મલાઇકા અરોરા જેવુ પરફેક્ટ ફિગર મેળવવા માંગો છો તો આજથી જ શરૂ કરી દો આ ફિઝિકલ ઍક્ટિવિટી

Posted by

ફિલ્મ જગતમાં એક્ટ્રેસની ફિટનેસની વાત હોય તો બધાના દિમાગમાં મલાઈકા અરોડા અને શિલ્પા શેટ્ટીનું નામ જરૂર આવવા લાગે છે. બંને જ એક્ટ્રેસે પોતાના શરીરને આજે પણ એકદમ સ્લિમ અને ફિટ રાખ્યું છે. તમને જણાવી દઈએ કે મલાઈકા તો ૪૭ વર્ષની થઇ ગઇ છે. પરંતુ આજે પણ એમની ફિટનેસ જોઇને એમની ઉંમર ખબર નથી પડી શકતી. મલાઈકા ખુબ જ ફીટ અને સુંદર છે.

નથી દેખાતી ઉંમરની અસર

મતલબ મલાઈકા લોકો માટે પ્રેરણા બની ગઈ છે. તેમણે એક સમયમાં પોતાની એક્ટિંગનો કમાલ બતાવ્યો હતો. આજે તે પોતાની ફિટનેસને લઈને લોકોના દિલમાં વસી ગઈ છે. તમને જણાવી દઈએ કે પોતાની બોડીને ફિટ કરવા માટે તે રેગ્યુલર રૂપથી યોગ અને  મેડિટેશનને ઘણું માને છે. તેમના પ્રમાણે ઉંમર કોઈપણ રહે, દરેકનો એક ફિટનેસ ગોલ રહેવો જોઈએ. માત્ર વજન ઓછુ કરવું જ બધું નથી હોતું. પરંતુ એને હંમેશા જાળવી રાખવું તમારી પ્રાયોરીટી રહેવી જોઈએ.

નિયમિત રૂપથી કરે છે યોગ

તે પોતાના શરીરને ફિટ અને મેઇન્ટેન કરવા માટે રોજનાં યોગ કરે છે. મલાઈકા સમજે છે કે યોગ સારી માનસિકતા અને ઊર્જા સાથે દૈનિક જીવન જીવવાની એનર્જી આપે છે. તે આવશ્યક છે કે તમે ઘણીવાર નવા આસન કરે શકો છો. યોગ સાથે જ તમે ઘણા ફિઝિકલ ઍક્ટિવિટી જેમ કે દોડવું, ચાલવું, તરવું બીજું પણ ટ્રાય કરી શકો છો.

મલાઈકા અરોડાનો ફિટનેસ મંત્ર

જણાવી દઇએ કે પોતાની બોડીને ફિટ રાખવા માટે મલાઈકાએ ૨૦૨૧ માટે પોતાના ફિટનેસ ગોલ ડિસાઈડ કર્યો, જેના કારણે તે રેગ્યુલર આ બધા પર વિશેષ રૂપથી ધ્યાન આપે છે. એના ઉપયોગથી તમે પણ તમારી બોડીને ફિટ રાખી શકો છો. જીવનમાં હોલિસ્ટિક લિવિંગ ની રીત અપનાવવી, ઓર્ગેનિક ખરીદવું, મન લગાવીને ખાવું, ધ્યાન લગાવો, યોગ કરવા જેવા નાના મોટા બદલાવ તમને લાંબા સમય સુધી યુવાન અને સુંદર રાખે છે. જ્યારે મલાઈકાએ બતાવ્યું કે ઘણી સખત ડાયટ પ્લાન ન બનાવો, પરંતુ એમાં બદલાવો કરતા રહો. તેનાથી એ જાણવા મળશે કે તમારી બોડીને શું સુટ કરે છે. ડાયટ સેટ કરવા પહેલાં તમારા ડૉક્ટર કે ડાયેટિશિયન સાથે મુલાકાત કરો. મલાઈકા કોઈ વિશેષ ડાયટ નથી લેતી, જે એમનું મન કરે છે એ લે છે.

મલાઈકાનું ડેઇલી રૂટિન

તેમણે બતાવ્યું યોગ સેશન સાથે દિવસ શરૂ કરો. ત્યારબાદ એક્ટિવિટીઝ જેમ કે સ્વિમિંગ, વોકિંગ કરો. ફિટનેસ એક્ટિવિટીઝ દિવસમાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ કરો. એક્સરસાઇઝ ને ૬૦  મિનિટનો સમય આપો. તમારા ફિટનેસ ગોલ નક્કી કરો. કોઈ વિશેષજ્ઞ સાથે પરામર્શ કરો. પોતાના આહારમાં નોર્મલ ચેન્જ કરો. પોતાની બોડી, આત્મા અને દિમાગનું બેલેન્સ બનાવો. મન શાંત રહેશે. ફિટનેસ ટ્રેનિંગ માટે બ્રાન્ડેડ બુટ અને ગિયરમાં ઈન્વેસ્ટ કરી શકો છો. એટલે ફિટનેસ પ્લાન પર બની રહો. સંયમ રાખવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *