મળી ગઈ છે ડાયાબિટીસ ની આયુર્વેદિક જડીબુટ્ટી, આ છોડનાં ૪ પાન ચાવી લેવાથી નહીં વધે ડાયાબિટીસ

Posted by

ડાયાબીટીસ એક ગંભીર બીમારી છે. દુનિયામાં તે ઝડપથી વધી રહી છે. આઈડીએફ ડાયાબિટીસ નાં એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૧ માં લગભગ ૫૩૭ મિલિયન વયસ્ક (૨૦-૭૯ વર્ષ) ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે. જેટલી ઝડપથી આ બીમારી ફેલાઈ રહી છે, તેને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ડાયાબિટીસથી પીડિત લોકોની કુલ સંખ્યા ૬૪૩ મિલિયન અને ૨૦૪૫ સુધીમાં ૭૮૩ મિલિયન વધવાનું અનુમાન છે.

Advertisement

ડાયાબિટીસ એક એવો રોગ છે, જેમાં વ્યક્તિનું અગ્નાશય શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ રાખનાર ઇન્સ્યુલિન હોર્મોનનું ઉત્પાદન ઓછુ કરી નાખે છે અથવા તો અટકાવી દેતું હોય છે. તેનાથી લોહીમાં બ્લડ શુગરની માત્રા વધવા લાગે છે. જેનાથી ઘણી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. એ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગર કન્ટ્રોલ રાખવું ખુબ જ જરૂરી છે.

ડાયાબિટીસનાં દર્દીઓ માટે બ્લડ શુગર કંટ્રોલ રાખવા માટે સામાન્ય રીતે તો ઘણી દવા ઉપલબ્ધ છે, પરંતુ એક હેલ્ધી ડાયટ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ દ્વારા તેને કંટ્રોલ રાખી શકાય છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં અમુક જડીબુટ્ટીઓ પણ સિદ્ધ સાબિત થયેલ છે અને તેનાથી શુગરના દર્દીઓમાં સકારાત્મક પ્રભાવ જોવામાં આવે છે. આવી જ એક જડીબુટ્ટી અરુગુલા પણ છે. તો ચાલો જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે તે કેવી રીતે લાભદાયક છે.

અરુગુલા નાં છોડને Rocket અથવા Eruca vesicaria પણ કહેવામાં આવે છે. તેનો સ્વાદ થોડો તીખો હોય છે અને તે દેખાવમાં કાંટાદાર પાનવાળા લાગે છે. આ પાનને શાક બનાવવા અને સલાડના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં તે કૃસિફેરસ પરિવારની એક શાકભાજી છે. જેમાં ભિન્ન પ્રકારના લીલા પાનવાળા શાકભાજી જેમ કે કોબી સામેલ છે. આ શાકમાં નાઇટ્રેટ અને પોલિફેનોલ્સ ની માત્રા વધારે મળી આવે છે. વર્ષ ૨૦૧૪નાં એક અધ્યયનમાં મળી આવ્યું હતું કે નાઇટ્રેટ નું સેવન કરવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.

જો વાત કરવામાં આવે તેના પોષક તત્વોની તો આ લીલા રંગના પાન બધા પ્રકારના જરુરી એન્ટીઓક્સીડેન્ટ, ફાયબર અને ફાઈટોકેમિકલ્સ મળી આવે છે. તે સિવાય તેમાં આયરન, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશ્યમ અને ફોસ્ફરસ નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તે વિટામિન સી, ઈ અને કે નો ભંડાર છે. ઘણા અધ્યાયનો માં મળી આવ્યું છે કે શાકભાજી ખાવાથી ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. વર્ષ ૨૦૧૬નાં એક અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે પાનવાળા લીલા શાકભાજી ડાયાબિટીસને અટકાવવામાં વિશેષ રૂપથી ફાયદાકારક હોય છે.

એક ટેસ્ટ ટ્યુબ અધ્યયનથી જાણવા મળ્યું હતું કે અરુગુલા નાં રસથી ઉંદરની કોશિકાઓમાં એન્ટીડાયાબીટીક પ્રભાવ જોવા મળ્યો હતો. શોધકર્તાઓએ ઉંદરની કોશિકાઓમાં ગ્લુકોઝ ઝડપી અને ઉત્તેજિત કરીને તેના રસથી થતા પ્રભાવના પરિણામ મેળવ્યા હતા. અરુગુલા પાનમાં ભરપુર માત્રામાં ફાઈબર મળી આવે છે. ફાઈબર બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે અને તે ઇન્સ્યુલીન રેસિસ્ટન્સ ને ઓછું કરી શકે છે. હાઈ ફાઈબર વાળી ચીજોને ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે, જેનો મતલબ છે કે તમે નકામી ચીજો ખાવાથી બચી શકો છો.

તમે સલાડનાં રૂપમાં પણ તેનું સેવન કરી શકો છો. તે સિવાય જો તમે તેનુ શાક બનાવીને ખાવાનો છો તો તે પણ સારો વિકલ્પ રહે છે. તેના સ્વાદને વધારવા માટે લોકો ઘણી અન્ય ચીજો તેની સાથે ઉમેરીને ખાવાનું પસંદ કરે છે. તમે દરરોજ તેના અમુક પાન ચાવી શકો છો અથવા તેનો રસ કાઢીને તેનું સેવન પણ કરી શકો છો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.