મળો બોલીવુડ ઇંડસ્ટ્રીનાં ૫ સૌથી કંજુસ સિતારાઓને, નંબર ૫ એ તો પોતાના લગ્નમાં માતા-પીતાને પણ આમંત્રણ નહોતું આપ્યું

Posted by

ફિલ્મી દુનિયામાં ઘણા અમીર એક્ટર અને એક્ટ્રેસ એવા છે, જેમણે પોતાની ફિલ્મોથી ઘણી મોટી કમાણી કરી છે અને આજે એમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ થઈ જાય છે. જોકે દિલથી તે ઘણા કંજુસ પણ છે. આ વાત એમ જ હવામાં નથી કહેવામાં આવી રહી. જણાવી દઈએ કે એવું કહેવા પાછળ એક કારણ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ જગતમાં ઘણા એવા કલાકાર છે, જેમણે અઢળક પૈસા હોવા છતાં પણ પોતાના લગ્ન ખુબ જ કંજુસી થી કર્યા અને કોઈને ઇન્વાઇટ કરવાનું તો દુર ની વાત છે, ફિલ્મ જગતમાં પોતાના લગ્ન વિશે ન તો કોઈને બતાવ્યું, ન કોઈને ખબર લાગવા દીધી. ચાલો તમને જણાવીએ આખરે કોણ છે તે ફિલ્મી કલાકાર.

રાની મુખર્જી

આ લિસ્ટમાં સૌથી ટોપ પર ફિલ્મ જગતની જાણીતી એક્ટ્રેસ રાની મુખર્જી છે. જેમણે આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા અને તે પણ એકદમ ચુપચાપ રીતે લગ્ન કરી લીધા હતા. ખબર પ્રમાણે તો તેમના લગ્નમાં ફિલ્મી જગતથી માત્ર કરન જોહર અને વૈભવી મર્ચન્ટ જ ગયા હતા. તેનાથી પણ વધારે આશ્ચર્ય કરવા વાળી વાત એ છે કે હજારો કરોડનાં માલિક હોવા છતાં આદિત્ય ચોપડાના લગ્નમાં માત્ર ૨૦ જ લોકો આવ્યા હતા. મતલબ છે કે એનાથી તમે એમની કંજુસી વિશે વિચારી શકો છો.

જોન અબ્રાહમ

ફિલ્મ જગતનાં જાણીતા એક્ટર જોન અબ્રાહમનું નામ લિસ્ટ માં બીજા નંબર પર આવે છે. જેમણે ભારતની નહીં પરન્તુ કેનેડાની છોકરી સાથે એકદમ ચુપચાપ રીતે લગ્ન કરી લીધા હતા. વળી બધા જાણે છે કે તે સમયએ જોન ની કારકિર્દી કઈ ખાસ ચાલી રહી ન હતી. પરંતુ એનો મતલબ એવો નથી કે તે ફિલ્મ જગતથી એક પણ મોટા કલાકારને પોતાના લગ્નમાં બોલાવી ન શકે. જો કે જોનને આ કામને કારણે આજે કંજુસ કહેવામાં આવે છે.

સેલિના જેટલી

જ્યારે આ લિસ્ટમાં એક નામ એક્ટ્રેસ સેલિના જેટલી નું પણ આવે છે. તેમણે પોતાના બોયફ્રેન્ડ સાથે ૨૩ જુલાઈ, ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમણે પણ એક મહિના સુધી પોતાના લગ્ન વિશે કોઈને ખબર લાગવા દીધી ન હતી. પછી જ્યારે એકદમ જ મીડિયામાં આ વાત ખબર પડી ગઈ તો બધા ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કુણાલ કપુર

તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં ચોથું નામ કુણાલ કપુરનું આવે છે. એક્ટરે ફિલ્મી જગતનાં મહાનાયક અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચન સાથે લગ્ન કર્યા છે. નૈના અને કુણાલનાં લગ્ન પણ ઘણા પ્રાઇવેટ રીતે સંપન્ન થયા હતા. ખબર પ્રમાણે તો આ બંનેનાં લગ્નમાં ઘણા જ ઓછા લોકો સામેલ થયા હતા. પરંતુ તેમણે પોતાના આ લગ્ન પછી દિલ્હીમાં આ લગ્નની રિસેપ્શન પાર્ટી રાખી હતી.

મનોજ વાજપેયી

જો કંજુસ કલાકારનાં લિસ્ટની વાત હોય તો એમાં પાંચમું અને છેલ્લું નામ એક્ટર મનોજ વાજપેયી નું પણ આવે છે. અહીં જણાવી દઈએ કે મનોજ એ એટલાં અંગત રીતે લગ્ન કર્યા હતા કે એમનાં માતા-પિતા પણ આ લગ્નમાં પહોંચી શક્યા ન હતા. મતલબ એમના લગ્નનાં આ કિસ્સાને તો આજે પણ ફિલ્મી જગતનો અજીબો ગરીબ કિસ્સો ગણવામાં આવે છે. એજ કારણ છે કે તેમને પણ કંજુસ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *