ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્ર વિશે બધા લોકો જાણે છે. સુદર્શન ચક્રને ખુબ જ શક્તિશાળી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણ જેની ઉપર સુદર્શન ચક્ર છોડતા હતા તે સુદર્શન ચક્ર પોતાના ઉદેશ્યને પુર્ણ કરીને જ પરત આવતું હતું. સુદર્શન ચક્ર એક એવું અચુક અસ્ત્ર હતું, જેને છોડ્યા બાદ તે લક્ષ્યનો પીછો કરતું હતું અને તેનું કામ તમામ કરીને ફરીથી છોડવામાં આવેલા સ્થાન ઉપર આવી જતું હતું. ચક્રને ભગવાન વિષ્ણુની તર્જની આંગળી ઉપર ફરતું બતાવવામાં આવેલ છે, પરંતુ સુદર્શન ચક્ર ભગવાન શ્રીકૃષ્ણનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે.
સુદર્શન ચક્ર કોણે બનાવ્યું
ધાર્મિક ગ્રંથોમાં સૌથી વિનાશક હથિયારોમાં તેનું નામ લેવામાં આવે છે. શ્રીકૃષ્ણના સુદર્શન ચક્ર સાથે જોડાયેલી ઘણી કહાનીઓનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણ પહેલા સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ પાસે હતું, પરંતુ બાદમાં તે ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવી ગયું.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પાસેથી સુદર્શન ચક્ર શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયું હતું. સુદર્શન ચક્ર વિશે ભાગવત પુરાણમાં વર્ણન મળે છે કે તે કોઈપણ ચીજને શોધવા માટે સક્ષમ હતું. સાથોસાથ તેને સૌથી વધારે વિધ્વંશક શાસ્ત્રો માંથી એક માનવામાં આવે છે. તેનો ઉપયોગ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ક્રોધિત થવા પર દુર્જનોનાં સંહાર માટે કરવામાં આવતો હતો.
કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર નું નિર્માણ ભગવાન વિષ્ણુએ નહીં, પરંતુ ભગવાન શિવજીએ કરેલ હતું. તેના નિર્માણ બાદ શિવજીએ આ ચક્ર ભગવાન વિષ્ણુને સોંપી દીધું હતું. આ સંબંધમાં શિવ પુરાણનાં કૌટિલ યુદ્ધ સંહિતામાં એક કથાનું વર્ણન મળે છે. જ્યારે રાક્ષસોનો અત્યાચાર વધી ગયો હતો, ત્યારે બધા દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કૈલાશ પર્વત ઉપર જઈને ભગવાન શિવની વિધિવત આરાધના કરી. તેઓ તેમના હજારો નામોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. પ્રત્યેક નામ પર એક કમળનું ફુલ ભગવાન શિવને ચડાવવામાં આવતું હતું.
ત્યારે ભગવાન શિવજીએ ભગવાન વિષ્ણુની પરીક્ષા લેવા માટે તેમના દ્વારા લાવવામાં આવેલા એક હજાર કમળના ફુલમાંથી એક ફુલ છુપાવી દીધું. એક ફુલ ઓછું જોઈને ભગવાન વિષ્ણુ તેને શોધવા લાગ્યા, પરંતુ તેમને તે ફુલ મળ્યું નહીં. ત્યારે ભગવાન વિષ્ણુએ તે ફુલની આપુર્તિ માટે પોતાની એક આંખ કાઢીને ભગવાન શિવને અર્પિત કરી દીધી. વિષ્ણુજીની આ ભક્તિને જોઈને ભગવાન શિવજી અત્યંત પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે વિષ્ણુ જઈએ રાક્ષસોને સમાપ્ત કરવા માટે એક અજેય અસ્ત્રનું વરદાન માગ્યું. ત્યારબાદ ભગવાન શિવજીએ વિષ્ણુજીને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું.
મહાભારત બાદ સુદર્શન ચક્ર ક્યાં ગયું
શું તમે જાણો છો કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ શસ્ત્ર ઉઠાવ્યા ન હતા? કારણ કે તેઓ જાણતા હતા કે જો તેમણે શસ્ત્ર ઉઠાવી લીધા તો તેમની સામે કોઈ ટકી શકશે નહીં અને બધા મૃત્યુ પામશે. શ્રીકૃષ્ણ ઇચ્છતા હતા કે બંને પક્ષને એકસરખો અવસર મળે. પરંતુ શ્રીકૃષ્ણ પાસે એવી કહી શકતી હતી જેનાથી તેઓ એક જ પળમાં યુદ્ધ સંપન્ન કરી શકતા હતા અને તે હતું ભગવાન શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર.
કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર એક એવું અચુક અસ્ત્ર હતું જેને છોડ્યા બાદ તે પોતાના લક્ષણો પીછો કરતું હતું અને તેનું કામ તમામ કરીને પરત આવતું હતું. સુદર્શન ચક્ર શત્રુ ઉપર ચલાવવામાં આવતું ન હતું પરંતુ તે પ્રહાર કરનારની ઈચ્છા શક્તિથી મોકલવામાં આવતું હતું. આ ચક્ર કોઈપણ ચીજ ને ખતમ કરવાની ક્ષમતા રાખે છે.
પુરાણોમાં જણાવવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ સુર્યના તેજથી ત્રણ ચીજોનું નિર્માણ કર્યું હતું, જેમાં પુષ્પક વિમાન, ત્રિશુલ અને સુદર્શન ચક્ર સામેલ છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે મહાભારત બાદ સુદર્શન ચક્ર ક્યાં ગયું? તો તેનો જવાબ આપણને ભવિષ્ય પુરાણમાં મળે છે. તેમાં લખવામાં આવેલ છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યારે સુદર્શન ચક્ર એજ જગ્યાએ માટીમાં દફન થઈ ગયું હતું અને કળયુગમાં જ્યારે ભગવાન વિષ્ણુ ફરીથી કલ્કી રૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવશે, ત્યારે એકવાર ફરીથી તેઓ સુદર્શન ચક્ર ધારણ કરશે.