મહાભારતમાં બતાવવામાં આવેલી આ વાતોને ધ્યાનમાં રાખશો તો જીવનમાં દરેક કામમાં મળશે સફળતા

Posted by

જો મહાભારતમાં બતાવવામાં આવેલી વાતોનું પાલન કરવામાં આવે તો દરેક મનુષ્ય પોતાના જીવનમાં સફળતા મેળવી શકે છે. મહાભારતનાં ઉદ્યોગ પર્વમાં જીવનમાં સફળતા મેળવવા માટે એક શ્લોક બતાવવામાં આવ્યો છે. આ શ્લોકમાં લખેલી વાતોને જીવનમાં અપનાવવામાં આવે તો વ્યક્તિને સફળ થવાથી કોઇ પણ રોકી શકતું નથી. હકીકતમાં આ શ્લોકના દ્વારા વિદુરે ધૃતરાષ્ટ્રને અમુક એવી નીતિઓ વિશે જણાવ્યું હતું, જેની મદદથી મનુષ્ય કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકે છે. એટલા માટે જો તમે તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા જઈ રહ્યા છો તો વિદુરની બતાવવામાં આવેલી આ વાતોનું જરૂર પાલન કરો.

નીતિ સાથે જોડાયેલો શ્લોક

निश्चित्य यः प्रक्रमते नान्तर्वसति कर्मणः। अबन्ध्यकालों वश्यात्मा स वै पण्डित उच्यते।

આ શ્લોક અનુસાર વ્યક્તિએ કોઈપણ કાર્યને શરૂ કરતાં પહેલા નીચે બતાવવામાં આવેલા નિયમોનું પાલન કરવું જોઈએ.

પહેલો નિયમ – ઉતાવળમાં કામ શરૂ ન કરો

આ શ્લોક પ્રમાણે કોઈ પણ કાર્યને શરૂ કરવા પહેલા વ્યક્તિએ પોતાને સંપુર્ણ રીતે તૈયારી કરી લેવી જોઈએ. કારણ કે જે કાર્યને સમજ્યા વિચાર્યા વગર અને ઉતાવળમાં શરૂ કરવામાં આવે છે, તે ક્યારેય પણ સફળ નથી થઈ શકતું. વિદુર દ્વારા આ શ્લોક પ્રમાણે એવું જણાવવાની કોશિશ કરવામાં આવી છે કે જ્યારે તમે કોઇ કાર્યમાં એકદમ તૈયાર થઈ જાઓ, ત્યારે તમે આ કાર્યને શરૂ કરો. સાચા મનથી અને સંપુર્ણ તૈયારી સાથે શરૂ કરવામાં આવેલા કાર્યમાં સફળતા જરૂર મળે છે.

બીજો નિયમ – કામને અધુરું ન છોડો

હંમેશા આપણે જ્યારે કોઈ નવું કામ શરૂ કરીએ છીએ તો આપણને ઘણીવાર અસફળતા પ્રાપ્ત થાય છે. ઘણા લોકો અસફળતા થી ડરીને પોતાના કામને વચ્ચે છોડી દે છે, જે અયોગ્ય હોય છે. તમે જ્યારે પણ કોઈ કામને શરૂ કરો તો તેને ક્યારેય અધુરૂ ન છોડો. કારણ કે કોઈ પણ કામને કરવા દરમિયાન ઘણીવાર અડચણ આવી જાય છે અને જે લોકો આ અડચણનો સામનો કરી લે છે, એજ પોતાના કાર્યમાં સફળ થઈ શકે છે.

ત્રીજો નિયમ – સમયને બરબાદ ન કરો

જીવનમાં સમયથી અનમોલ વસ્તુ બીજી કોઈ નથી. એટલા માટે તમે તમારા સમયને બરબાદ ન કરો અને પોતાના જીવનના દરેક પળમાં ઘણી મહેનત કરો. જે વ્યક્તિ પોતાના સમયની કદર સારી રીતે કરે છે, તે દરેક કાર્યમાં વિજયી થાય છે. એટલા માટે તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ કાર્યને શરૂ કરવામાં વધારે સમય ન લો અને સાચા સમય પર તેને શરૂ કરી દો.

ચોથો નિયમ – મન અને ઈચ્છાઓ પર કાબુ રાખો

ઉપર બતાવામાં આવેલા શ્લોક અનુસાર જે વ્યક્તિ પોતાના મન અને ઈચ્છાઓ પર કાબુ મેળવતા શિખી જાય છે, તેને દરેક કાર્યમાં સફળતા જરૂર મળે છે. એટલા માટે તમે તમારા મનને ક્યારેય પણ પોતાના લક્ષ્યથી ભટકવા ન દો અને હંમેશા પોતાની ઈચ્છા ઉપર નિયંત્રણ રાખો. કાર્યમાં દિમાગની સાથે-સાથે મન લગાવીને કરવાથી વ્યક્તિ જરૂર પોતાના લક્ષ્યમાં સફળ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *