મહેંદી લગાવી રહેલી માં ને અચાનક લાગી ભુખ, પછી દિકરાએ જે કર્યું તે જોઈને દિલ ખુશ થઈ જશે

એક માં ને પોતાનું બાળક ખુબ જ વ્હાલું હોય છે. તે તેની ખુશી માટે કંઈપણ કરી શકે છે. તે પોતાના બાળકને તકલીફમાં જોઈ શકતી નથી. વળી બીજી તરફ બાળકને પણ પોતાની માં ખુબ જ વહાલી હોય છે. તે બાળપણથી તેનો ખ્યાલ રાખવાનું શરૂ કરે છે. તેનું એક ઉદાહરણ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહેલ છે. હકીકતમાં આ વાયરલ વીડિયોમાં એક માં બ્યુટી પાર્લરમાં મહેંદી લગાવી રહી હોય છે. આ દરમિયાન તેને ભુખ લાગે છે. તેમાં તેનો દીકરો જે કામ કરે છે તે જોઈને તમારું દિલ ખુશ થઇ જશે.

માં એ લગાવી મહેંદી

મહિલાઓને હાથમાં મહેંદી લગાવવાનો ખુબ જ મોટો શોખ હોય છે. મહેંદીથી તેના હાથની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. મહેંદી લગાવવાનું બસ એક જ નુકસાન થાય છે કે તે સુકાય ત્યાં સુધી તમે પોતાના હાથથી કોઈ કામ કરી શકતા નથી. તેવામાં જો તમને ભુખ લાગે અને કંઈક ખાવા-પીવાનું મન થાય તો ખુબ જ પરેશાન થાય છે. બસ આવું જ કંઈક વીડિયોમાં જોવા મળી રહેલ મહિલા સાથે પણ થયું હતું. તે સલુનમાં બેસીને પોતાના બંને હાથમાં મહેંદી લગાવી રહી હતી. આ દરમિયાન તેને ભુખ લાગે છે. હવે તેના બંને હાથ મહેંદી થી ભરાયેલા હતા, તો તેનો દીકરો મદદ માટે આગળ આવે છે.

દીકરાએ માં ને ખવડાવ્યું ભોજન

મહિલાનો નાનો દીકરો પોતાની માને પોતાના હાથથી ભોજન ખવડાવે છે. તે એક ટિફિન બોક્સ માંથી માં ને ભોજન કરાવે છે. બાળકનો માં પ્રત્યે નો પ્રેમ જોઈને દરેક લોકો ભાવુક બની જાય છે. આ સમગ્ર ઘટના એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ છે. આ વીડિયોને શેર કરીને કેપ્શન માં લખ્યું છે કે, “આ બાળક ખુબ જ ક્યુટ છે. તેની મમ્મી મહેંદી લગાવી રહી છે તો તે પોતાના હાથથી તેને ભોજન ખવડાવી રહેલ છે.”

લોકોએ આપ્યા આવા રિએક્શન

આ ક્યુટ વિડીયો જોઈને લોકોએ પણ ખુબ શાનદાર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કહ્યું હતું કે, “ખુબ જ પ્રેમાળ બાળક છે.” વળી અન્ય યુઝરે કહ્યું હતું કે, “માં ને પોતાના બાળક પર કેટલો ગર્વ થઈ રહ્યો હશે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે.” ત્યારબાદ એક વ્યક્તિ કોમેન્ટ કરીને લખ્યું કે, “માં પોતાના બાળકને ખુબ જ સારા સંસ્કાર આપેલા છે. તે મોટો બનીને માં નું નામ રોશન કરશે અને એક સારો વ્યક્તિ બનશે.” આવી રીતે જ અન્ય લોકો પણ તેની પ્રશંસામાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા.

જુઓ વિડિયો