કોરોના વાયરસ : મહામારીએ શીખવી દીધી આ પાંચ આર્થિક બાબતો, જે આપણે હંમેશા યાદ રાખવી જોઈએ

Posted by

કોરોના વાયરસે આ વર્ષના શરૂઆતનાં ચાર મહિનામાં જ અર્થવ્યવસ્થા અને લોકોને આર્થિક રીતે ખુબજ નુકશાન પહોંચાડયું છે. કોરોના ને કારણે હાલમાં આ વર્ષના અંત સુધી લોકોએ આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યાં એક તરફ શેરબજાર સતત ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે. તો બીજી તરફ કંપનીઓ પણ પોતાના કર્મચારીઓના પગારમાં કાપ મુકી રહી છે. અમુક નાની કંપનીએ તો પોતાના કર્મચારીઓને છૂટા પણ કરી દીધા છે. કોરોના યુગે આપણને બધાને આર્થિક રીતે ૫ પાઠ ભણાવ્યા છે. જેના પર બધા લોકોએ આગળ ધ્યાન રાખવું જોઈએ.

૧. પોતાનું ઇમરજન્સી ફન્ડ બનાવો

કોરોના યુગે આપણને સૌથી પહેલાં જે શિખામણ આપી છે તે છે કે સૌથી પહેલાં પોતાનું ઇમરજન્સી ફન્ડ બનાવો. લોકો કાં તો ખર્ચ કરે છે અથવા તો રોકાણ કરે છે. વર્તમાન સ્થિતિમાં લોકોની પાસે એક ઇમરજન્સી ફન્ડ હોવું જોઈએ. જેનાથી તે પોતાના હપ્તા અથવા તો બીલોનું ચુકવણું સમય પર કરી શકે. આ ફંડ નોકરી છૂટી ગયા બાદ પણ લોકોની મોટી સહાયતા કરી શકે છે. ઇમરજન્સી ફન્ડ બનાવવા માટે બેંકના ખાતામાં ઓછામાં ઓછો ૬ મહિનાનો પગાર રાખો.

૨. રોકાણ કરતા પહેલા લક્ષ્ય નક્કી કરો

શેરબજાર અથવા કોઈપણ જગ્યાએ રોકાણ કરતાં પહેલાં પોતાના લક્ષ્યને જુઓ. જો તમારું લક્ષ્ય કંઈ અલગ છે, તો પછી આવું બિલકુલ ન કરો. હાલમાં શેરબજારમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે તેમાં રોકાણ કરવાથી બચવું જોઈએ.

૩. ઇક્વિટીમાં શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું નહીં

જે લોકો શેરબજારમાં હાલમાં રોકાણ કરી રહ્યા છે, તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં શોર્ટટર્મ માટે રોકાણ કરે નહીં, તેનાથી તેમને નુકસાન થઈ શકે છે. વળી શોર્ટ ટર્મમાં રોકાણ કરવા માટે બેડ ફંડ અને બેંક ડિપોઝિટને પ્રાથમિકતા આપી શકાય છે.

૪. સ્વાસ્થ્ય વીમો ખરીદો

ફક્ત કંપની તરફથી મળતા સ્વાસ્થ્ય વીમા ઉપર ભરોસો ન કરો. કોરોના વાયરસે શીખવી દીધું છે કે સ્વાસ્થ્ય વીમો ખરીદવો પરિવાર માટે કેટલો જરૂરી છે. તમે એક એવી સ્વાસ્થ્ય વીમા પૉલિસી ખરીદો જે મુશ્કેલીના સમયમાં તમારા પરિવારને તમામ જરૂરિયાતોને પૂરી કરી શકે.

૫. વૈકલ્પિક આવક વિશે જરૂર વિચારો

આપણે જીવનને હંમેશા એક ગ્રાન્ટના રૂપમાં લઈએ છીએ, જલ્દી આપણે કોઈ કમ્ફર્ટ ઝોનમાં આવીએ છીએ. પરંતુ કોરોના શીખવી દીધું કે આપણે વધારે મહેનત કરીને એક વૈકલ્પિક આવક પણ ઉભી કરવી જોઈએ. આવું આપણે પાર્ટ ટાઇમ નોકરી, ફ્રીલાન્સિંગ, ઓનલાઇન કન્ટેન્ટ તૈયાર કરવા અથવા પ્રોપર્ટીને ભાડે આપીને કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *