મહિલાઓને SORRY કહેવામાં આખરે શા માટે અચકાય છે પુરુષો, રિસર્ચમાં થયો આ વાતનો ખુલાસો

“આઈ એમ સોરી” કહેવામાં તો ફક્ત આ ત્રણ શબ્દ છે, પરંતુ બોલવાની હિંમત દરેક વ્યક્તિમાં હોતી નથી. ખાસ કરીને પરંતુ પુરૂષો “સોરી” બોલવાનું પસંદ કરતાં નથી. ખાસ કરીને જો તેમણે પોતાના પાર્ટનરને “સોરી” બોલવાનું હોય તો આવા તેમને બિલકુલ પસંદ આવતું નથી. અમુક પુરુષોને છોડીને મોટાભાગના પુરુષો મહિલાઓને સોરી કહેતા નથી. તો આખરે પુરુષો આવું શા માટે કરે છે? તેના વિશે અમે તમને અમારા આર્ટિકલમાં વિસ્તારથી જણાવીશું.

  • પુરુષો દ્વારા સોરી ન કહેવાનું મોટું કારણ તેમનો મેલ ઇગો એટલે કે અહંકાર હોય છે. તેમની અંદર એટલો અહંકાર ભરેલો હોય છે કે તેમને સોરી બોલવાથી તેમનું કદ નાનું થઈ જશે એવું લાગે છે અને તેમની શાન ઓછી થઈ જશે એવું લાગે છે.
  • પુરુષોને લાગે છે કે જો તેઓ માફી માગશે તો તેમને કમજોર સમજવામાં આવશે. લોકો વિચારવા લાગશે કે તેઓ પોતાની જવાબદારીઓ ઉઠાવવા માટે સક્ષમ નથી.

  • ઘણા પુરુષો એવું વિચારે છે કે “હું ક્યારેય ખોટો હોઈ શકું નહીં”. તે પોતાની ભૂલનો સ્વીકાર કરતા નથી. તેમને લાગે છે કે તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે અને સામેવાળી વ્યક્તિ ખોટો છે. એટલા માટે અમુક પુરુષો સોરી બોલવાનું તો દૂર પરંતુ પોતાની ભૂલ સ્વીકારી પણ પસંદ કરતા નથી.
  • અમુક પુરુષો એવા પણ હોય છે જે સોરી બોલવાને બદલે માફી માંગવા માટે બીજો રસ્તો શોધી લેતા હોય છે. જેમ કે તે પોતાની પત્નીને કોઈ મોંઘી ગિફ્ટ આપે છે, કોઈ જગ્યાએ ફરવા લઈ જાય છે, એક રોમેન્ટિક માહોલ ક્રિએટ કરીને પ્રેમ વ્યક્ત કરે છે. તેનાથી તેમની પાર્ટનર જાતે જ સમજી જાય છે કે પુરુષ પોતાના કરેલી ભૂલ પર પસ્તાઈ રહેલ છે.
  • ઘણી વખત એવું થાય છે કે પુરુષ ડરને લીધે માફી માંગતા નથી. તેમને લાગે છે કે ક્યાંક તેમના પાર્ટનર તેમને માફી નહીં આપે તો? ક્યાંક વાત વધારે બગડી જશે તો? અથવા તો માફી માંગતા સમયે તેમના થી કોઈ ભૂલ થઈ જશે તો?

  • અમુક પુરુષો એટલા માટે પણ માફી નથી માંગતા કે તેમના “સોરી” કહેવા પર તેમની પત્નીએ તેમને વધુ નીચા બતાવે છે. તેને ટોન્ટ મારવામાં આવે છે અને બધાની સામે અપમાન કરવામાં આવે છે.
  • પુરુષોના સોરી ન બોલવાની પાછળ રૂઢિવાદી વિચારધારા પણ જવાબદાર છે. પોતાની જૂની વિચારધારાને કારણે તેઓ મહિલાઓને સોરી બોલવાનું યોગ્ય સમજતા નથી. તે એક મેલ ડોમિનેટીંગ પર્સનાલિટીમાં રહેવાનું પસંદ કરે છે.

વળી સમયની સાથે સાથે હવે ધીરે ધ-રે પુરુષોની માનસિકતા પણ બદલાવ આવી રહ્યો છે. આજકાલની નવી જનરેશન સમજદાર થઈ ગઈ છે. તે પુરુષ અને મહિલાને એક સમાન સમજે છે. એટલા માટે તેમને માફી માંગવામાં કોઈ પરેશાની થતી નથી.