વળી એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે, “તમે ખુબ જ સુંદર છો મેમ.” વળી અન્ય એક યુઝર દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે કે, “મેમ તમારો ડાન્સ અને તમારી અદાઓ દિલ ને ઘાયલ કરવાવાળી છે.”

જણાવી દઈએ કે “દો ઘુંટ મુજે ભી પીલા દે” ગીત ૧૯૭૩માં રિલીઝ થયેલ મુમતાજ અને અનવર હુસેન ની ફિલ્મ “ઝીલ કે ઉસ પાર” નું છે, જે હાલના સમયે ઇન્સ્ટાગ્રામ પર જબરજસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. વળી ડાન્સ દીવાને-૩ ની વાત કરવામાં આવે તો આ વીકેન્ડમાં એક્ટ્રેસ રેખા શો માં પોતાની આંખોની મસ્તીથી બધાને ઘાયલ કરતી નજર આવી હતી. સાથોસાથ ફેન્સ માધુરી અને રેખા ની જુગલબંધીને જોઈને પણ ખુબ જ એક્સાઈટેડ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *