મફતમાં મળતા આ પાન પથરી ને દુર કરવામાં ખુબ જ ફાયદાકારક છે, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

મોટાભાગનાં લોકોને કેરી ખાવી ખુબ જ પસંદ હોય છે કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તેનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા બધા ફાયદા મળે છે. તમે એવો પણ કહી શકો છો કે કેરી સ્વાસ્થ્ય લાભનો ખજાનો હોય છે. પરંતુ તમારા માંથી ભાગ્યે જ અમુક લોકોને જાણ હશે કે કેરી સિવાય તેના પાન પણ ખુબ જ ફાયદાકારક હોય છે.

જી હાં, કેરીનાં પાન પણ અદભુત લાભથી ભરપુર હોય છે. કેરીનાં પાનમાં વિટામિન-એ, વિટામિન-બી, વિટામીન-સી, આયરન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવાં ખનીજ પદાર્થ પ્રચુર માત્રામાં મળી આવે છે. કેરીનાં પાનમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ રહેલા હોય છે. કારણ કે તેમાં ફલેવેનોઈડ અને ફિનોલ ની ઉચ્ચ માત્રા હોય છે. કેરીનાં પાનમાં એન્ટી-મિક્રાબિયલ હોય છે, જે ઘણાં પ્રકારની બીમારીઓનો ઈલાજ કરવામાં મદદગાર સાબિત થાય છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કેરીનાં પાનનો ઉપયોગ પુજા-પાઠ કરવામાં થાય છે. પરંતુ જો કેરીનાં પાનનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી બધી બીમારીઓમાંથી આપણને છુટકારો મળી શકે છે. આજે અમે તમને અમારા લેખનાં માધ્યમથી કેરીનાં પાનનાં ફાયદા શું-શું હોય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું.

પેટ માટે લાભકારી કેરીનાં પાન

જો કોઈ વ્યક્તિને પેટ સાથે જોડાયેલી પરેશાની રહેતી હોય તો આવી સ્થિતિમાં કેરીના પાનને ઉકાળી લો અને તેને કોઈ વાસણમાં આખી રાત ભરીને ઢાંકીને રાખી દો. ત્યારબાદ બીજા દિવસે સવારે આ પાણીને ગાળીને ભુખ્યા પેટે તેનું સેવન કરો. જો આવું નિયમિત રૂપથી કરવામાં આવે તો પેટ સંબંધી સમસ્યા દુર થશે અને તમારું પેટ સ્વસ્થ રહેશે.

પથરીનાં ઈલાજ માટે

જો કોઈને પિત્તાશયની પથરીની સમસ્યા હોય તો આવી સ્થિતિમાં કેરીનાં પાન તેના ઇલાજમાં સહાયતા કરી શકે છે. તમારે કેરીનાં પાનનો પાવડર દરરોજ સેવન કરવો જોઈએ. તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે કેરીનાં પાનમાં સુકવેલા હોવા જોઇએ અને તેનો પાવડર તૈયાર કરી લો. તમારે રાતનાં સમયે એક ગ્લાસ પાણીમાં પાઉડર ઉમેરીને રાખી દેવો અને સવારે તેનું સેવન કરવું. તે પથરીને તોડીને તેને બહાર કાઢવામાં સહાયતા કરે છે.

કાનનાં દુખાવામાં રાહત અપાવે

જો કોઈ વ્યક્તિને કાનમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો આવી સ્થિતિમાં કેરીનાં પાનનો રસ કાનમાં નાખવો જોઈએ. તેના માટે તમારે કેરીનાં પાનનાં રસને થોડો હુંફાળો કરી લેવો જોઈએ. આવું કરવાથી કાનના દુખાવામાં તુરંત આરામ મળી જશે.

બ્લડ પ્રેશર ઓછું કરવામાં કરે છે મદદ

કેરીનાં પાનમાં હાઇપોટેંસિવ ગુણ હોય છે, જે રક્તવાહિકાઓને મજબૂત કરવામાં સહાયતા કરે છે અને વૈરીકાજ વેંસની સમસ્યાને દુર કરવામાં સહાયક સાબિત થાય છે. જો કેરીનાં પાનનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી બ્લડપ્રેશર ઓછું કરવામાં સહાયતા મળે છે.

જાણો કેરીનાં પાનનો ઉપયોગ કેવી રીતે કરવો

જો તમે કેરીનાં પાનનો ઉપયોગ કરવા માંગો છો તો તેના બે પ્રકાર છે. પહેલા તો તમારે કેરીના પાનને સુકવીને તેનો પાવડર તૈયાર કરી લેવો જોઈએ અને બીજો તેના પાનને ઉકાળીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ. તમને જણાવી દઈએ કે કેરીનાં પાનમાં ઔષધિય ગુણ મળી આવે છે, જેના લીધે આયુર્વેદિક દવા બનાવવામાં પણ કેરીનાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે.