મજાક-મજાકમાં યુવકો ભંગાર વાળા પાસેથી ખરીદી લાવ્યા જુનું ATM મશીન, તોડવા પર તેમાંથી નીકળ્યું કઈક એવું કે થઈ ગયા માલામાલ

Posted by

સોશિયલ મીડિયા પર અવારનવાર અજીબો-ગરીબ વીડિયો વાયરલ થતા રહે છે. આ વીડિયોમાં અમુક મજેદાર હોય છે, તો અમુક આશ્ચર્યચકિત કરી દેનારા વિડીયો હોય છે. એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે અમુક યુવકો ભંગારવાળા પાસેથી એક જુનુ એટીએમ મશીન ખરીદે છે અને તેને ઘરે લઈને આવ્યા બાદ તેના અલગ-અલગ સ્પેરપાર્ટ ખોલવા લાગે છે અને જ્યારે મશીન સંપુર્ણ રીતે ખુલી જાય છે તો તેમને એટીએમમાંથી લાખો રૂપિયા મળે છે. તેવામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.

વાયરલ થયેલ વિડિયોમાં તમે સાંભળી શકો છો કે એક વ્યક્તિ કહી રહેલ છે કે અમે એટીએમ મશીન ખરીદ્યું છે અને હવે તેમાં જોવાની કોશિશ કરીએ છીએ કે તેમાં અંદર શું છે. ત્યારબાદ એક વ્યક્તિ સતત કોશિશ કર્યા બાદ એટીએમનાં સ્પેરપાર્ટ અલગ અલગ કરે છે અને બાદમાં વીડિયોમાં જોઇ શકાય છે કે કેશ બોક્સ માં ડોલર ની નોટ ભરેલી પડેલી છે, જેને જોઈને યુવકો ખુશીથી ઝુમી ઉઠે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેશ બોક્સમાં યુવકોને અંદાજે ૨૦૦૦ ડોલર પ્રાપ્ત થયા છે. જો ભારતીય રૂપિયા અનુસાર જોવામાં આવે તો તે દોઢ લાખથી પણ વધારે રકમ છે.

રિપોર્ટનું માનવામાં આવે તો એટીએમ મશીન ને તોડી રહેલા આ યુવકો એ તેનો એક વીડિયો પણ બનાવી લીધો હતો અને ટિકટોક ઉપર શેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવકોએ એક વ્યક્તિ પાસેથી આ મશિન ખરીદ્યું હતું તે વ્યક્તિને પણ જાણ હતી નહીં કે જે મશીનને તે વેચી રહેલ છે, તેમાં લાખો રૂપિયા છે. કારણ કે તેની પાસે મશીન ની ચાવી હતી નહીં.

જ્યારે યુવકોએ આ એટીએમ ખરીદ્યું હતું ત્યારે તેમણે તેને તોડવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે બધા યુવકો આ મશીનને તોડી રહ્યા હતા તો તેના બોક્સમાંથી અઢળક પૈસા નીકળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે યુવકોએ આ એટીએમ મશીન ને ૨૨,૩૬૦ રૂપિયામાં ખરીદ્યું હતું.

અહીંયા જુઓ વિડિયો


વીડિયોમાં નજર આવી રહેલ એક યુવક અનુસાર જેની પાસેથી તેમણે એટીએમ ખરીદ્યું હતું તે અવાર-નવાર જુના એટીએમ ખરીદે છે અને વેચે છે. તેવામાં તેમણે આ એટીએમ અમને વેચ્યું હતું. જો અમે આ એટીએમ ખરીદ્યું ન હોત તો તેનો માલિકે તેને કોઈ ભંગારમાં વેચી દીધું હોત. આ ગ્રુપમાં સામેલ એક યુવક કહે છે કે અમે ભંગારવાળા નાં ભાવ થી આ એટીએમ મશીન ખરીદ્યું હતું. કારણ કે તે ખુબ જ જુનું છે અને પાછલા ઘણા વર્ષોથી કામ કરી રહ્યું ન હતું. તેવામાં એટીએમનાં માલીકે તેને વેચવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ અમે ખરીદી લીધા બાદ તેને એક વાર ચેક કરવાની કોશિશ કરી હતી.

આગળ યુવકોએ જણાવ્યું હતું કે અમને એવું લાગતું હતું કે તેમાં પૈસા હોઈ શકે છે અને ત્યારબાદ અમારી શંકા સાચી નીકળી હતી અને અમને આટલા બધા પૈસા મળ્યા હતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વીડિયોમાં તે ખુલાસો કરવામાં નથી આવ્યો કે આ મામલો કઈ જગ્યાનો છે. હાલમાં તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *