મંદિરમાં માતાજીને અભિષેક કરતાં સમયે માતાજી ભક્તોની સામે જ આંખો બંધ કરી લે છે, લાખો લોકોએ આ દ્રશ્ય જોયેલું છે, તમે પણ ક્લિક કરીને જોઈ લો

ભારતનો ઇતિહાસ ખુબ જ પ્રાચીન છે. અહીંયા ધર્મનાં મુળ ઊંડાણપુર્વક રહેલા છે. ધર્મની વાત કરવામાં આવે તો તેમાં હિન્દુઓનો ઇતિહાસ અને તેમની કહાનીઓ ખુબ જ પ્રાચીન છે. ભારતનો ભાગ્યે જ એવો કોઈ વિસ્તાર હશે, જ્યાં ભગવાન સાથે કોઈ જોડાયેલી કહાની અથવા કોઈ નિશાની ન હોય. ભારતમાં ઘણા વિસ્તારોમાં ઘણા મંદિરો છે, જેની પોતાની ખાસિયત છે. કોઈ જગ્યાએ કોઈ દીવો વર્ષોથી પ્રગટી રહ્યો છે, તો કોઈ જગ્યાએ ભગવાનની મુર્તિ માંથી લોહી નીકળી રહ્યું છે.

લોકોની આસ્થા આ મંદિરો ની ખુબીઓથી વધારે દ્રઢ બની જાય છે. લોકો આ ચીજોને પોતાની આંખોથી જુએ છે અને તેમનો વિશ્વાસ વધારે ઊંડો બની જાય છે. હવે મહાકાલ માં જ જોઈ લો. ભગવાનની મુર્તિને શરાબનો ભોગ લગાવવામાં આવે છે અને હકીકતમાં શરાબ ગાયબ થઈ જાય છે. આ બધી ચીજોને જોયા બાદ આશ્ચર્ય પણ થાય છે. મનમાં સવાલ ઉભો થાય છે કે આખરે આવું કઈ રીતે શક્ય બને? પરંતુ આ બધી ઘટનાઓ હકીકત છે, આવું હકીકતમાં બનતું હોય છે. હવે આ કડીમાં અમે તમને ભારતના વધુ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સોશિયલ મીડિયા પર હાલના સમયમાં એક વિડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વિડીયો તેલંગાણા નો જણાવવામાં આવી રહ્યો છે. અહીંયા સ્થિતમાં ભદ્રકાલી ધામમાં કંઈક એવું બને છે, જેને દરેક શ્રદ્ધાળુઓ જોઈ શકે છે. આ મંદિરમાં સ્થાપિત મુર્તિને હળદરથી અભિષેક કરવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે માતાજીને અભિષેક કરવામાં આવે છે ત્યારે માતાજી પોતાની આંખો બંધ કરી લેતા હોય છે. આ દ્રશ્ય હકીકતમાં ખુબ જ અદભુત છે. માતાજીને સ્નાન કરાવતા સમયે આંખો બંધ કરતા દરેક વ્યક્તિ જોઈ શકે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુકેલ છે. લોકો તેને જોઈને આશ્ચર્યમાં છે. તેમને વિશ્વાસ નથી થઈ રહ્યું કે આખરે આવું કઈ રીતે શક્ય બને છે. અમુક લોકો અનુસાર આ મુર્તિનું નિર્માણ કેવી રીતે થયું છે કે જ્યારે હળદર તેની ઉપર પડે છે તો મુર્તિની આંખો બંધ થઈ ગઈ હોય તેવું લાગે છે. આવા અસંખ્ય મંદિર છે, જ્યાં આ પ્રકારના ચમત્કાર જોવા મળે છે. તેની પાછળની હકીકત શું છે, તેના વિશે જાણ નથી. પરંતુ લોકો તેની ઉપર ખુબ જ આસ્થા ધરાવે છે.