માલિકનો જીવ બચાવવા માટે પાળતું કુતરાએ સાંપ સાથે કરી લડાઈ અને પોતાનો જીવ ગુમાવ્યો, વફાદારી જોઈને પરિવાર રડી પડ્યો

Posted by

ઓરાઇ કોતવાલી વિસ્તારનાં જયરામપુરમાં સાંપનાં હુમલા થી પોતાના માલિકને બચાવવા માટે પાળતું કુતરાએ પોતાનો જીવ ગુમાવી દીધો, પરંતુ માલિક સુધી ન પહોંચવા દીધો. રવિવારની રાત્રે મુખ્ય ગેટ પર ચોકીદાર સાથે પાલતું જર્મન શેફડ પ્રજાતિનાં કુતરા શેરુ અને કોકો પણ હાજર હતા. આ વચ્ચે મુખ્ય ગેટ થી ઝેરીલો સાંપ ઘરમાં પ્રવેશવા લાગ્યો, તો બંને કુતરા એલર્ટ થઈ ગયા. આ દરમિયાન શેરુ અને કોકો ની નજર તેના પર પડી તો તેઓએ ભસવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ ચોકીદારે ધ્યાન આપ્યું તો તેના હોશ ઉડી ગયા.

બંને જ ભસવાની સાથે સાંપને ત્યાંથી જવાની ચેતવણી આપવા લાગ્યા. પરંતુ કાળ બનેલો સાંપ જ્યારે ઘરમાં પ્રવેશવા ની જીદ પર અડગ હતો તો લગભગ કલાક થી વધારે સમય સુધી ચાલેલી લડાઈ બાદ સાંપને બે અલગ-અલગ હિસ્સામાં કરી નાંખ્યો. જોકે ઝેરનાં અસરથી થોડા સમય પછી બંને વફાદાર કુતરાએ પણ દમ તોડી દીધો. વફાદાર કુતરાની આ કુરબાની પર પરિવારના લોકો ઘણા રડ્યા. જેમને પણ આ વફાદારીની દાસ્તાન ખબર પડી તો બધા ક્યારેક કાળ બનેલા ટુકડામાં વહેંચાયેલા નાગને જોઈ રહ્યા હતા, તો ક્યારેક બેજાન પડેલા બંને કુતરાઓને જોઇને ભાવુક થઇ રહ્યા હતા.

માલિકને બચાવવામાં પોતાનો જીવ ગુમાવી દીધો

ઓરાઇ ક્ષેત્રના જયરામપુર નિવાસી ચિકિત્સક રાજન પોતાના આવાસ પર બે પાળતું કુતરાને રાખ્યા હતા. એકનું નામ શેરુ અને બીજાનું નામ કોકો રાખ્યું હતું. રાત્રે ચોકીદાર ગડ્ડુ મુખ્ય ગેટ પર ડ્યુટી કરી રહ્યો હતો. તેમની સાથે જ કુતરા પણ પરિસરમાં આમતેમ ફરી રહ્યા હતા. તેની વચ્ચે ૫ ફુટનો ઝેરીલો સાંપ ગેટ ની અંદર પ્રવેશ કરવા લાગ્યો. વફાદાર કુતરાએ પહેલાં તો સાંપને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કુતરા સાથે લડી પડ્યો. ચોકીદાર ગુડ્ડુ તેમને દુર રાખવાનો પ્રયાસ કરવાની સાથે જ બંનેને ડંખથી બચાવવાના પણ પ્રયાસ કરતો રહ્યો. પરંતુ બંને જ કુતરા પર જાણે કાળ પર વિજય પ્રાપ્ત કરવાની ધુન ચડી હતી. સાંપ નાં ક્રોધને જોઈને ચોકીદારની પણ હાલત ખરાબ થઇ ગઇ અને તેણે ડરને લીધે તેણે પણ પોતાના ડગલાં પાછળ હટાવવા પડ્યા.

પરંતુ બંને કુતરાઓએ મોરચો છોડ્યો નહીં અને છેલ્લા શ્વાસ સુધી કાળ બની રહેલા ઝેરીલા નાગ ફેણ કચડી નાંખવા માટે જીવ જોખમમાં મુક્યો. સાંપ અને કુતરાની લડાઈથી સ્થિતિ બગડતાં જોઈ ચોકીદારે પણ માલિકને ત્યાં બોલાવી લીધા. પરંતુ કુતરા સાંપ સાથે સતત લડી રહ્યા. આખા પરિસરમાં ફરીને કલાક થી વધારે સમય સુધી જંગ દરમિયાન સાંપને પરાસ્ત કરતા તેને બે અલગ-અલગ હિસ્સામાં કરી દીધો. જાણકારી થયા બાદ ચિકિત્સકને પણ સુચના આપવામાં આવી. જ્યાં સુધી કુતરાને સારવાર કરે ત્યાં સુધી તે બંને પરિસરમાં પડી ગયા અને થોડા જ સમય પછી બંને કુતરાનું નિધન થઈ ગયું.

કુતરાની વફાદારી પર પરિવાર ખુબ જ રડ્યો

ચોકીદારનાં ચીસો પાડયા બાદ આસપાસ કામ કરી રહેલા લોકો ભેગા થઈ ગયા. વફાદાર કુતરા અને નજીક પડેલા સાંપને જોઈને આવાક કહી ગયા. પોતાના માલિકને બચાવા વાળા કુતરાની વફાદારીની ખબર જ્યારે ઘર પર પહોંચી તો પરિવારમાં તેમની પત્ની અને બાળકો  શેરુ અને કોકો ની કુરબાનીને લઈને ખુબ જ રડ્યા. આ પરિવારને જીવ બચવા પર જેટલો આનંદ છે, એટલું જ તેમને પોતાના પાળતું કુતરા શેરુ અને કોકો ની કુરબાની પર દુઃખ પણ છે. પરિવારે સવારે બંનેની મૃત્યુ પછી ભીની આંખ સાથે તેમનો અંતિમ સંસ્કાર કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *