ચાણક્ય નીતિ : મહિલાઓ માટે કહેવામા આવેલી આ પાંચ વાતો બિલકુલ સત્ય છે, જાણો આચાર્ય ચાણક્યનાં વિચાર

Posted by

આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર (જેને હવે પટના નામથી ઓળખવામાં આવે છે) નાં મહાન વિદ્વાન હતા. ચાણક્યને તેમના ન્યાયપ્રિય આચરણને માટે ઓળખવામાં આવતા હતા. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ એક સાધારણ ઝૂંપડીમાં રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાદું હતું. ચાણક્ય પોતાના જીવનમાંથી મળેલા અનુભવોને ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતો બતાવવામાં આવેલી છે, જેના પર વ્યક્તિ અમલ કરે છે તો તેને સફળ બનવાથી કોઈ રોકી શકતું નથી.

સફળતા નિશ્ચિત રૂપથી તેમના ચરણસ્પર્શ કરે છે. જો વ્યક્તિ આ વાતોનો પ્રયોગ પોતાના અંગત જીવનમાં કરે છે તો તેને ક્યારેય પણ હારનો સામનો કરવો પડતો નથી. આ નીતિઓમાં સુખી જીવનનું રહસ્ય છુપાયેલ છે. નીતિઓમાં બતાવવામાં આવેલી વાતો કડવી લાગી શકે છે પરંતુ તે બિલકુલ સત્ય છે.

આજે અમે તમને ચાણક્યના પુસ્તકમાં લખવામાં આવેલી નિત્ય વિશે અમુક એવી વાતો જણાવીશું જે આપણા જીવનમાં એક સાર્થક પરિવર્તન લાવી શકે છે. આ વાતો આપણને જીવન જીવવાનો યોગ્ય રસ્તો બતાવે છે અને જણાવે છે કે જીવનમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ. કહેવામાં આવે છે કે મહિલાઓના સ્વભાવને હજુ સુધી વ્યક્તિ તો શું ભગવાન પણ સમજી શક્યા નથી. પરંતુ મહિલાઓના આચરણમાં અમુક હદ સુધી સમાનતા જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ચાણક્યએ સ્ત્રીઓના સંબંધમાં અમુક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. તો ચાલો જાણીએ કે મહિલાઓ પ્રત્યે ચાણક્ય ના શું વિચાર છે.

આચાર્ય ચાણક્યએ મહિલાઓ માટે આ ૫ વાતો કહી

  • ચાણક્યના જણાવ્યા અનુસાર મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવા પર, ચરિત્રહીન સ્ત્રીનું પાલન પોષણ કરવા પર અને કોઈ દુઃખી વ્યક્તિની સાથે રહેવા પર વ્યક્તિને હંમેશા દુઃખ પ્રાપ્ત થાય છે. આ લોકોની સાથે રહેવા પર ક્યારેય સુખી રહી શકાતું નથી.

  • ખરાબ સ્વભાવ, કડવી વાણી અને ચારિત્રહીન મહિલાને છોડી દેવામાં જ ભલાઈ છે. તેવી જ રીતે આ પ્રકારના કોઈ નીચ વ્યક્તિ સાથે પણ કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહીં. ચાણક્યના જણાવ્યા અનુસાર આવા લોકો સાથે સંબંધ રાખવા પર તમને નુકસાન પહોંચી શકે છે.
  • વ્યક્તિ હંમેશા પોતાની જરૂરિયાત માટે પૈસા બચાવીને રાખવા જોઈએ અને પૈસા થી પણ વધારે જરૂરી છે કે પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. સ્ત્રી થી પણ વધારે વ્યક્તિએ પોતાનું રક્ષણ કરવું જોઈએ. જો પુરુષ સુરક્ષિત હશે ત્યારે તે પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકશે.

  • આચાર્યના જણાવ્યા અનુસાર કોઇ વ્યક્તિનો પુત્ર આજ્ઞાકારી છે અને પત્ની તેના વશમાં છે અને તેની પાસે ધનની કોઈ કમી ન હોય, તો તે વ્યક્તિ ખૂબ જ સુખદ જીવન પસાર કરે છે. તે વ્યક્તિનું જીવન કોઈ સ્વર્ગ થી ઓછું નથી. આવા વ્યક્તિ માટે ધરતી જ સ્વર્ગ સમાન સાબિત થાય છે.
  • આચાર્ય કહ્યું છે કે મહિલાઓની ભૂખ પુરુષથી બમણી હોય છે. તે સિવાય મહિલાઓમાં પુરુષોની તુલનામાં શરમ ચાર ગણી વધારે હોય છે. સાહસની વાત કરવામાં આવે તો મહિલાઓમાં પુરુષથી છ ગણું વધારે સાહસ હોય છે, એટલા માટે મહિલાઓને દેવીનું રૂપ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *