મહિલાઓનાં આ અંગો પર તલ હોવાનો મતલબ ખુબ જ ખાસ માનવામાં આવે છે, ભાગ્યશાળી મહિલાઓનાં આ અંગો પર જ હોય છે તલ

સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના દરેક અંગ અને તેના પર રહેલ દરેક પ્રકારના નિશાન નો એક ખાસ અર્થ હોય છે. આ ક્રમમાં આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ મહિલાઓનાં અંગો પર રહેલા તલ વિશે. દરેક તલ કંઈક કહે છે અને સામુદ્રિક શાસ્ત્રમાં આ વાત ખુબ જ મહત્વ ધરાવે છે કે તલ શરીરના કયા અંગ ઉપર છે. અલગ-અલગ અંગો પર તલનાં હોવાનો અર્થ પણ અલગ અલગ થાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે મહિલાઓના કયા અંગ ઉપર રહેલા તલ નો શું અર્થ માનવામાં આવે છે.

માથા પર તલ

માથા પર તલ હોવો તમારા આત્મવિશ્વાસને દર્શાવે છે. જે મહિલાઓના માથા પર તલ હોય છે તે પોતાના માટે સફળતાનો રસ્તો જાતે શોધી લેતી હોય છે. આવી મહિલાઓનાં આગળ વધવામાં તેમના પરિવારના કોઈપણ વ્યક્તિનો હાથ રહેતો નથી અને તે એકલા હાથે સફળતા પ્રાપ્ત કરે છે.

નેણ ઉપર તલ

જો કોઇ મહિલાનાં આંખ ઉપર બંને નેણ ની વચ્ચે તલ છે તો તેનો અર્થ છે કે તે ખુબ જ નસીબદાર અને સૌભાગ્યશાળી છે. તેના લગ્ન અમીર વ્યક્તિ સાથે થાય છે અને હંમેશા તે રાણી ની જેમ રાજ કરે છે. તેના હાથમાં પૈસા પણ ખુબ જ રહે છે.

આંખની અંદર તલ

જો તમારી આંખની જમણી અથવા ડાબી બાજુ તરફ તલ છે તો આવી મહિલાઓ ખુબ જ શાંત અને બુદ્ધિમાન હોય છે. આ મહિલાઓ પર તેમની આસપાસના લોકો ખુબ જ વિશ્વાસ કરે છે. તેમની પાસે ધનની કોઈ કમી હોતી નથી અને તેમના લગ્ન પણ હંમેશા પૈસાવાળા યુવક સાથે થાય છે. તેમને દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળે છે પછી તે નોકરી હોય કે વેપાર.

કાન ઉપર તલ

મહિલાઓના કાન પર તલનું હોવું ખુબ જ દુર્લભ માનવામાં આવે છે. જે મહિલાઓના કાન ઉપર તલ હોય છે તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલાઓ બુદ્ધિમાન હોવાની સાથોસાથ કોઈપણ મામલાઓ પર તુરંત નિર્ણય લઈ લેતી હોય છે. જો કોઇ મહિલાના બંને કાન ઉપર તલ હોય છે તો આવી મહિલાઓ ખુબ જ આરામથી તથા સુખ સગવડતા ભરેલું જીવન પસાર કરે છે.

ગાલ ઉપર તલ

મહિલાઓનાં ગાલ ઉપર તલ તેમની સુંદરતા વધારવાની સાથોસાથ તેમના નસીબમાં પણ ચાર ચાંદ લગાવે છે. આવી મહિલાઓની ફેન ફોલોઈંગ જબરજસ્ત હોય છે. આવી મહિલાઓ બીજાની પાસેથી સરળતાથી પોતાનું કામ કઢાવી લીધી હોય છે.

હોઠ ઉપર તલ

જે મહિલાઓના હોઠ ઉપર તલ હોય છે તે આકર્ષણનું કેન્દ્ર હોય છે. પુરુષોની વચ્ચે આવી મહિલાઓ ખુબ જ પસંદ કરવામાં આવે છે, જે મહિલાઓના નીચેવાળા હોઠની નીચે તલ હોય છે તે ખુબ જ મહેનતુ હોય છે અને તેમને પોતાની મહેનતનું પરિણામ પણ ખુબ જ સારું મળે છે.

ગરદન ઉપર તલ

જે મહિલાઓની ગરદન ઉપર તલ હોય છે તે ખુબ જ ધૈર્યવાન હોય છે અને જીવનમાં ધીરે ધીરે આગળ વધીને પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધી હોય છે. આવી મહિલાઓને ખુબ જ ચતુર માનવામાં આવે છે. આવી મહિલાઓ લાઈફ પાર્ટનરની પસંદગી પણ ખુબ જ સમજદારી અને હોશિયારીથી કરે છે.