મળો અસલ જીવનનાં કુંભકર્ણને જે સતત ૨૫ દિવસ સુધી સુવે છે, ૧ વર્ષમાં ૩૦૦ દિવસ સુતા રહે છે

ત્રેતયુગમાં રામાયણ તો બધાએ જોઈ છે. તેમાં રાવણનો ભાઈ હોય છે કુંભકરણ. જેને નિદ્રાસન નું વરદાન મળ્યું હતું. એવું વરદાન મળ્યા બાદ ત્યાં તે ૬ મહિના સુધી સુતા હતા અને પછી એક દિવસ માટે ઉઠતા હતા. ત્યારબાદ ફરીથી ૬ મહિના ની ઊંઘમાં સુઈ જતા હતા. આ તો રહી ત્રેતયુગનાં રામાયણની વાત જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પરંતુ કળયુગમાં પણ આ પ્રકારની સત્ય સત્ય ઘટના થઈ છે. જે રાજસ્થાન નાગોર જીલ્લાની છે. જી હાં, અમે આજે તમને સત્ય પર આધારિત એક કહાની વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેને વાંચીને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરશો, પરંતુ અદભુત અને અલૌકિક ઘટના રાજસ્થાન જિલ્લાનાં નાગોર જીલ્લા માંથી સામે આવી છે. આ ઘટનાને જેણે પણ સાંભળી અને જોઈ છે, તે આશ્ચર્ય માં રહી ગયા છે અને તેમને ત્રેતયુગનાં રામાયણની યાદ આવી ગઈ છે.

હકીકતમાં રાજસ્થાન નાગોર જીલ્લા માં એક ઘટના થઈ છે, જે સત્ય પર આધારિત છે. જ્યાં એક વ્યક્તિ એવો છે જે સામાન્ય વ્યક્તિથી એકદમ અલગ છે. સામાન્ય વ્યક્તિ લગભગ પાંચથી છ કલાકની ઊંઘ લે છે. જ્યારે જે વ્યક્તિ વિશે અમે બતાવવા જઈ રહ્યા છે તે વર્ષમાં ૩૦૦ દિવસ સુઈ રહે છે. જે રીતે કુંભકરણને ઉઠાવવા સૈનિકો દ્વારા સંઘર્ષ કરવામાં આવતા હતા. એવી જ રીતે આ વ્યક્તિને પણ ઉઠાડવામાં માટે ઘણી મુશ્કેલી આવે છે. કુંભકરણ ઊંઘમાં જ ખાવાનું ખાતા હતા. એવી જ રીતે આ વ્યક્તિ પણ ઊંઘમાં જ ખાવાનું ખાઈ જાય છે. હવે ગ્રામીણ લોકો તેને વર્તમાનનો કુંભકરણ કહે છે.

જે વ્યક્તિ વિશે અમે વાત કરવા જઈ રહ્યા છે, તે રાજસ્થાનનાં નાગોર જીલ્લા નાં ભાદવા ગામના રહેવાવાળા પુરખારામ છે. જેની ઉંમર લગભગ ૪૫ વર્ષ છે. પરંતુ તેમને એક ગંભીર બીમારી છે. જેના કારણે તેમને ઘણી ઊંઘ આવે છે અને તેમના સુવાના કારણે પરિવાર વાળા ખુબ જ પરેશાન છે.

પુરખારામ પોતાના વિશે જણાવે છે કે જો તે સુઈ જાય તો લાંબા સમય સુધી નથી ઉઠતા. સુત્રો પ્રમાણે પુરખારામ પહેલા લગભગ છથી સાત દિવસ સુધી સુતા હતા. પરંતુ ધીરે ધીરે તેમના સુવાની અવધિ વધતી ગઈ. જ્યારે તેઓ વધારે સુવા લાગ્યા તો તેમના પરિવાર વાળાએ ડૉક્ટરની સલાહ લીધી. પરંતુ ડૉક્ટર પણ તેમની બીમારીને સમજી શક્યા નહીં. ત્યારથી લઈને અત્યાર સુધી ધીરે-ધીરે તેમના સુવાની સમયગાળો વધતો ગયો.

વળી પુરખારામનાં પરિવારમાં તેમની વૃદ્ધ માં અને ત્રણ બાળકો છે. જેમાં એક દીકરો અને બે દીકરીઓ છે. પુરખારામ ની પત્ની એ જાણકારી આપતા જણાવ્યું હતું કે તેમની એક દુકાન પણ છે, પરંતુ તેમના પતિ ઊંઘની બીમારીથી પરેશાન હોવાના કારણે ખોલી શકતા નથી. જેમ-તેમ ખેતરમાં અનાજ ઉગાડીને જીવન પસાર કરી લઈએ છીએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પુરખારામ ને હાઇપરસોમ્નીયા બીમારી છે. આ બિમારી પછી વ્યક્તિને ઘણી ઊંઘ આવે છે. જ્યારે ડોક્ટરોનું કહેવું છે કે પુરખારામ એકદમ સ્વસ્થ પણ થઈ જશે, તેના માટે તેમણે દવા ટાઈમ પર લેવી પડશે.