બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પરિવાર વિશે અવારનવાર કંઈક ને કંઈક સાંભળવા મળે છે. વર્ષ ૨૦૧૮માં મુકેશ અંબાણીના પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે કરેલા હતા. ૧૨ ડિસેમ્બર, ૨૦૧૮નાં રોજ થયેલા આ લગ્નમાં મુકેશ અંબાણીએ લગભગ ૧૦૦ મિલિયન ડોલર એટલે કે ૭૨૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ શું તમે તેમની દીકરી ઈશા અંબાણીના ઘર વિશે જાણો છો? શું તમે તેમના ઘરની અંદરની તસ્વીરો જોયેલી છે? કદાચ નહીં, તો ચાલો આજે અમે તમને ઈશા અંબાણીના ઘરની અંદરની તસ્વીરો બતાવી.
લગ્ન પહેલા ઇશા અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયા માં રહેતી હતી, તો વળી લગ્ન બાદ તે પોતાના પતિ આનંદ પિરામલ ની સાથે વર્લી નાં પોતાના નવા બંગલામાં રહેવા લાગી છે.
આનંદ અને ઈશા ના આ ઘરનું નામ “ગુલીટા” છે અને તે કોઈ મહેલથી ઓછું નથી. ઈશા નાં સસરા અજય પિરામલ એ વર્ષ ૨૦૧૨માં આ પ્રોપર્ટીને હિન્દુસ્તાન લીવર પાસેથી ખરીદેલી હતી.
આ ઘર માટે ઈશા અંબાણી પિરામલ નાં સસરા અજય પિરામલે લગભગ ૧૦ અબજ ડોલર એટલે કે લગભગ ૪૫૦ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. વળી કન્સ્ટ્રકશન બાદ આ મહેલ જેવા ઘરની કિંમત વધી ગઈ છે. આ પાંચ માળનું મન ઘર છે, જે ઈશા અને તેના પતિ આનંદને લગ્ન બાદ ગિફ્ટ માં મળેલું હતું.
ઈશા અંબાણી નું આ ઘર ૫૦,૦૦૦ વર્ગ ફુટમાં ફેલાયેલ છે. આ ઘરના પાંચ માળમાંથી ત્રણ બેઝમેન્ટ છે. સર્વિસ અને પાર્કિંગ માટે બીજો અને ત્રીજો ફ્લોર છે. ઘરના લેવલ પર એક બગીચો અને એર વોટર બોડી છે.
વળી ઘરમાં એન્ટ્રી લેવા વાળા ગેટની સાથે જ લોબી ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવેલ છે. આ ઘરમાં ઘણા બેડરૂમ, સર્ક્યુલર સ્ટડી રૂમ, લાઉંજ એરીયા, સ્વિમિંગ પુલ, ડ્રેસીંગ રૂમ્સ, લિવિંગ અને ડાઇનિંગ હોલ્સ, મોટા મોટા કિચન અને સર્વન્ટ ક્વાર્ટર છે. વળી આ બંગલો સી ફેશન છે.
આ ઘરની થીમ ડાયમંડ થીમ છે. સૌથી ખાસ વાત એ છે કે આ ઘરના બહારથી લઈને અંદર ઇન્ટિરિયર સુધી દરેક જગ્યાએ ડાયમંડ થીમ જોવા મળી આવે છે. આ ઘરનો ઇન્ટિરિયર ખુબ જ સુંદર છે.
આ ઘર ફક્ત બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ ખુબ જ સુંદર છે. આ પહેલા આ ઘર હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડની પાસે હતું અને તે સમયે આ જગ્યા એક ટ્રેનિંગ સેન્ટર હતી.
ઘરની દરેક ચીજ ખુબ જ એન્ટીક અને કીમતી છે. ઘરના બધા લોકો અને મહેમાનોને ભોજન ચાંદીના ચમકતા વાસણમાં પીરસવામાં આવે છે. ઘરમાં ઝુમ્મર થી લઈને દરેક આઈટમ ખુબ જ ખાસ છે, જેને વિદેશથી મંગાવવામાં આવેલ છે.