મળી ગયો પતિને કાબુમાં રાખવાનો રામબાણ ઉપાય, દરેક પત્નીઓએ જરૂરથી વાંચવું

Posted by

કોઈપણ યુવતી માટે લગ્ન જીવન સૌથી મોટો બદલાવ હોય છે સાત ફેરા લીધા બાદ તે પોતાનું ઘર છોડીને અજાણ્યા ફેમિલીમાં રહેવા માટે જાય છે. આ નવા ઘર એટલે કે સાસરિયામાં તેમને સૌથી મોટો હમદર્દ તેમનો પતિ હોય છે. પત્ની તેમની સાથે પોતાના સુખ દુખ અને પરેશાનીઓને શેયર કરી શકે છે. જોકે પતિ તેમની વાત ન માને, કેયર ન કરે, અન્ય લોકોના કહેવા પર તેમને દુઃખ આપે અથવા તેમના પ્રત્યે પ્રેમ ઓછો થઈ જાય તો પત્નીઓને ખૂબ જ દુઃખ થતું હોય છે.

ઘણા પતિ લગ્ન બાદ વફાદાર પણ રહેતા નથી. પત્ની સાથે દગો કરવા લાગે છે અથવા તો ખોટું બોલવા લાગે છે. તેવામાં પત્ની એવું વિચારે છે કે કાશ તેમના પતિ તેમની દરેક વાત માને અને તેમના ઈશારા પર ચાલે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો પોતાના પતિને કાબુમાં રાખવાનું સપનું દરેક પત્ની જોતી હોય છે. તેવામાં આજે અમે તમને પતિને કાબુમાં રાખવા માટેની અમુક ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ.

  • પતિ સાથે વધુ અને સારો સમય પસાર કરો. તેનાથી તે તમારામાં ખોવાયેલા રહેશે અને તેને અન્ય કોઈ મહિલા સાથે અફેર ચલાવવાનો સમય મળશે નહીં અને મનમાં વિચાર પણ આવશે નહીં.
  • સ્ત્રીઓની સુંદરતા આગળ દરેક પુરુષ લપસી જતો હોય છે. એટલા માટે લગ્ન બાદ પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસમાં ધ્યાન રાખવું. ન્યુ હેર કટ, મેકઅપ અને સારા કપડા થી તમે લગ્ન બાદ પણ પતિનાં ફેવરિટ બનીને રહેશો, પછી તેઓ તમારી કોઈ વાતને ટાળી શકશે નહીં.
  • પ્રેમ અને વિનમ્રતા સૌથી મોટા હથિયાર હોય છે. પતિ સાથે હંમેશા પ્રેમ અને વિનમ્રતા થી વાત કરો. તેમને સંપૂર્ણ માન-સન્માન આપો. તેમના સ્વાભિમાનને ક્યારેય પણ ઠેસ પહોંચાડવી નહીં. પછી જુઓ તેઓ કેવી રીતે તમારી દરેક વાતમાં વાર લાગશે અને તમને ક્યારેય ના કહેશે નહીં.

  • ઘણી પત્નીઓની આદત હોય છે કે તેઓ વાત-વાતમાં પતિને ટોન્ટ મારે છે. તેનાથી પતિ તમને નફરત કરવા લાગે છે અને તમારી વાત માનવાથી ઈનકાર કરી દેતા હોય છે. એટલા માટે આ આદત છોડી દેવી જોઈએ.
  • અમુ કપત્નીઓ પતિ પર વારંવાર શંકા કરતી હોય છે. તેઓ ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે જેવી વિગતો વારંવાર પૂછતી રહે છે. તેનાથી સંબંધોની વચ્ચે વિશ્વાસ ઓછો થઈ જાય છે. તમારે આવું ન કરવું જોઈએ, નહિતર પતિ હાથમાંથી નીકળી જશે.
  • પતિને સુખ અને દુઃખ બંને સમયમાં સારી કેયર કરો, ત્યારે તેમને અહેસાસ થશે કે તમે તેમનો કેટલો ખ્યાલ રાખો છો, તો તેઓ તમારી દરેક વાત માનશે.

  • પતિને કાબુમાં રાખવા માટે થોડી આઝાદી આપવી પણ જરૂરી હોય છે. તેમને થોડી પર્સનલ સ્પેસ પણ આપો. દરેક વાત પર રોક-ટોક કરવી જોઈએ નહીં.
  • જૂની વાતોને ભૂલવામાં જ સંબંધોની ભલાઈ છે. જૂની વાતો ઉખેડીને પતિ સાથે વારંવાર લડાઈ કરવી જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *