મંડપમાં વરરાજો બેકાબુ બનીને દુલ્હન સાથે કરવા લાગ્યો એવી હરકત કે પંડિતજી ડિસ્ટર્બ થઈ ગયા અને….

Posted by

દુનિયામાં તમે કોઈપણ દેશનાં લગ્ન અટેન્ડ કરી લો, પરંતુ ભારતમાં જે લગ્ન હોય છે તેની વાત જ કંઇક અલગ હોય છે. લગ્નને લઈને અહીંયા અલગ પ્રકારનો જોશ અને ઉત્સાહ જોવામાં આવે છે. ફક્ત વરરાજા અને દુલ્હન નહીં પરંતુ તેનો સમગ્ર પરિવાર આ લગ્નને લઈને ખુબ જ ઉત્સુક રહે છે. દરેક પોતાના લગ્નની ખાસ બનાવવાની કોશિશ કરે છે. લગ્નની સજાવટથી લઈને ખાણીપીણી સુધી બધું જ સારું બનાવવાનો ખ્યાલ રાખે છે.

ભારતીય લગ્નમાં ઘણા રીતિ રિવાજો પણ હોય છે, જેમકે વરમાળા પહેરાવવી, મંડપમાં સાત ફેરા લેવા તથા વરરાજાનાં શુઝ ની ચોરી કરવી વગેરે. આ બધા રિવાજોને નિભાવતા સમયે લગ્નમાં હસી-મજાક પણ ચાલતો રહે છે. વળી આજના સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનાં જમાનામાં લગ્નની મજેદાર પળ ઝડપથી વાયરલ થઈ જતી હોય છે. હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર એક દુલ્હા-દુલ્હનનો મજેદાર વિડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજો દુલ્હનની નજીક જવાની કોશિશ કરે છે, પરંતુ તેની વચ્ચે પંડિતજી કંઈક એવું કહે છે જેના લીધે દરેક લોકો હસી-હસીને લોટપોટ થઇ ગયા હતા.

જેમકે તમે બધા જાણો છો કે વરરાજાને પોતાના લગ્નને ભાવિ પત્નીને લઇને થોડો વધારે જોશ અને ઉત્સાહ રહે છે. દરેક યુવક લગ્નના દિવસે એવું વિચારે છે કે જલ્દી લગ્ન પુર્ણ થઈ જાય અને તે ઘરે જઈને દુલ્હનને પ્રેમથી ગળે લગાવી શકે. પરંતુ આજનો જે વિડિયો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, તેમાં વરરાજો ઘરે જવા સુધી પણ કંટ્રોલ કરી શકતો નથી. તે મંડપ ની વચ્ચે બધાની સામે દુલ્હનને સ્પર્શ કરે છે. જોકે આ દ્રશ્ય જોઈને પંડિતજી થોડા અચકાઈ જાય છે. તે લગ્નમાં મંત્રોનું ઉચ્ચારણ કરી રહેલા હોય છે અને તેની વચ્ચે વરરાજાનું દુલ્હનને ટચ કરવું તેમને પસંદ આવતું નથી.

તેવામાં તે વરરાજાને જાહેરમાં ટોકી દેતા હોય છે. હકીકતમાં વરરાજા પંડિતજીના મંત્રોની વચ્ચે દુલ્હનનાં ખભા પર હાથ રાખે છે. આ જોઈને પંડિતજી વરરાજાને દુલ્હનનાં ખભા પર થી હાથ લઇ લેવા માટે કહે છે. પંડિતજીની આ વાત સાંભળીને દુલ્હન શરમાઈ જાય છે અને ત્યાં હાજર રહેલ બધા જ લોકો ખુબ જ હસી પડે છે. આ સમગ્ર ઘટના એક મોબાઇલ કેમેરામાં કેદ થઇ જાય છે. હવે આ મજેદાર વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો પર લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમ કે એક યૂઝરે લખ્યું કે દુલ્હેરાજા લગ્ન ખતમ થવા સુધી રાહ જોઈ લો. ત્યારબાદ અન્ય એક યુઝર કોમેન્ટ કરે છે કે પંડિતજી ગોટ નો ચીલ. અન્ય એક કોમેન્ટ આવે છે કે જ્યારે વરરાજા અને દુલ્હન મોર્ડન વિચારસરણી વાળા હોય અને પંડિતજી જુની વિચારસરણીવાળા હોય તો આવું જ બને છે. બસ તેની વચ્ચે અલગ-અલગ પ્રકારની ઘણી કોમેન્ટ આવવા લાગે છે. તો ચાલો તમે પણ જરા મોડું કર્યા વગર આ વિડિયો જોઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *