મહેનત કરવા વાળા લોકો બીજાની ગુલામી શા માટે કરે છે? જો તમારી સાથે પણ આવું થતું હોય તો જરૂરથી વાંચી લેજો

Posted by

આચાર્ય ચાણક્ય એ પોતાના નીતિશાસ્ત્રમાં મનુષ્યના જીવનને સરળ બનાવવા માટેના ઘણા બધા ઉપાય જણાવેલ છે. આચાર્ય ચાણક્ય એ જણાવ્યું છે કે કઈ રીતે દરેક મનુષ્ય પોતાની દરેક પરેશાનીને ચપટી વગાડતા ઉકેલી શકે છે. આચાર્ય ચાણક્ય એ કહ્યું હતું કે પરેશાનીઓ માંથી છુટકારો મેળવવા માટેનો સૌથી સારો ઉપાય છે સમય અનુસાર યોગ્ય નિર્ણય લેવો. આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિ ક્યારેક ક્યારેક સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં પણ સફળતા તેનાથી ખુબ જ દુર રહી જાય છે. આચાર્ય ચાણક્ય મહેનતને સફળતા મેળવવા માટેની મહત્વની ચાવી જણાવીને તેની ઉપયોગીતા ઉપર પણ સવાલ ઉઠાવે છે.

Advertisement

હંમેશા સતત કામ કરવાથી તમે પોતાના પરિવારજનોથી પણ દુર થઈ જાવ છો અને સાથોસાથ તમને સફળતા પણ મળતી નથી. કુલ મળીને તમને બંને તરફથી ફક્ત નુકસાન થાય છે, પારિવારિક રૂપથી અને આર્થિક રૂપથી પણ. તેવામાં તમારે ચાણક્ય નીતિ અનુસાર પોતાની રણનીતિમાં બદલાવ કરવાની જરૂરિયાત છે. આચાર્ય ચાણક્ય કહે છે કે હંમેશા અને સતત કામ કરવું સફળતા મેળવવા માટેનો રસ્તો જરૂર છે, પરંતુ મહેનત ત્યારે જ સફળ થાય છે જ્યારે તમારી અંદર પશુ-પક્ષીઓના ખાસ ગુણ હોય.

આચાર્ય ચાણક્યનું કહેવું છે કે વિદ્યા અથવા તો જ્ઞાન કોઈપણ મનુષ્યની સૌથી મોટી ઉપલબ્ધિ હોય છે અને જ્ઞાન કોઈપણ જગ્યાથી લઈ શકાય છે. આચાર્ય ચાણક્ય અનુસાર મનુષ્યએ ગધેડા, બાજ, સિંહ અને સાંપ પાસેથી જ્ઞાન લઈને આગળ વધવું જોઈએ. આ જાનવરોના ગુણ તમને રાજા બનાવી શકે છે.

ગધેડો

આચાર્ય ચાણક્ય કહે છે કે ગધેડો આખી જિંદગી કામ કરે છે, એવું વિચાર્યા વગર કે તે શું કરી રહ્યો છે. તેવામાં તેને ક્યારેય ઈજ્જત મળતી નથી અને પ્રશંસા પણ પ્રાપ્ત થતી નથી. ગધેડો પોતાનો સમગ્ર જીવન ગધેડાની જેમ જ પસાર કરે છે. એટલે કે ગધેડો આખી જિંદગી ગુલામ બનીને કામ કરતો રહે છે અને ગુલામ બનીને જ મરી જાય છે. જેના લીધે ગધેડો ગુલામી નું પ્રતીક બની ગયેલ છે. ગધેડો એવું શીખવે છે કે લક્ષ્ય વગર તમારી અંદર રહેલી પ્રતિભાને પણ નિખારવાનો અવસર મળશે નહીં અને તમે કંઈ પણ શીખી શકશો નહીં. તમારે આખી જિંદગી બીજાની ફક્ત ગુલામી કરવી પડશે.

બાજ

આચાર્ય ચાણક્ય કહે છે કે જંગલમાં ઘણા જાનવર હોય છે જે પોતાનું પેટ ભરવા માટે સખત મહેનત કરે છે અને શિકાર કરે છે પરંતુ તેઓ ક્યારેક સફળ થાય છે તો ક્યારેક અસફળ બનતા હોય છે. જંગલમાં એવા ઘણા જાનવર હોય છે જે ભુખ્યા મરી જાય છે અથવા તો બીજાનો શિકાર બની જતા હોય છે. પરંતુ એક જાનવર એવું હોય છે જે ક્યારેય પણ નિષ્ફળ થતું નથી અને તે જાનવર છે બાજ. બાજ પોતાના લક્ષ્યને સાધવા માટે કલાકો સુધી મહેનત કરે છે અને અંતમાં જ્યારે તે પોતાના લક્ષ્ય (શિકાર) તરફ વધે છે તો તેને મેળવીને જ શ્વાસ લે છે. બાજ મનુષ્યને શીખવે છે કે ક્યારેય પણ ઉતાવળમાં નિર્ણય લેવો જોઈએ નહીં અને જ્યારે લક્ષ્ય નિર્ધારિત હોય તો પોતાનો સંપુર્ણ સમય લઈને પોતાના લક્ષ્યને સાધવું જોઈએ.

સિંહ

આચાર્ય ચાણક્ય કહે છે કે જંગલના જે જાનવર પાસેથી મનુષ્યએ શીખવાની જરૂરિયાત છે તે સિંહ છે. જંગલનો રાજા સિંહ પણ પોતાના લક્ષ્યને લઈને બિલકુલ દ્રઢ થયા બાદ જ શિકાર કરે છે. ખાસ વાત એ છે કે લક્ષ્ય ગમે તેટલું નાનું હોય, સિંહ તેનો શિકાર એટલી જ બારીકાઈથી કરે છે, જેટલો તે કોઈ મોટા જાનવરનો શિકાર કરતો હોય છે. મતલબ કે કોઈપણ લક્ષ્ય નાનું હોતું નથી, પરંતુ તેને મેળવવા માટે કરવામાં આવેલી કોશિશ નાની અથવા મોટી હોય છે.

ઉદાહરણ તરીકે એક વખત એપલ કંપનીએ એક ફોન બનાવ્યો. પરંતુ સ્ટીવ જોબ દ્વારા પોતાની ટીમને તે ફોનને વધારે થોડો સ્લીમ બનાવવા માટે કહેવામાં આવ્યું. જેના ઉપર તેમની ટીમ દ્વારા આ કાર્યને અશક્ય જણાવવામાં આવ્યું અને ઇનકાર કરી દેવામાં આવ્યો. ત્યારે સ્ટીવ જોબ એ ફોનને પાણીમાં નાખી દીધો અને કહ્યું કે જુઓ ફોનમાંથી પરપોટા નીકળી રહ્યા છે, જેનો મતલબ છે કે ફોનમાં હવા માટે જગ્યા રહેલી છે તેને દુર કરીને ફોનને વધારે સ્લીમ બનાવી શકાય છે. કહેવાનો મતલબ છે કે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ક્યારેય પણ આળસ કરવી જોઈએ નહીં અને સંપુર્ણ તન્મયતાની સાથે લક્ષ્ય તરફ આગળ વધવાથી જ સફળતા મળે છે.

સાંપ

આચાર્ય ચાણક્ય અનુસાર પોતાની કમજોરીને પોતાના લક્ષ્યમાં અડચણ બનવા દેવી જોઈએ નહીં. સાંપનાં પગ નથી હોતા તેમ છતાં પણ સાંપની આક્રામકતા અને સતર્કતા ખુબ જ અદભુત હોય છે. સાંપ પોતાની તાકાત ઉપર ભરોસો કર છે અને કમજોરી આપોઆપ છુપાઈ જાય છે. સાંપ જમીન ઉપર આળોટીને શિકાર કરે છે અને સફળ બને છે. સાંપ યોદ્ધાની જેમ જીવન જીવવાનું શીખવે છે. પોતાના લક્ષ્યને મેળવવા માટે પાગલપન હોવું જરૂરી છે. સફળતાનું ઝુનુન જ તમને રાજા બનાવશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.