મનોરંજનની દુનિયામાં બધા કલાકારો સામાન્ય રીતે તો ચર્ચામાં રહેતા હોય છે. કોઈ પોતાની સુંદરતા માટે તો કોઈ પોતાના શાનદાર એક્ટિંગ માટે, પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં અમુક એવા કલાકાર પણ છે જે પોતાના નામને લીધે પણ ચર્ચામાં આવતા હોય છે. આવું જ એક નામ આવે છે મલાઈકા અરોરાનુ. મલાઈકા અરોડા ની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. મલાઈકા અરોડા એક એવી અભિનેત્રી છે, જે પોતાના દરેક અંદાજથી લોકોનું દિલ જીતી લેતી હોય છે. એ જ કારણ છે કે સોશિયલ મીડિયા ઉપર પણ તેનો ખુબ જ દબદબો રહેલો છે.
એવું ખુબ જ ઓછું જોવામાં આવે છે કે જ્યારે અભિનેત્રી મલાઈકા અરોડા પોતાની કોઇ વાતને લઇને ચર્ચામાં ન રહેલી હોય. હાલમાં જ તેણે પોતાના નિકનેમ એટલે કે હુલામણા નામનો ખુલાસો કર્યો છે, જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. જણાવી દઈએ કે હાલના દિવસોમાં મલાઈકા અરોડા “ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર-૨” માં જજ નાં રૂપમાં નજર આવી રહી છે. વળી આ દરમિયાન જ્યારે એક કન્ટેસ્ટન્ટ મેયિતેમ્સુ નાગા એ પોતાના નામને કારણે જજને પોતાનું નિકનેમ જણાવ્યું હતું તો બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે તેને “મિમી” નાં નામથી ઓળખવામાં આવે છે.
જ્યારે કન્ટેસ્ટન્ટે પોતાનું નિકનેમ “મિમી” જણાવ્યું તો જજ નાં રૂપમાં હાજર મલાઈકાએ કહ્યું હતું કે બધા લોકો તેને પણ “મિમી” નાં નામથી બોલાવે છે. એક સમયે તેનું નિકનેમ “મિમી” રહેલ હતું. મલાઈકા અરોડા ની આ વાતને સાંભળીને તેની સાથે હાજર રહેલા અન્ય જજ પણ આશ્ચર્યચકિત બની ગયા હતા. કારણ કે તેમણે પણ આ પહેલાં ક્યારેય પણ મલાઈકા અરોડાનું નિકનેમ સાંભળ્યું ન હતું. બોલીવુડ ઇંડસ્ટ્રીમાં મલાઇકા અરોરા ખુબ જ ઓછી ફિલ્મોમાં કામ કરે છે, પરંતુ તે સતત રિયાલિટી શોમાં જજ તરીકે નજર આવે છે અને પોતાની સુંદરતા અને પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.