સારંગપુરનાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મહાબલી હનુમાનજીનાં ચરણોમાં સ્ત્રી બનીને રહે છે શનિદેવ, તેની પાછળ એક પૌરાણિક કથા છે

શનિદેવને સૌથી ક્રોધી દેવતા માનવામાં આવે છે કહેવામાં આવે છે કે તેમની ખરાબ દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પણ પડી જાય તો વ્યક્તિના જીવનમાં ઘણી બધી પરેશાનિઓ આવવા લાગે છે. આપણા હિન્દુ ગ્રંથોમાં માનવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીની ભક્તિ કરે છે તેની ઉપર શનિદેવનો પ્રકોપ રહેતો નથી. કહેવામાં આવે છે કે મહાબલી હનુમાનજી ની આગળ શનિદેવ પણ કંઈ કરી શકતા નથી.

સારંગપુરમાં હનુમાનજી સોનાના સિંહાસન પર બિરાજમાન પોતાના ભક્તોની દરેક પ્રાર્થના સાંભળે છે. કહેવામાં આવે છે કે બજરંગ બલીના આ મંદિરમાં આવીને ભક્તોના બધા દુઃખ, તેમની દરેક તકલીફ દુર થાય છે. ખરાબ નજર હોય કે શનિ પ્રકોપ હનુમાનજી અહીંયા બધા માંથી મુક્તિ અપાવે છે. વિશાળ અને ભવ્ય કિલ્લા ની જેમ બનાવવામાં આવેલ ભવન ની વચ્ચોવચ હનુમાનજીનો અતિ સુંદર અને ચમત્કારિક મંદિર છે. કેસરીનંદન નાં ભવ્ય મંદિરોમાંથી એક કષ્ટભંજન હનુમાનજીનું મંદિર પણ છે. ગુજરાતમાં અમદાવાદ થી ભાવનગર તરફ જતા સમયે ૧૭૫ કિલોમીટરનાં અંતર પર હનુમાનજીનું આ દિવ્ય ધામ આવેલું છે.

ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં આવેલ સાળંગપુર મંદિરમાં હનુમાનજીનું એક અતિ પ્રાચીન મંદિર છે, જે કષ્ટભંજન હનુમાનજીનાં નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરની વિશેષતા છે કે આ મંદિરમાં હનુમાનજીના પગમાં સ્ત્રી રૂપમાં શનિદેવ બિરાજમાન છે. બધા લોકો જાણીએ છીએ કે હનુમાનજી સ્ત્રીઓ પ્રત્યે વિશેષ આદર અને સન્માન ભાવ ધરાવે છે. તેવામાં તેમના ચરણોમાં કોઈ સ્ત્રીનું હોવું આશ્ચર્યની વાત છે, પરંતુ તેનો જ સંબંધ એક પૌરાણિક કથા સાથે છે. જેમાં જણાવવામાં આવેલ છે કે આખરે શનિદેવ ને સ્ત્રી રૂપ ધારણ કરીને હનુમાનજીના ચરણોમાં શા માટે આવવું પડ્યું હતું.

આપણા શાસ્ત્રોમાં હનુમાનજી અને શનિદેવ સાથે જોડાયેલા અનેક પ્રસંગ છે, જેમાં જણાવવામાં આવેલ છે કે કેવી રીતે સમય સમય પર હનુમાનજી એ શનિદેવને પાઠ ભણાવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર એક સમયે શનિદેવનો પ્રકોપ ખુબ જ વધી ગયો હતો. શનિદેવના પ્રકોપથી સામાન્ય લોકો ભયંકર કષ્ટોનો સામનો કરી રહ્યા હતા. ત્યારે લોકોએ હનુમાનજીને પ્રાર્થના કરી કે તેઓ શનિદેવના પ્રકોપની શાંત કરે. બજરંગ બલી પોતાના ભક્તોના કષ્ટ દુર કરવા માટે હંમેશા તત્પર રહે છે અને તે સમયે શ્રદ્ધાળુઓની પ્રાર્થના સાંભળીને તેઓ શનિદેવ પર ક્રોધિત થઈ ગયા હતા.

જ્યારે શનિદેવને આ વાત જાણવા મળી કે હનુમાનજી તેમના પર ક્રોધિત છે અને યુદ્ધ કરવા માટે તેમની તરફ આવી રહ્યા છે, તો તેઓ ખુબ જ ભયભીત થઈ ગયા હતા. ભયભીત શનિદેવે હનુમાનજી થી બચવા માટે સ્ત્રી રૂપ ધારણ કરી લીધું. શનિદેવ જાણતા હતા કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે અને સ્ત્રીઓ પર તેઓ હાથ ઉઠાવતા નથી. હનુમાનજી સ્ત્રીઓને ખુબ જ સન્માનની નજરથી જુએ છે. હનુમાનજી શનિદેવ ની સામે પહોંચી ગયા ત્યારે શનિદેવે સ્ત્રીરૂપમાં હતા. શનિદેવે હનુમાનજીના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરી અને ભક્તો પરથી શનિનો પ્રકોપ દુર કરી દીધો. ત્યારથી હનુમાનજીના ભક્તો ઉપર શનિદેવની ત્રાંસી નજરનો પ્રકોપ જોવા મળતો નથી. શનિ દોષોમાંથી મુક્તિ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે.