મંગળવારે હનુમાનજી માટે કરો આ ૧૦ કામ, તમારા જીવન માંથી દુ:ખ નામનો શબ્દ જ ગાયબ થઈ જશે

Posted by

દરેક વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરવા માંગે છે. તેનું કારણ એ છે કે બજરંગબલી ખૂબ જ શક્તિશાળી દેવતા છે. માન્યતા અનુસાર હનુમાનજી પાસે સાચા મનથી જે કંઈ પણ માગીએ છીએ તે દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. એ જ કારણ છે કે દરેક મંગળવાર અને શનિવાર હનુમાન મંદિરમાં ભક્તોની ભીડ જમા થાય છે. મંગળવારનો દિવસ હનુમાનજી માટે ખાસ ગણવામાં આવે છે. તેથી આજે તમને મંગળવારનાં દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો જણાવીશું. જે કરવાથી તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે.

દુઃખનો નાશ

જો તમારા જીવનમાં દુઃખ હોય તો મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચડાવી અને તેમની પૂજા કરવી. આમ કરવાથી તમારા જીવનમાં રહેલા તમામ દુઃખો દૂર થશે.

આર્થિક સંકટથી મુક્તિ

આ દુનિયામાં કંઈ પણ કામ પૈસા વગર નથી થતું. એ જ કારણને લીધે દરેક વધુને વધુ ધન કમાવા માંગે છે. જો તમારા જીવનમાં આર્થિક સંકટ ચાલી રહ્યું હોય, તો મંગળવારના દિવસે વડનાં ઝાડનું એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈ અને હનુમાનજીને ચડાવો. આમ કરવાથી તમારા જીવનમાં રહેલી આર્થિક સમસ્યા દૂર થશે.

નોકરીમાં પ્રમોશન માટે

અનેક પ્રયત્નો કરવા છતાં નોકરી ન મળતી હોય અને જો નોકરીમાં પ્રમોશન ના થતું હોય તો આ ઉપાય અવશ્ય કરવો. મંગળવારના દિવસે પાનનું બીડું હનુમાનજી આગળ અર્પિત કરવું. આવું તમારે ૭ મંગળવાર સુધી કરવાનું છે. તમને લાભ અવશ્ય જોવા મળશે.

ધનની આવક વધારવા માટે

જો તમે તમારા ધનની આવક વધારવા માંગો છો, તો લાલ વસ્ત્ર પહેરીને હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચઢાવવી. આ કામ મંગળવારના દિવસે જ કરવું.

સંતાન સુખ માટે

સંતાન સુખ માટે મંગળવારના દિવસે સાંજે બુંદીના લાડુ વહેંચવા અને સાથે ઉપવાસ પણ રાખવો.

ખરાબ સપના માટે

જો તમને ખરાબ સપના આવતા હોય, તો મંગળવારના દિવસે હનુમાનજીને ફટાકડી અર્પિત કરવી. તેનાથી તમને લાભ પ્રાપ્ત થશે.

કરજ માંથી મુક્તિ

જો તમારે વધારે દેવું થઈ ગયું હોય અને કોઈ કામ ન થતું હોય તો મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને રામરક્ષાસ્ત્રોત નો પાઠ કરવો.

મનગમતો જીવનસાથી મેળવવા માટે

જો તમે મનગમતો જીવનસાથી મેળવવા માંગતા હોય તો મંગળવારના દિવસે હનુમાનજી સામે બેસી ૧૦૮ વખત રામ નામનો જાપ કરવો. હનુમાનજી રામના ભક્ત હતા તેથી તે રામ ભક્તોને ખૂબ જ જલ્દી સાંભળે છે.

સુખી દામ્પત્યજીવન માટે

સુખી દામ્પત્યજીવન માટે મંગળવારે હનુમાનજી સામે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો અને હનુમાન ચાલીસા કરવા. આમ કરવાથી તમારું દાંપત્ય જીવન સુખમય જશે અને તમારા જીવનમાં મધુરતા આવશે.

ખરાબ શક્તિઓને દૂર કરવા માટે

જો તમારા ઘરમાં નેગેટિવ શક્તિઓ હોય તો ॐ हं हनुमंतये नम: મંત્રનો જાપ કરવો. તે સિવાય संकट कटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलबीरा ના જાપ કરવા.

જો તમે પણ હનુમાનજીનાં પરમ ભક્ત હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખજો.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *