મહિલા ઉપર ચડી ગઈ ૯૦ કિલોની મગર, પછી જે થયું તે તમે વિચાર્યું પણ નહીં હોય

Posted by

મગર ખુબ જ ખતરનાક અને વિશાળ હોય છે. તે ભુલથી પણ આપણી સામે આવી જાય તો આપણે ૧૦૦ ફુટ દુર ભાગી જતા હોઈએ છીએ. તેની પાસે જવાનું આપણે વિચારતા પણ નથી. લોકો મગર ને ત્યારે જ નજીકથી જુએ છે જ્યારે તે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં કેદ હોય. જો કે ત્યારે પણ દર્શકો અને મગર ની વચ્ચે ઘણું અંતર રહેતું હોય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને મગર ને ગળે લગાવતા જોયેલ છે. તેના વિષે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

કોઈપણ પોતાનો જીવ જોખમમાં કેવી રીતે મુકી શકે છે. પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મહિલા મગર ને ગળે લગાડતી હોય તેવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. મહિલા જ્યારે મગર ને ગળે લગાવે છે, તો કંઈક એવું થાય છે જેની કોઈએ આશા રાખી ન હતી.

સામાન્ય રીતે લોકો કુતરા-બિલાડા જેવા જાનવરોને ઘરે લગાવવાનું પસંદ કરતા હોય છે. મગર જેવા જંગલી જાનવર ને ગળે લગાવવાની કોઈ હિંમત કરી શકતું નથી. પરંતુ એક ઝુકીપર જુલિયટ બ્રેવરે આ બહાદુરી વાળું કારનામુ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે પોતાના પ્રાણી સંગ્રહાલયમાં રહેલ ૯૦ કિલો અને સાડા આઠ ફુટ લાંબા મગરને ગળે લગાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જ્યારે તે આવું કરી રહી હતી ત્યારે તેનો એક મિત્ર વિડિયો બનાવી લે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મગર ને ગળે લગાવ્યા બાદ શું થયું?

વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા પોતાનો જીવ જોખમમાં મુકીને પોતાને મગરના હવાલે કરી દે છે. તેને ગળે લગાવતા સમયે તે બિલકુલ પણ ડરતી નથી, પરંતુ તે સમયે તે હસતી હોય છે. મહિલા વીડિયોમાં જણાવે છે કે તેમના આ મગર નું નામ “ડાર્થ ગેટોર” છે. તેમની પાસે તેના સમગ્ર જીવનકાળની તસ્વીરો છે.

વીડિયોમાં એક ફની ચીજ પણ થાય છે. મગર મહિલા ઉપર જ્યારે સુતેલો હોય છે, તો તે યુરીન પણ કરી નાખે છે. આ ચીજ જોઈને મહિલા જોરજોરથી હસવા લાગે છે. વળી જ્યારે આ વિશાળ મગર મહિલાનાં શરીર પરથી દુર થાય છે ત્યારે તે રાહતનો શ્વાસ લે છે. તે વાત માં જરા પણ શંકા નથી કે મગર એક ખતરનાક જીવ હોય છે, તેની આટલી નજીક જવું ખતરાથી ભરેલું હોય છે. જો તેનો મુડ બદલી જાય તો થોડી સેકન્ડમાં જ વ્યક્તિ જીવ ગુમાવી શકે છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ

આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોના રિએક્શન આવ્યા હતા, જેમ કે એક યુઝરે લખ્યું હતું કે આ મહિલાની બહાદુરીને મારી સલામ છે. વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે મહિલા અને મગર જરૂર પરસ્પર સારા મિત્ર હશે, એટલા માટે તેણે મહિલા ને નુકસાન પહોંચાડ્યું નહીં. મનુષ્યોએ જાનવરોની સાથે આવી રીતે જ હળી મળીને રહેવું જોઈએ.

ત્યારબાદ એક કોમેન્ટ આવે છે કે, “અરે મેડમ, મગર ને ગળે લગાવતા પહેલા તેને સુ-સુ કરવા દીધું હોત.” વળી અન્ય એક યુઝરે લખ્યું કે, “ગળે લગાવવા માટે તમને કોઈ મર્દ નથી મળ્યો કે તમે આ મગરને ચીપકી રહ્યા છો.” બસ આ રીતે જ અન્ય ઘણા કોમેન્ટ આવવા લાગ્યા હતા.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by The Reptile Zoo (@thereptilezoo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *