મોલ આપણા બધા લોકોના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે. જ્યારે પણ આપણે શોપિંગ કરવાની હોય જ છીએ તો આપણે મોલમાં ચાલ્યા જઈએ છીએ. તે સિવાય શોપિંગ માંથી કંટાળી ગયા બાદ મોલમાં જ મુવી જોઈને ઘણો ખરો સમય પણ પસાર કરી લેતા હોઈએ છીએ. જો તેનાથી આપણું મન ભરાઈ નહીં અને મિત્રોની સાથે પાર્ટી કરવાનો મુડ બની જાય તો ફુડ કોર્ટમાં આરામથી બેસીને ખાવાનો આનંદ માણીએ છીએ.
મોટાભાગના મોલમાં જ્યારે આપણે મુવી જોવા માટે અથવા તો મિત્રો સાથે પાર્ટી કરવા માટે જઈએ છીએ તો આપણે મોલના ટોપ ફ્લોર ઉપર એટલે કે ઉપરના માળ સુધી પહોંચવું પડે છે. લગભગ બધા મોલમાં આ રીતે જ થિયેટર અને ફુડ કોર્ટને ટોપ ફ્લોર પર બનાવવામાં આવે છે. આ બાબતમાં ઘણા લોકોનું ધ્યાન ગયું હશે તો ઘણા લોકોએ આ વાત ઉપર કોઈ ધ્યાન આપ્યું જ નહીં હોય.
પરંતુ આ રીતે ટોપ ફ્લોર પર થિયેટર અને ફુડ કોર્ટ બનાવવા પાછળ એક ખાસ કારણ રહેલું છે. આપણામાંથી મોટાભાગના લોકોને આ વાતની સાચી જાણકારી હોતી નથી. મોલમાં આઉટલેટ પર લોકોને આકર્ષિત કરવા માટે નવી-નવી સ્કીમ અને નવા નવા ઉપાય અજમાવવામાં આવતા હોય છે. ઘણી વખત આપણે કંઈ પણ ખરીદી ન કરવી હોવા છતાં પણ સેલ અને સ્કીમની જાળમાં ફસાઈને કંઈકને કંઈક ખરીદી અવશ્ય કરી લેતા હોઈએ છીએ.
આટલું બધું કર્યા બાદ પણ શું તમે ક્યારે તે વાત ઉપર ધ્યાન આપ્યું છે કે આખરે મોટાભાગના મોલમાં ફુડ કોર્ટ અને સિનેમાઘર નીચે અથવા વચ્ચેવાળા ફ્લોર ઉપર હોતા નથી, પરંતુ ટોપ ફ્લોર ઉપર જ શા માટે બનાવવામાં આવે છે. જો તમે જાણતા નથી તો આજે અમે તમને જણાવીશું કે સિનેમા ઘર અને ફુડ કોર્ટ ઉપરના માળ ઉપર એટલે કે ટોપ ફ્લોર ઉપર શા માટે બનાવવામાં આવેલા હોય છે.
સિનેમાઘર અને ફુડ કોર્ટ ટોપ ફ્લોર પર હોવા પાછળનું કારણ
મોલમાં થિયેટર અને ફુડ કોર્ટને એટલા માટે ઉપર બનાવવામાં આવે છે જેથી ઉપર જતા સમયે વચ્ચે વાળા ફ્લોર ઉપર સ્થિત આઉટલેટ્સ અને દુકાન પર લોકોની નજર પડે, જેથી લોકો ન ઇચ્છતા હોવા છતાં પણ તેની તરફ આકર્ષિત થાય અને કંઈક ને કંઈક ખરીદી કરે. હકીકતમાં આવું કરવું એક પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. જેને ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવે છે, જેમને શોપિંગ કરવામાં વધારે રસ હોતો નથી. આ રણનીતિ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પ્રયોગમાં લાવવામાં આવે છે. એ જ કારણ છે કે આપણે ન ઇચ્છતા હોવા છતાં પણ મોલમાંથી કંઈક ને કંઈક ખરીદી કરીને પરત ઘરે ફરીએ છીએ.