મહિલાઓ પોતાના પતિને નામથી શા માટે બોલાવતી નથી, સાચું કારણ બહુ ઓછા લોકો જાણતા હશે

હિન્દુ ધર્મનું માનવામાં આવે તો પતિને સાક્ષાત ભગવાનનો દરજ્જો આપવામાં આવેલ છે. તેના અનુસાર પતિની આજ્ઞાનું પાલન કરવું પત્નીનું કર્તવ્ય માનવામાં આવે છે. અમુક પ્રાચીન માન્યતાઓ અનુસાર પતિનું નામ લેવું યોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ આજકાલનાં આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં લવ મેરેજ નું પ્રચલન વધી રહ્યું છે, જેના કારણે યુવતીઓ જરા પણ અચકાયા વગર પોતાના પાર્ટનર નું નામ લેતી હોય છે. પરંતુ હિન્દુ ધર્મ અનુસાર પોતાના પતિનું નામ લેવા પાછળ એક નક્કર કારણ જણાવવામાં આવે છે.

મોટાભાગના લોકો જાણતા હશે કે પ્રાર્થનાથી સાધારણ વ્યક્તિ પણ દેવતુલ્ય બની જાય છે. સ્ત્રી જે પોતે એક શક્તિનું પ્રતિક હોય છે, જ્યારે પોતાના કર્મ વચન અને ધર્મથી પોતાના પતિની પુજા કરે છે તો સામાન્ય વ્યક્તિમાં અમુક દિવ્ય શક્તિ આવી જાય છે. પરંતુ આજકાલની ૨૧મી સદીમાં પોતાના પતિને યુવતીઓ તેમના નામથી જ બોલાવે છે. કારણ કે તેઓ આ બધી વાતો ઉપર વિશ્વાસ કરતી નથી અને આ બધા જુના રીતે રિવાજોને પણ માનતી નથી. આજકાલની યુવતીઓ પોતાને પુરુષોથી પણ વધારે આગળ સમજે છે અને તેમાં કોઈ શંકા નથી કે આજકાલની યુવતીઓ હકીકતમાં દરેક રીતે પુરુષોની બરાબર છે અને પુરુષોની તુલનામાં વધારે નામ કમાઈ રહી છે.

પરંતુ જમાનો ગમે એટલો આગળ નીકળી જાય, પરંતુ જુના રીતિ રિવાજો હંમેશા એ જ રહે છે અને તેનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવે છે. ઘણી બધી મહિલાઓ આજે પણ આ બધી પરંપરાઓનું પાલન કરે છે. પરંપરાઓ અનુસાર દરેક રિવાજ પાછળ કોઈ કારણ જરૂર હોય છે. વળી પતિના નામ ન લેવા પાછળ પણ એક કારણ છે. તો ચાલો તમને જણાવીએ કે પત્નીઓ પોતાના પતિને શા માટે નામથી બોલાવતી નથી.

આપણા શાસ્ત્રો અનુસાર મહર્ષિ વેદ વ્યાસજીને ભગવાનનાં અવતાર માનવામાં આવે છે. તેમના મુખમાંથી નીકળેલી વાણીને ગણેશજીએ સ્કંદ પુરાણમાં પણ લખેલ છે. સ્કંદ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જે ઘરમાં પતિવ્રતા સ્ત્રી આવે છે તે ઘરમાં રહેતા લોકોનું જીવન ખુરશીઓથી ભરાઈ જાય છે. હવે તમને જણાવીએ કે મહિલાઓ શા માટે પોતાના પતિને નામથી બોલાવતી નથી. હકીકતમાં સ્કંદ પુરાણમાં લખવામાં આવેલ છે કે પતિને નામથી બોલાવવાથી તેમની ઉંમર ઘટવા લાગે છે. એટલા માટે પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓ ક્યારેય પણ તેમને નામથી સંબોધિત કરતી નથી.

તે સિવાય સ્કંદ પુરાણમાં એવું પણ લખવામાં આવ્યું છે કે એજ મહિલાઓ પતિવ્રતા કહેવાય છે જે પોતાના પતિના ભોજન કર્યા બાદ ભોજન કરે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ પતિના સુઈ ગયા બાદ સુવે છે અને સવારે પતિના ઉઠતા પહેલા જ ઉઠી જાય છે તેમને જ પતિવ્રતા પત્નીનો દરજ્જો આપવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક પતિવ્રતા સ્ત્રીએ ક્યારેય પણ શૃંગાર કરવો જોઈએ નહીં, જો તેનો પતિ કોઈ કારણને લીધે દુર રહેતો હોય. એટલું જ નહીં એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિ પાસેથી પરવાનગી લીધા વગર કોઈપણ તીર્થસ્થાન અથવા ઉત્સવમાં જવું જોઈએ નહીં.

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રી દરરોજ સવારે પોતાના પતિના હાથેથી સેંથામાં સિંદુર ભરે છે તો આવું કરવાથી પતિની ઉંમર લાંબી થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પતિવ્રતા સ્ત્રીએ ક્યારે પણ ઘરના ઉંબરાની બહાર ઉભા રહેવું જોઈએ નહીં. પતિવ્રતા સ્ત્રીને ઘરનાં ઉંબરાની બહાર ઉભા રહેવું શોભા આપતું નથી.