મળો તે વ્યક્તિને જેણે “કોઈ મિલ ગયા” માં “જાદુ” ની ભુમિકા નિભાવેલ હતી, મોટાભાગનાં વ્યક્તિને આ વાતથી અજાણ છે

Posted by

બાળપણ ની યાદોમાં સામેલ વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ “કોઈ મિલ ગયા” તમે જરૂરથી જોઈ હશે. ઋત્વિક રોશન અને પ્રીતિ ઝિન્ટા આ ફિલ્મમાં એક વ્યક્તિ અને એક એલિયન વચ્ચે દોસ્તીની અદભુત કહાની રજુ કરવામાં આવી છે. ફિલ્મ ક્રિશ પણ કોઈ મીલ ગયા ફિલ્મ બીજો ભાગ છે. આ ફિલ્મ ખાસ રીતે બાળકોની દુનિયામાં જગ્યા બનાવીને પ્રસંશા પ્રાપ્ત કરી હતી. અબજો દિલ જીતવા વાળા અભિનેતા ઋત્વિક રોશન ન હતા, પરંતુ જાદુનો કિરદાર હતો. જે એક ઘરેલું નામ બની ગયું હતું. મોટાભાગનાં લોકો આજે પણ તેને  પ્રેમથી યાદ કરે છે.

આ ફિલ્મ અંતમાં આપણા જીવનનો ભાગ બની ગઈ અને આપણામાંથી મોટાભાગનાં લોકોએ તેને ઘણીવાર જોઇ હશે. ફિલ્મને પહેલીવાર રિલીઝ થયાને ૧૮ વર્ષ થઈ ચૂક્યાં છે. કોઈ મિલ ગયા માં પ્રતિષ્ઠિત જાદુ એ દર્શકોને ફિલ્મ થી જોડી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.

ઋત્વિક રોશને એકવાર ઇન્ટરવ્યૂમાં બતાવ્યું હતું કે આ ફિલ્મ માટે જાદુનું કોસ્ચ્યુમ ઓસ્ટ્રેલિયાથી બનાવવામાં આવ્યું હતું. જેમ્સ કોલનર નામના આર્ટિસ્ટે તેને ડિઝાઇન કર્યો હતો.

એના ચહેરાની વિશેષતાઓ વિશે ઘણી ચર્ચા થઈ, જેમ કે આંખ કોઈ જાનવરની કે કોઈ વ્યક્તિની આંખો થી પ્રેરિત હોવી જોઈએ. રાકેશ રોશનની ફિલ્મ કોઈ મિલ ગયા માટે એલીયનને “જાદુ” બનાવવામાં એક વર્ષથી વધારે નો સમય લાગ્યો. રિપોર્ટ પ્રમાણે આ ડ્રેસની કિંમત લગભગ ૧ કરોડ રૂપિયા હતી અને આ કોસ્ચ્યુમનું વજન ૧૫ કિલો હતું.

ચરિત્ર ને મોટી ભુરી આંખો સાથે ડિઝાઇન કરવામાં આવેલ હતું અને એની ઉંચાઈ ૩ ફૂટ હતી. તો ચાલો હવે જાણીએ તે એક્ટર વિશે જેને “કોઈ મીલ ગયા” માં ફિલ્મ જાદુનો રોલ નિભાવ્યો હતો.

ઈન્દ્રવદન વર્ષ ૧૯૭૬થી ફિલ્મોમાં એક્ટિવ રહ્યા. તેમના ખાતામાં હિન્દી, ગુજરાતી અને મરાઠી સમિતિ ૩૦ થી વધારે ફિલ્મો છે. તેમણે ૨૦૦૧માં આવેલી હોલીવુડ ફિલ્મ “લોર્ડ ઓફ ધ રિંગ્સ – ધ ફેલોશિપ ઓફ ધ રિંગ” માં પણ કામ કર્યું હતું. તેમાં ઇન્દ્રવદને સ્ક્રીન પર એક કિરદારનો બોડી ડબલ પ્લે કર્યો હતો. “બોડી ડબલ” મતલબ કોઈ કિરદારને  એવા સીનમાં નિભાવવો, જ્યાં તેનો ચહેરો ન જોવા મળે. આ પ્રકારની ચીજો ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ જ પ્રચલિત છે. ઘણીવાર ખતરનાક સ્ટંટ કરવા માટે સ્ટાર્સની કદનાં વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમણે ૧૯૮૬માં આવેલી ફિલ્મ “વિધાન” માં પણ કામ કર્યુ હતું. જેમાં તેમની સાથે હતા વિજય અરોરા એટલે કે રામાયણનાં મેઘનાથ. ૧૯૯૬માં ગણપતિ બાપા મોરિયા માં પણ કામ કર્યું, જેમાં તેમની સાથે હતા શ્રીકાંત સોની, અરવિંદ ત્રિવેદી એટલે કે રામાયણમાં રાવણ અને નલિન દવે એટલે કે રામાયણનાં કુંભકરણ.

આ સિવાય ઇન્દ્રવદન ટીવી પર પણ ઘણા જોવા મળતા હતા. છેલ્લી વખત તેમણે સબ ટીવી પર આવનારા બાળકોનાં શો “બાલવીર” માં “ડુબાડુબા” નામનાં કિરદાર નિભાવતા જોવામાં આવ્યા હતા.

તેમણે અત્યાર સુધી ૬ ભાષામાં ૨૫૦ થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. દુઃખની વાત એ છે કે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૪માં ઇન્દ્રવદનનું નિધન થઇ ગયું હતું. અને હવે ફિલ્મના રિલીઝ થયાનાં ૧૮ વર્ષ પછી એલિયન “જાદુ” નો કિરદાર નિભાવવા વાળા વ્યક્તિનાં ચહેરાનો ખુલાસો કરનાર ફોટો લોકોના સામે આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *