મહિલાઓને પોતાના પાર્ટનરને આ ૪ વાતો પુછવામાં આવે છે શરમ, જાણો ક્યાં છે તે સવાલ

Posted by

ઘણી વાતો એવી હોય છે જે આપણે કોઈ વ્યક્તિને અચકાયા વગર નથી પૂછી શકતા. આ વાતોને પૂછતા પહેલા આપણે અસમંજસમાં રહીએ છીએ કે, તે વાત પૂછવી યોગ્ય છે કે નહીં. પરંતુ ઘણા લોકોનો સ્વભાવ જ શરમાળ હોય છે. તેઓ નાની-નાની વાતો પૂછતા પહેલાં પણ ઘણો વિચાર કરે છે. આવો જ સ્વભાવ અમુક છોકરીઓનો પણ હોય છે. ભલે તેઓ કેટલી પણ બોલ્ડ અને મોર્ડન હોય પરંતુ અમુક સવાલ પૂછવામાં પણ તેઓ અચકાય છે.

આવી વાતોને તેઓએ પોતાના પાર્ટનરને પૂછવા માટે ઘણી વખત વિચારવું પડે છે. તેઓ આવી વાતો પોતાના પાર્ટનરને નથી શકતી અને છોકરાઓ આ વાતથી અજાણ રહે છે. તો ચાલો અમે તમને તે વાતો વિશે જણાવીએ જેને યુવતીઓ પોતાના પાર્ટનરને પૂછવામાં અચકાય છે.

કપડાની બાબતમાં યુવતીઓ ખૂબ જ સજાગ હોય છે. જો તેઓએ કોઈ શોર્ટ ડ્રેસ પહેરેલ હોય તો દરેક સમયે તેમનું ધ્યાન કપડાંને એડજસ્ટ કરવામાં જ રહે છે. જો કોઈ પાર્ટી અથવા ખાસ જગ્યા પર જવા માટે તૈયાર થાય છે ત્યારે તેમના મગજમાં એક વાત ચાલી રહી હોય છે કે, કંઈ દેખાય તો નથી રહ્યું ને. આટલું વિચારવાને બદલે તેઓએ પોતાના પાર્ટનરને પૂછી લેવું જોઈએ.

દરેક યુવતીને પોતાના વખાણ સાંભળવા પસંદ હોય છે. યુવતીઓ આશા રાખે છે કે યુવક તેમના માટે કોમ્પ્લીમેન્ટ કરે. કોઈ પણ ખાસ જગ્યાએ જવા પહેલા તે આ સવાલ પોતાના પાર્ટનરને પૂછવા માગે છે પરંતુ શરમને લીધે પુછી નથી શકતી. તેવામાં યુવકોએ તેમના પૂછ્યા વગર જ તેમના સવાલનો જવાબ આપી દેવો જોઈએ.

તમને જાણીને આશ્ચર્ય થશે કે મોર્ડન યુવતીઓ પણ બોલ્ડ ટોપિક પર વાત કરવાથી ગભરાય છે. છોકરાઓ તો આ બાબત પર સહજ હોય છે પરંતુ જ્યારે યુવતીઓની સામે આ વાત આવે તો તેઓ શરમાઈ જાય છે. તેઓ પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધોને લઇને વાત નથી કરી શકતી. હકીકતમાં આ ટોપીક પર ખુલ્લા મનથી વાત કરવા માંગે છે પરંતુ શરમને લીધે કરી નથી શકતી. તેમાં યુવકોએ તેમને આ ટોપિકને લઈને કમ્ફર્ટ મહેસૂસ કરાવવું જોઈએ.

યુવતીઓ પોતાના પ્રેમનો એકરાર પણ યોગ્ય રીતે નથી કરી શકતી. પહેલી વખત તેઓને પોતાના પ્રેમનો એકરાર કરવામાં ખૂબ જ શરમ આવે છે. બહુ ઓછા કેસમાં જોવા મળે છે કે જ્યાં યુવતી પોતાના પ્રેમનો એકરાર કરે છે, નહિતર યુવકોને જ હંમેશા આવું કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *