યુવતીઓ મેકઅપ વગર પોતાના જીવનની કલ્પના પણ કરી શકતી નથી અને તે વાતને લઈને અવારનવાર તેમની મજાક પણ ઉડાવી આવતી રહેતી હોય છે. તેમ છતાં પણ તેઓ મેકઅપ વગર કોઈપણ જગ્યાએ જતી નથી. પરંતુ ક્યારેક ને ક્યારેક તો તેમણે મેકઅપ વગર રહેવું પડે છે. જો વાત બોલિવૂડની સુંદર એક્ટ્રેસની કરવામાં આવે તો તેઓ પણ મેકઅપ વગર ખૂબ જ અલગ લાગે છે. મેકઅપ વગર તો તમે તેમની એક ઝલક માં બિલકુલ ઓળખી પણ નહીં શકો.
મેકઅપ વગર આવી દેખાય છે એક્ટ્રેસ
એક સમય હતો જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ મેકઅપ વગર સામે આવવાથી અસહજ મહેસૂસ કરતી હતી. પરંતુ આજના સમયમાં તો તેઓ કોઈ પણ સ્થિતિમાં કેમેરાની સામે આવી જતી હોય છે અથવા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ તસવીર શેયર કરી દેતી હોય છે. ઘણી સેલિબ્રિટી આ પ્રકારની સેલ્ફી પોસ્ટ કરી ચૂકી છે. તો ચાલો તમને જણાવીએ કે મેકઅપ વગરની આ દિગ્ગજ અભિનેત્રીઓ કેવી દેખાય છે.
કાજલ અગ્રવાલ
સાઉથ સિનેમા અને બોલિવૂડની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ એક મોટું નામ છે. કાજલ ખૂબ જ સુંદર છે. પરંતુ થોડા સમય પહેલા તેમણે પોતાની મેકઅપ વગરની તસ્વીર શેયર કરી હતી. પોતાની તસવીરમાં કાજલ લખ્યું હતું કે લોકો પોતાને શોધી શકતા નથી. આપણે એક એવી દુનિયામાં છીએ જ્યાં લોકો બહારની સુંદરતા મેળવવા માટે પાગલ છે. કારણ કે સોશિયલ મીડિયા પર આવી સુંદરતાની પ્રશંસા કરવામાં આવે છે. લાખો રૂપિયા કોસ્મેટિક અને સુંદરતામાં ખર્ચ કરીએ છીએ, જેથી પરફેક્ટ બોડી મળી જાય.
સારા અલી ખાન
બોલિવૂડની ઉભરતી એક્ટ્રેસ સારા અલી ખાન અત્યાર સુધીમાં ૩ ફિલ્મોમાં નજર આવી ચૂકી છે અને ત્રણેય ફિલ્મોમાં તે કમાલની નજર આવી છે. તેમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ લવ આજકલ-૨ છે. જેમાં તે કાર્તિક આર્યનની સાથે દેખાઈ રહી છે. લોકોને આ બંનેની જોડી પણ ખૂબ જ પસંદ આવી રહી છે. થોડા દિવસ પહેલા સારાને મુંબઈના એક એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવેલ હતી અને આ દરમિયાન તે મેકઅપ વગર નજર આવી હતી.
સોનમ કપૂર
ફેશન ડિવા કહેવામાં આવતી એક્ટ્રેસ સોનમ કપૂર ફિલ્મ થી વધારે પોતાના ડ્રેસઅપ સેન્સ અને લુક માટે ઓળખવામાં આવે છે. થોડા દિવસ પહેલાં સોનમે પોતાની મેકઅપ વગરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. સોનમે પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જાતે આ તસવીરો શેયર કરી અને લખ્યું કે, “મેકઅપ વગર”.
સુસ્મિતા સેન
પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન હાલના દિવસોમાં પોતાના બોયફ્રેન્ડની સાથે ખૂબ જ ચર્ચા માં રહેલી છે. ૪૪ વર્ષની સુસ્મિતા ૨૮ વર્ષના બોયફ્રેન્ડ સાથેની તેમની આશિકી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેમનો નૂર આજે પણ જળવાઈ રહેલ છે. સુસ્મિતા ની મેકઅપ વગરની તસવીરો પણ ખૂબ જ સુંદર દેખાય છે.
કેટરિના કૈફ
બોલિવૂડ એક્ટ્રેસ જીમ જતા સમયે બિલકુલ પણ મેકઅપ કરતી નથી અને હાલમાં જ તેમની આ તસવીર સામે આવી હતી. તેમાં ખાસ વાત એ છે કે મેકઅપ વગર પણ કેટરીના ખૂબ જ સુંદર નજર આવે છે. કેટરીના છેલ્લી વખત ફિલ્મ ભારતમાં નજર આવી હતી અને તેમની આવનારી ફિલ્મ સૂર્યવંશી છે.