મહાભારતમાં કરવામાં આવેલ છે કળયુગનો ઉલ્લેખ, કળયુગમાં આવી હશે દુનિયા અને આવી રીતે થશે અંત

Posted by

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ પાંચ પાંડવ શ્રીકૃષ્ણ પાસે ગયા અને તેમણે શ્રીકૃષ્ણ પાસે કળિયુગને લઈને સવાલ કર્યો. તેમણે શ્રીકૃષ્ણને પુછ્યું કે આવનારું યુદ્ધ અને કળિયુગ કેવું હશે? પાંડવોનાં આ સવાલનો જવાબ આપતા શ્રીકૃષ્ણએ તેમને કહ્યું હતું કે તમે જઈ ને જંગલમાં ફરો, ત્યાં તમને જે જ જોવા મળે તેનું વર્ણન મારી સામે આવીને કરો. શ્રી કૃષ્ણની વાત માનીને પાંડવ જંગલ તરફ નીકળી ગયા અને સમગ્ર જંગલ ફરીને પરત આવ્યા.

જંગલ ફરીને આવ્યા બાદ પાંચ પાંડવ સીધા શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા. શ્રીકૃષ્ણએ એક-એક કરીને પાંચ ભાઈઓને પુછ્યું કે તેમણે આખરે જંગલમાં શું જોયું. અર્જુને સૌથી પહેલાં ઉત્તર આપતા કહ્યું કે તેણે મોટા પંખીને જોયા, જેના પંખ ઉપર વેદોની રચના લખેલી હતી. પરંતુ તે જાનવરનું માંસ ખાઈ રહેલ હતા. શ્રી કૃષ્ણએ અર્જુનને સમગ્ર વાત સાંભળ્યા બાદ કહ્યું કે કળિયુગમાં કંઈક આવા જ પ્રકારના લોકો હશે. જેને બુદ્ધિમાન કહેવામાં આવશે, પરંતુ તેઓ અન્ય લોકોને નુકસાન કરતા પહેલા એક વખત પણ વિચાર કરશે નહીં. તેઓ પોતાના ફાયદા માટે બધી હદ પાર કરી નાખશે.

ઉત્તર દીધા બાદ શ્રીકૃષ્ણે ફરીથી પાંચ ભાઈઓને પુછ્યું કે તમે જંગલમાં બીજું શું જોયું. તેમણે ઉત્તર આપતા કહ્યું કે એક મોટો પર્વત પડીને ધરતી પર આવી રહ્યો હતો. તે એક મોટા વૃક્ષથી પણ રોકાયો નહીં, પરંતુ આગળ ચાલીને એક નાના છોડ થી તે રોકાઇ ગયો. તેના પર શ્રીકૃષ્ણએ જવાબ આપતા કહ્યું કે કળિયુગમાં બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. બધા ધનની પાછળ ભાગશે. ધન રૂપમાં વૃક્ષ તેને ક્યારેય પણ ઠીક કરી શકશે નહીં, તેમના મનને શાંતિ મળશે નહીં. જો કે તેઓ નાના છોડ એટલે કે “હરિ” નું નામ લેશે તો તેમની સમગ્ર સમસ્યાનું નિવારણ થઈ જશે. કળિયુગમાં પણ તેમને પોતાના મનને શાંતિ મળશે.

શ્રીકૃષ્ણ એ ત્યારબાદ ભીમ ને પુછ્યું કે તમે જંગલમાં શું જોયું. ભીમે કહ્યું કે તેમણે એક એવી ગાય જોઈ જે બાળકોને એવી રીતે ચાટી રહી હતી, જેનાથી તેમના શરીર પરથી લોહી વહેવા લાગે. તેના પર શ્રીકૃષ્ણે કહ્યું હતું કે કળિયુગમાં લોકો પોતાના બાળકોને એટલો પ્રેમ કરશે કે તેમના પ્રેમને લીધે તેમનો વિકાસ અટકી જશે. કળિયુગમાં બાળકો વિકાસશીલ નહીં હોય. માતાપિતાનો પ્રેમ તેને બરબાદ કરી નાખશે.

ત્યારબાદ પાંડવોએ શ્રીકૃષ્ણને કહ્યું કે તેમણે જંગલમાં બે સુંઢ વાળો હાથી પણ જોયો હતો. તે સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું કે કળીયુગમાં આવા બે મોઢા વાળા લોકો હશે, જેના હાથમાં સત્તા હશે અને તેઓ કહેશે કંઈક અને કરશે કંઈક. તેઓ ભોળા લોકોનું શોષણ કરશે.

ત્યારબાદ શ્રી કૃષ્ણએ સહદેવને પુછ્યું કે તમે જંગલમાં શું જોયું. સહદેવે ઉત્તર આપતા કહ્યું કે તેણે જંગલમાં ઘણા બધા કુવા જોયા, જે ખાલી હતા. શ્રીકૃષ્ણ એ તેનો સ્પષ્ટ અર્થ કરતાં કહ્યું કે કળિયુગમાં લોકો પોતાની પુત્રીઓનાં વિવાહમાં ખુબ જ ખર્ચ કરશે, પરંતુ કોઇ ગરીબ અને ભુખ્યા વ્યક્તિને જોઈને તેને દાન આપશે નહીં.

આવી રીતે શ્રીકૃષ્ણએ કળિયુગનું વર્ણન પાંડવો સામે કર્યું હતું અને જણાવ્યું હતું કે કેવી રીતે કળિયુગમાં લોકો અને બુદ્ધિ ખરાબ થઈ જશે અને તેઓ અધર્મનાં રસ્તા પર ચાલવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *