ભારત વર્ષનું સૌથી મોટું યુદ્ધ જેને મહાભારતનાં નામથી પણ જાણવામાં આવે છે. મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં અનેક મોટા યોદ્ધાઓ મૃત્યુ પામ્યા હતા. આ યુદ્ધના અંતમાં અનેક એવા યોદ્ધાઓ પણ હતા જે બચી ગયા હતા. તેમાં ૧૮ લોકો પ્રમુખ હતા. ૧૮ માંથી ૧૫ લોકો પાંડવોના હતા અને ૩ કૌરવો તરફથી બચી ગયા હતા. કૌરવો તરફથી યુદ્ધ કરતાં ત્રણ યોદ્ધાઓમાં કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા હતા. પાંડવો તરફથી યુયુત્સ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, શ્રી કૃષ્ણ, સાત્યકિ હતા. પરંતુ આજે અમે તમને એવાં પાંચ લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મહાભારત કાળમાં પણ હતા અને આજે પણ જીવિત છે. તો ચાલો જાણીએ કે કોણ છે તે મહાન ૫ લોકો.
મહર્ષિ વેદ વ્યાસ
મહર્ષિ વેદ વ્યાસનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તે ઋષિ પરાશર અને સત્યવતીના પુત્ર હતા. તેમનું નામ વેદ વ્યાસ એટલા માટે પડ્યું કારણ કે તેમણે વેદોના ભાગ પડેલા હતા. વેદ વ્યાસે મહાભારત ભગવાન શ્રી ગણેશ પાસે લખાવી હતી. ધૃતરાષ્ટ્ર ,પાંડુ અને વિદુર ઋષિ વેદ વ્યાસના પુત્ર હતા. આ ત્રણેય પુત્રોમાંથી જ્યારે ધૃતરાષ્ટ્રનાં ઘરે કોઈ પુત્રનો જન્મ ના થયો ત્યારે વેદ વ્યાસનાં આશીર્વાદથી ૯૯ પુત્ર અને એક પુત્રીનો જન્મ થયેલ. એવી માન્યતા છે કે વેદ વ્યાસ આ યુગ એટલે કે કલિ કાળ સુધી જીવિત રહેશે.
એવું માનવામાં આવે છે કે વેદવ્યાસ મહાભારતના યુદ્ધ પછી ઘણા દિવસ સુધી સાર્વજનિક જીવન વ્યતિત કર્યું. પરંતુ તેના પછી તે તપ અને ધ્યાન માટે હિમાલય પર પહોંચી ગયા. જો કે કળિયુગના ચાલુ થયા પછી તેમના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી. પરંતુ એવું કહેવામાં આવે છે કે પ્રથમ જાતક કથામાં તેમને બોધિસત્વ નાં નામથી જાણવામા આવે છે. જ્યારે બીજા જાતક કથામાં તેમને મહાભારતનાં રચયિતાના રુપમાં માનવામાં આવ્યા છે.
મહર્ષિ પરશુરામ
પરશુરામનું જીવનકાળ રામાયણ યુગથી જ માનવામાં આવે છે. પરશુરામ જમદગ્નિ અને રેણુકાનાં પુત્ર હતા. રામાયણમાં તેમનો ઉલ્લેખ મળે છે. જ્યારે ભગવાન રામ, સીતા સ્વયંવરમાં શિવ ધનુષ પર પ્રત્યંચા ચઢાવે છે અને તે તૂટી જાય છે. ત્યારે જ પરશુરામ સભામાં આવે છે અને તે જુએ છે કે ભગવાન શિવના ધનુષ કોણે તોડ્યું. મહાભારતમાં પણ પરશુરામનો ઘણો ઉલ્લેખ છે. મહાભારતમાં પહેલી વખત તેમનો ઉલ્લેખ ત્યારે થાય છે જ્યારે તેઓ ભીષ્મ પિતામહના ગુરુ બને છે. મહાભારતમાં એક પ્રસંગ પણ છે જેમાં ભીષ્મ પિતામહ અને પરશુરામનું એક યુદ્ધ પણ થયું હતું. મહાભારતમાં બીજી વખત તેમનો ઉલ્લેખ ત્યારે મળે છે જ્યારે તેઓ ભગવાન શ્રીકૃષ્ણને સુદર્શન ચક્ર આપે છે. ત્રીજી વખત જ્યારે સૂર્ય પુત્ર કર્ણને બ્રહ્માસ્ત્રની શિક્ષા આપે છે. એવું માનવામાં આવે છે કે પરશુરામ ચિરંજીવી છે. પરશુરામે કઠિન તપ કરીને વિષ્ણુ ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત કરેલ હતું કે તેઓ કલ્પ નાં અંત સુધી તપસ્યારત ભુલોક પર રહેશે.
ઋષિ દુર્વાસા
ઋષિ દુર્વાસા મહાભારતમાં દ્રૌપદીની કુટિયામાં પોતાના ૧૦ હજાર શિષ્યોની સાથે પહોંચ્યા હતા. તે ઉપરાંત તેમણે એક વખત કૃષ્ણ પુત્ર સામ્બને શ્રાપ આપ્યો હતો. મહાભારત કાળમાં તેમની અનેક જગ્યાએ ચર્ચા કરવામાં આવી છે. તેમને પણ અમર થવાનું વરદાન પ્રાપ્ત છે, ઋષિ દુર્વાસા પણ ચિરંજીવી છે.
જામવંત
જામવંતની ઉંમર હનુમાન અને પરશુરામ થી પણ વધારે છે. જામવંત ત્રેતાયુગમાં શ્રીરામ સાથે હતા. દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણના સસરા બન્યા હતા કેમ કે તેમની પુત્રી જાંબુવતી શ્રી કૃષ્ણની પત્ની હતી. હકીકતમાં, શ્રીકૃષ્ણને સ્યમંતક મણિ માટે જામવંત સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. તે સમયે શ્રી કૃષ્ણ યુદ્ધ જીતી રહ્યા હતા તો જામવંતે તેમના પ્રભુ શ્રીરામને બોલાવ્યા. ત્યારબાદ તેમની વાત માનીને શ્રીકૃષ્ણ એ શ્રીરામના રૂપમાં આવવું પડ્યું. ત્યારે જામવંત એ પોતાની ભૂલ સ્વીકારીને શ્રીકૃષ્ણ પાસે માફી માગી અને સ્યમંતક મણી આપી દીધી અને તેમની આગ્રહ કર્યો કે મારી પુત્રી જામવતી સાથે વિવાહ કરે. આ બંનેનાં પુત્રનું નામ સામ્બા હતું. જામવંતને પોતાના પ્રભુ શ્રીરામ પાસેથી વરદાન પ્રાપ્ત છે. તેઓ હંમેશા ચિરંજીવી રહેશે. તે કલ્કિ અવતારનાં સમયમાં તેમની સાથે રહેશે.
હનુમાન
હનુમાનની બળ અને બુધ્ધિ નો યશ ચારે દિશાઓમાં ફેલાયેલ છે. તે પ્રભુ શ્રીરામના સૌથી મોટા ભક્ત હતા અને રાવણની સેનાને પરાજિત કરવામાં તેમની સૌથી મોટી ભૂમિકા હતી. તે દ્રાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણની સાથે પણ હતા. કૌરવોની સાથે પાંડવોની જીતમાં હનુમાનજીનું અહમ યોગદાન હતું. હનુમાને અર્જુન અને કૃષ્ણને તેમની રક્ષાનું વરદાન આપ્યું હતું. હનુમાનજી પણ ચિરંજીવી છે તેમને પણ તેમના ભગવાન શ્રીરામનું વરદાન પ્રાપ્ત છે.