મકરસંક્રાંતિનાં દિવસે ભુલથી પણ ના ખાવી જોઈએ આ ૧ ચીજ, જીવનમાં આવે છે ગરીબી

સામાન્ય રીતે તો આખા વર્ષમાં ૧૨ વખત સંક્રાંતિ હોય છે. હકીકતમાં સૂર્યનું એક રાશિથી બીજી રાશિમાં જવું સંક્રાંતિ કહેવાય છે, પરંતુ આ ૧૨ સંક્રાંતિઓ માંથી સૌથી મહત્વપૂર્ણ હોય છે. મકરસંક્રાંતિ જેને દેશમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિમાં સૂર્ય ઉતરાયણ થાય છે અને તેવામાં આ સમયે કરવામાં આવેલા દાન અને પૂજાપાઠનો વિશેષ મહત્વ હોય છે. કારણ કે તેનું ફળ અનેક ગણું વધી જાય છે.

કહેવામાં આવે છે કે આ એજ સમય છે, જ્યારે સૂર્ય પોતાના પુત્ર શનિ સાથે મળવા આવે છે અને શુક્રનો ઉદય થવાથી આ કાળને શુભ કાર્યોની શરૂઆતનો સમય પણ માનવામાં આવે છે. એજ કારણ છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક કામ એવા છે, જેને કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે, તો અમુક કામ બિલકુલ પણ કરવા જોઈએ નહીં. વળી મકરસંક્રાંતિના દિવસે એક ખાસ ચીજનો સેવન ભૂલથી પણ કરવો જોઈએ નહીં, નહીંતર મહાપાપ લાગે છે.

અમુક લોકોની આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા વગર ચા નાસ્તો કરી લેતા હોય છે. જો તમે પણ એવા લોકોમાંથી છો તો ઓછામાં ઓછું મકરસંક્રાંતિના દિવસે તો આવું બિલકુલ પણ કરવું જોઈએ નહીં. આ દિવસની માન્યતા છે કે ગંગા અથવા કોઈ અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરીને તથા દાન પુણ્ય કરીને જ કંઈ પણ ખાવું જોઈએ. વળી જો તમે કોઈ નદીમાં સ્નાન કરવા માટે જઈ શકતા નથી, તો ઓછામાં ઓછું ઘરમાં મકરસંક્રાંતિના દિવસે સૌથી પહેલા સ્નાન કરવાનું કામ કરવું જોઈએ.

મકરસંક્રાંતિ પ્રકૃતિની સાથે ઉજવણી કરવાનો પર્વ છે, એટલા માટે આ દિવસે ઘરની અંદર અથવા તો બહાર કોઈ પણ વૃક્ષ કાપવા જોઈએ નહીં. વળી મકરસંક્રાંતિના દિવસે ગાય અથવા ભેંસનું દૂધ પણ કાઢવું જોઈએ નહીં.

મકરસંક્રાંતિના દિવસે તમારે કોઈપણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં. શરાબ, સિગરેટ, ગુટકા વગેરે ચીજોનું સેવન કરવાથી બચવું જોઈએ. આ દિવસે મસાલેદાર ભોજનનું પણ સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે તલ મગદાળ અને ખીચડી વગેરેનું સેવન કરવું જોઈએ અને આ બધી ચીજોનું યથાશક્તિ દાન કરવું જોઈએ. વળી મકરસંક્રાંતિના દિવસે લસણ, ડુંગળી, માંસ વગેરે ચીજોનું સેવન પણ બિલકુલ કરવો જોઈએ નહીં.

મકરસંક્રાંતિના દિવસે ક્યારેય પણ ઘરના દરવાજા પર આવેલા કોઈ ભિખારી, સાધુ કે અન્ય કોઈ યાચકને ઘરેથી ખાલી હાથે જવા દેવા જોઈએ નહીં. તમારે પોતાના સામર્થ્ય અનુસાર તેમને દાન આપીને વિદાય કરવા જોઈએ. કારણકે આ દિવસે દાનનું ખૂબ જ મહત્વ હોય છે. દાનમાં તલનો કોઈપણ સામાન આપો તો તે વધારે શુભ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ ગુસ્સો કરવો જોઈએ નહીં. આ દિવસે તમારે પોતાની વાણી ઉપર સંયમ રાખવું જોઈએ અને બીજાની સાથે મધુર વાણીમાં વાત કરવી જોઈએ. સામાન્ય રીતે તો તમારો રોજિંદો વ્યવહાર આવો જ હોવો જોઈએ કે તમારી વાતથી કોઈને દુઃખ પહોંચે નહીં, પરંતુ મકરસંક્રાંતિના દિવસે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે સૂર્યદેવની કૃપા મેળવવા માંગો છો તો સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત બાદ મકરસંક્રાંતિના દિવસે ભોજન કરવું જોઈએ નહીં.