“નો ગુગલ પે, નો ફોન પે, નો યુપીઆઈ… સીધા પોકેટ પે”, મહિલા ટ્રાફિક પોલીસકર્મીનો લાંચ લેવાના નવા જુગાડનો વિડિયો વાયરલ, જુઓ વિડિયો

ટ્રાફિક પોલીસનું લાંચ લેતાં સામાન્ય બાબત બની ગઈ છે. આ વાતની જાણકારી દરેક વાહન ચાલકોને હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિનું ચલણ કપાવાનું હોય છે, તો તે ટ્રાફિક પોલીસને લાંચ આપીને મામલો રફેદફે કરવાની કોશિશ કરે છે. આ ઘટનાનાં ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. આ કડીમાં લેડી ટ્રાફિક પોલીસ કર્મીનો એક મહિલા પાસેથી લાંચ લેતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વિડીયોમાં લેવી ટ્રાફિક પોલીસકર્મી સ્કૂટર પર સવાર એક મહિલાને રોકે છે. ત્યારબાદ તે મહિલાને પોતાની પાસે આવવા માટે કહે છે. પછી તેના કાનમાં કંઈક કહે છે અને ત્યારબાદ તે મહિલા લાંચના રૂપમાં અમુક પૈસા ટ્રાફિક પોલીસ કર્મીના પોકેટમાં આપતી નજર આવે છે. આ સમગ્ર વિડિયોને ત્યાં બાજુમાં બનેલી એક ઈમારતમાંથી શૂટ કરવામાં આવ્યો છે.

આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોને ટ્વિટર પર એક યૂઝરે પોસ્ટ કરેલ છે. વિડીયોની સાથે તેણે કેપ્શન માં લખ્યું છે કે, નો ગુગલ પે, નો ફોન પે, નો યુપીઆઈ… સીધા પોકેટ પે”.

આ વિડીયો ઉપર લોકોના રિએક્શન પણ ખુબ જ જોરદાર આવ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે. તો ચાલો જોઈએ કે આ વીડિયો પર યુઝરે કેવા કોમેન્ટ લખેલા છે.

આ પણ બરોબર છે.

અહીંયા તો બધું ગોલમાલ છે.

આની આગળ તો ડિઝીટલ ઇન્ડિયાની પણ કંઈ ઔકાત નથી

ભારતનો સૌથી મોટો પેમેન્ટ અને ઇનકમ સોર્સ.

કોણ કહે છે કે મહિલાઓ પુરુષ કરતાં પાછળ છે.

સાચું કહ્યું છે કે ટ્રાફિક પોલીસની મોટાભાગની કમાણી આવી રીતે જ થાય છે.

જુગારની બાબતમાં આપણા ભારતીયોનો કોઈ તોડ નથી.