મેકઅપ વગર આવી દેખાય છે સાઉથ ફિલ્મોની આ સુંદર અભિનેત્રીઓ, જુઓ તસ્વીરો

Posted by

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચડિયાતી અભિનેત્રીઓ છે, જે પોતાની સુંદરતાના દમ પર ફેન્સના દિલ જીતી લે છે. પોતાની સુંદરતાના જલવા વીખેરનાર આ એક્ટ્રેસ એક્ટિંગમાં હોશિયાર છે અને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં તેમનો સિક્કો ચાલે છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મી પડદા પર ખૂબ જ સુંદર દેખાતી આ અભિનેત્રીઓ સાધારણ જીવનમાં ખૂબ જ સાદી સિમ્પલ દેખાય છે. જો તમે જાણતા નથી તો આજે અમે તમને અમુક એવી તસ્વીરો બતાવીશું, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

આજે અમે આ આર્ટિકલમાં સાઉથની અભિનેત્રીઓનાં મેકઅપ વગરનાં લુકની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને દરેક યુવતી પોતાને તેમના કરતાં પણ વધારે સુંદર માનશે. તો ચાલો જોઈએ આ અભિનેત્રીઓની મેકઅપ વગરની તસ્વીરો.

સમંથા અક્કીનેની

સાઉથ ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રી પોતાની સુંદરતાથી બધા લોકોના દિલ જીતી લેતી હોય છે. લાખોની સંખ્યામાં તેમના ફેન્સ રહેલા છે અને તે સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. પરંતુ પડદા પર ખૂબ જ સુંદર દેખાતી આ અભિનેત્રી અસલ જીંદગીમાં એકદમ અલગ દેખાઈ રહી છે.

જો તમે સમંથાની ફિલ્મી પડદા વાળી તસ્વીર અને અસલ જિંદગીની તસ્વીરને એક સાથે રાખશો તો કદાચ ઓળખી શકશો નહીં.

નયનતારા

તમિલ ફિલ્મોની જાણીતી અભિનેત્રી નયનતારા પણ સુંદરતાને બાબતમાં કોઈ થી ઓછી નથી. તેમની સુંદરતાના લાખો લોકો દિવાના છે. એટલું જ નહીં લાખોની સંખ્યામાં તેમના ફેન્સ પણ રહેલા છે અને દરેક લોકો તેમની સુંદરતાનાં કાયલ છે.

જોકે રિયલ લાઈફને તેમની તસ્વીરો અને ફિલ્મી પડદા પરની તસ્વીરોમાં જમીન આકાશનું અંતર છે. મેકઅપ વગરની નયનતારા પોતાની સુંદરતાથી બિલકુલ અલગ દેખાઈ રહી છે. તેમના વિશે થતી સુંદરતાને વાતોથી તે ખૂબ જ દૂર દેખાઈ રહી છે.

કીર્તિ સુરેશ

સાઉથની સીને વર્લ્ડમાં કીર્તિ સુરેશનું નામ પણ ખૂબ જ મોટું છે. અભિનેત્રી મહેશ બાબુની ફિલ્મ સરકારૂ વારી પાટા થી પોતાની સાચી ઓળખ બનાવી શકી હતી. કીર્તિ પોતાની દમદાર એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ ફેન્સની વચ્ચે ખૂબ જ મશહૂર છે. પરંતુ ઓફસ્ક્રીન તસ્વીરો જોઇ તમે કીર્તિને ઓળખી શકશો નહીં.

તૃષા કૃષ્ણાનન

તમિલ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ થી લોકોને પાગલ બનાવનાર એક્ટ્રેસ તૃષા કૃષ્ણાનન પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમની ઓફસ્ક્રિન તસ્વીરો અને ઓન-સ્ક્રીન તસ્વીરોમાં ખૂબ જ ફરક છે. એક્ટ્રેસ અવારનવાર પોતાના વર્કઆઉટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ તસ્વીરો જો તમે પડદા પર દેખાતી સુંદર તૃષા કૃષ્ણાનન સાથે તુલના કરશો તો તમે ઉદાસ થઈ જશો.

પૂજા હેગડે

દક્ષિણ ભારતીય ફિલ્મોની સુપરસ્ટાર એક્ટ્રેસ પૂજા હેગડે સામાન્ય રીતે પડદા પર ખૂબ જ સુંદર નજર આવે છે. મળી મેકઅપ વગર તેમની આ સુંદરતા ગાયબ થઈ જાય છે. તેમની તસ્વીરોની પણ તમે તુલના કરશો તો તમને આશ્ચર્ય થશે.

તમન્ના ભાટિયા

ફિલ્મ બાહુબલીથી પોતાની અલગ ઓળખ બનાવનારી તમને ભાટીયાની સુંદરતાથી તો બધા જ લોકો પરિચિત હશો. તેની સુંદરતાના ફક્ત ફ્રેન્ડ્સ જ કાયલ નથી, પરંતુ ઘણા ફિલ્મી સ્ટાર્સ પણ તેમના દિવાના છે. વળી જો તેમની ઓફસ્ક્રિન તસ્વીરોને જોવામાં આવેતો તે ખૂબ જ અલગ છે. તમન્ના ભાટિયા પડદા પાછળ એક સાધારણ યુવતી જેવી જ દેખાય છે.

રશ્મિકા મંદાના

કર્ણાટક ક્રશ તરીકે ઓળખાતી એક્ટ્રેસ રશ્મિકા મંદાના ની મેકઅપ વગરની તસ્વીરો જોઇને તમે હકીકતમાં આશ્ચર્યચકિત થઈ જશો. તેમના ફેન્સને વિશ્વાસ નહીં થાય કે ક્યૂટ દેખાતી આ એક્ટ્રેસ રશ્મિકા જ છે. પડદા પર પોતાની પોતાની સુંદરતાનો જાદુ બતાવતી રશ્મિકાની અસલ તસ્વીર તમે નહીં જોઈ શકો છો.

કાજલ અગ્રવાલ

ફક્ત સાઉથ ફિલ્મોમાં જ નહીં પરંતુ હિન્દી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ અને સુંદરતાનો દમ દેખાડી ચૂકેલ કાજલ પણ પડદા પાછળ બિલકુલ અલગ દેખાય છે. તેમની નોર્મલ લાઈફની તસ્વીરો જોઇને તમે કહી શકશો નહીં કે આ કાજલ અગ્રવાલ જ છે.

જણાવી દઈએ કે એક્ટ્રેસ હાલમાં જ પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કરેલા છે. જેના કારણે પાછલા દિવસોમાં કાજલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી હતી. જણાવી દઈએ કે હાલના દિવસોમાં કાજલ પોતાના પતિ ગૌતમ સાથે હનીમૂન મનાવી રહી છે.

શ્રુતિ હસન

સાઉથ સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતા માંથી એક કમલ હસનની દીકરી શ્રુતિ હસન આ અભિનેત્રીને લિસ્ટમાં આવતી નથી, જેમની સુંદરતા પડદા સુધી જ સીમિત રહેલી છે. પરંતુ તે અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે, જે પડદા પર અને પડદા પાછળ પણ એટલી જ સુંદર લાગે છે. શ્રુતિ મેકઅપ વગર પણ ખુબ જ સુંદર દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *