મફતનાં ભાવમાં ચાલશે આ કાર, પેટ્રોલ-ડીઝલની ઝંઝટ ભુલી જાઓ, સિંગલ ચાર્જમાં ૪૮૪ કિલોમીટર ચાલશે આ ઇલેક્ટ્રિક કાર

Posted by

ભારત સહિત દુનિયાભરમાં ઇલેક્ટ્રિક કાર ફ્યુચર મોબાલીટીનાં રૂપમાં સામે આવી રહી છે. જ્યાં તે ન માત્ર લોકોને પેટ્રોલ અને ડીઝલના ખર્ચથી છુટકારો અપાવશે પરંતુ પર્યાવરણને પણ પોલ્યુશન ફ્રી રાખવામાં મદદગાર સાબિત થશે. જોકે આ બધાની વચ્ચે આજકાલ ઇલેક્ટ્રિક કાર ખરીદવા વાળા આ વાતનું જરૂર ધ્યાન રાખી રહ્યા છે કે ઇલેક્ટ્રિક કારને સિંગલ ચાર્જ પર બેટરી રેન્જ કેવી છે અને તેની ટોપ સ્પીડ શું છે? તમે પણ સારી બેટરી રેન્જ વાળી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો આજે અમે તમને ભારતમાં સૌથી સસ્તી સૌથી સારી બેટરી રેન્જ વાળી ૫ શાનદાર કારની કિંમત અને ખાસિયત જણાવી રહ્યા છીએ.

Audi E-Tron ની બેટરી રેન્જ સૌથી વધારે

હાલમાં ભારતમાં જે ઇલેક્ટ્રીક કારની સૌથી સારી બેટરી રેન્જ છે તે Audi E-Tron છે. જી હાં, ભલે જ તેની કિંમત વધારે છે, પરંતુ કંપનીના દાવા અનુસાર તે સિંગલ ચાર્જ પર ૪૮૪ કિલોમીટર સુધી ચાલી શકે છે. કિંમતની વાત કરીએ તો Audi ની ઇલેક્ટ્રિક કારને ૩ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. જે માર્કેટમાં ૯૯.૯૯ લાખ રૂપિયા, ૧.૧૬ કરોડ રૂપિયા અને ૧.૧૮ કરોડ રૂપિયા (એક્સ શોરૂમ) માં ઉપલબ્ધ છે. તેની ટોપ સ્પીડ ૧૯૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

આ કાર તો શાનદાર છે

ભારતમાં વેચવા વાળી બીજી સૌથી સારી બેટરી રેન્જ વાળી કાર Jaguar I-Pace છે. જેના વિશે કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જમાં ૪૭૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. Jaguar ની આ કાર પણ ૩ વેરિએન્ટમાં છે. જેની કિંમત ૧.૦૬ કરોડ રૂપિયા, ૧.૦૮ કરોડ રૂપિયા અને ૧.૧૨ કરોડ રૂપિયા (એક્સ શોરૂમ) છે. તેની ટોપ સ્પીડ 200kmph છે.

Hyundai નું સિંગલ ઓપ્શન

ભારતમાં Hyundai Motors એ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર Hyundai Kona લોન્ચ કરી હતી. જેની બેટરી રેન્જ પણ ઘણી શાનદાર છે. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જમાં 452 km સુધી ચલાવી શકાય છે. કિંમતની વાત કરીએ તો Hyundai Kona બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. જેની કિંમત ક્રમશઃ ૨૩.૭૯ લાખ રૂપિયા અને ૨૩.૯૭ લાખ રૂપિયા છે. આ પ્રાઈઝ રેન્જમાં આ કારની બેટરી રેન્જ સૌથી સારી છે. કંપનીનો દાવો છે કે Kona ની  ટોપ સ્પીડ 165 Kmph સુધીની છે.

MG ZS નું વેચાણ વધ્યું

ભારતમાં પોતાની મીડ સાઈઝ એસયુવી સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા વાળી MG Motors ની MG ZS EV ની બેટરી રેન્જ પણ શાનદાર છે. કંપનીનાં દાવા અનુસાર સિંગલ ચાર્જ માં ૪૧૯ કિલોમીટર ચાલવા વાળી ઇલેક્ટ્રિક કારને બે વેરિએન્ટમાં રજુ કરી શકાય છે. જેની કિંમત ક્રમશઃ ૨૦.૯૯ લાખ રૂપિયા અને ૨૪.૫૮ લાખ રૂપિયા છે. MG ZS EV ની ટોપ સ્પીડ 140 kmph છે.

ભારતની બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક કાર

ભારતમાં સૌથી વધારે વેચવાવાળી ઇલેક્ટ્રિક કાર માંથી એક Tata Nexon EV આજકાલ લોકોને ઘણી પસંદ આવી રહી છે. ટાટા મોટર્સનાં દાવા પ્રમાણે ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જ માં ૩૧૨ કિલોમીટર સુધી ચાલે છે. કિંમતની વાત કરીએ તો તેના પાંચ વેરિએન્ટમાં Tata Nexon EV XM ની કિંમત ૧૩.૯૯ લાખ રૂપિયા, Tata Nexon EV XZ+ ની કિંમત ૧૫.૬૫ લાખ રૂપિયા, Tata Nexon EV XZ+ LUX ની કિંમત ૧૬.૬૫ લાખ રૂપિયા, Tata Nexon EV Dark ની કિંમત ૧૫.૯૯ લાખ રૂપિયા અને Tata Nexon EV XZ+ LUX Dark વેરિએન્ટ ની કિંમત ૧૬.૮૫ લાખ રૂપિયા છે. Tata nexon EV ની ટોપ સ્પીડ 120 kmph છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *