મહાભારતનાં અશ્વત્થામા આજે પણ જીવતા છે અને આ શિવમંદિરમાં દરરોજ પુજા કરવા માટે આવે છે, છોડી જાય છે આવી સાબિતી

મહાભારતનાં યુદ્ધની સમાપ્તિ બાદ કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનાં પુત્ર અશ્વત્થામા એ છળથી પાંડવોના પુત્રનો વધ કર્યો હતો. તેના આ પાપની સજા પણ તે આજે પણ ભોગવી રહેલ છે. તેને મળેલા એક શ્રાપને કારણે માનવામાં આવી રહ્યું છે કે આજે પણ અવસ્થામાં જીવિત છે અને ભટકી રહેલ છે. મધ્ય પ્રદેશનાં એક કિલ્લામાં અશ્વત્થામાને જોયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કે આ કિલ્લો ક્યાં છે અને કોણે અશ્વસ્થામા ને શ્રાપ આપ્યો હતો.

અશ્વત્થામા ને ભારે પડી તેની એક ભુલ

પૌરાણિક માન્યતાઓમાં એવું જણાવવામાં આવેલ છે કે પોતાના પિતાના નિધનનો બદલો લેવા માટે અશ્વસ્થામા એ એક ભુલ કરી હતી, જે તેને ભારે પડી ગઈ અને ભગવાન શ્રીકૃષ્ણએ તેને યુગો-યુગો સુધી ધરતી પર ભટકવાનો શ્રાપ આપ્યો હતો. માનવામાં આવે છે કે અંદાજે ૫૦૦૦ વર્ષથી અશ્વસ્થામાના ધરતી પર ભટકી રહ્યો છે. શ્રીકૃષ્ણનાં શ્રાપનું જ પરિણામ છે કે તેને આજે પણ મધ્યપ્રદેશના એક કિલ્લામાં જોવામાં આવેલ હોવાનો દાવો કરવામાં આવે છે.

જાણો ક્યાં છે આ કિલ્લો

મધ્યપ્રદેશનાં બુરહાનપુર શહેરથી અંદાજે ૨૦ કિલોમીટર દુર અસીરગઢ નો કિલ્લો છે. અહીના સ્થાનિક લોકોનું કહેવું છે કે અશ્વત્થામા આજે પણ આ કિલ્લામાં ભગવાન શિવની પુજા કરવા માટે આવે છે. અહીંયાના લોકો અશ્વસ્થામા સાથે જોડાયેલી ઘણી દંતકથાઓ પણ સંભળાવે છે. એવું જણાવવામાં આવે છે કે અશ્વત્થામા ને જે કોઈ વ્યક્તિ જુએ છે, તે જીવીત બચી શકતો નથી અથવા તો તેની માનસિક સ્થિતિ હંમેશા માટે ખરાબ થઈ જાય છે.

તળાવમાં સ્નાન કરે છે અશ્વત્થામાં

અહીંયા વિશે એવું પણ કહેવામાં આવે છે કે અશ્વત્થામા પુજા કરતા પહેલા જિલ્લામાં સ્થિત તળાવમાં સ્નાન પણ કરે છે, એટલું જ નહીં જબલપુરમાં પણ નર્મદા નદીના ગૌરી ઘાટનાં કિનારે પણ અશ્વત્થામાને ભટકતા જોયેલા હોવાની વાત કહેવામાં આવે છે.

ઇજા માટે માંગે છે હળદર અને તેલ

ગૌરી ઘાટનાં સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા નદી કિનારે ભટકી રહેલા અશ્વત્થામાં પોતાને થયેલી ઈજા માંથી લોહીને રોકવા માટે ક્યારેક-ક્યારેક હળદર અને તેલ માગે છે. જો કે આ બાબતમાં હજુ સુધી કોઈ સાબિતી મળી શકી નથી, પરંતુ આ પ્રકારની વાતો અહીંયા લાંબા સમયથી ચાલી રહી છે.

અશ્વત્થામાને કર્યું હતું આ ખોટું કામ

અશ્વસ્થામા એ પોતાના પિતા ગુરુ દ્રોણનાં નિધન નો બદલો લેવા માટે ખુબ જ ખોટું કામ કર્યું હતું. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ અશ્વત્થામાએ અભિમન્યુની પત્ની ઉત્તરાનાં ગર્ભમાં રહેલ બાળક પરીક્ષિત પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને તેને મારી નાખેલ. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધારે ક્રોધિત થયા હતા.

શ્રી કૃષ્ણે આપ્યો આ શ્રાપ

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો. તેમનું માનવું હતું કે અશ્વત્થામા નું પાપ સૌથી મોટું છે. કારણ કે તેણે એક અજન્મેલા બાળકને મારેલ છે. શ્રીકૃષ્ણએ અશ્વસ્થામાનાં માથા પર લગાવવામાં આવેલ ચિંતામણી રત્ન છીનવી લીધું હતું અને શ્રાપ આપ્યો હતો કે, “તે જન્મ તો જોયેલ છે, પરંતુ મૃત્યુને ક્યારે જોઈ શકીશ નહીં. જ્યાં સુધી સૃષ્ટિ રહેશે, ત્યાં સુધી તું જીવિત રહેશે અને કષ્ટ ભોગવશે.”