દરેક વિવાહિત મહિલા એવું ઈચ્છે છે કે તેનો પતિ હંમેશા સહી સલામત રહે. કોઈપણ પત્ની પોતાના પતિને ગુમાવવા નથી ઈચ્છતી. હિન્દુ ધર્મમાં સુહાગ ની રક્ષા માટે ઘણી બધી વસ્તુઓ પ્રચલિત છે. સેથા માં સિંદુર લગાવવું, ગળામાં મંગળસુત્ર પહેરવું અને કરવાચોથનું વ્રત રાખવું વગેરે. તેમાં આજે અમે તમને એક બીજો સારો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને કરવાથી સુહાગ એટલે કે તમારા પતિ હંમેશાં સહી સલામત રહેશે અને સાથો સાથ તેનું ભાગ્ય પણ પ્રબળ થશે. તમારે આ ઉપાય મંગળવારનાં દિવસે કરવા પડશે. મંગળવારનો દિવસ હનુમાન ભગવાનનો દિવસ હોય છે. હનુમાનજી હંમેશા લોકોની રક્ષા કરવા અને મુસીબતને દુર કરવા માટે જાણીતા છે. જો પત્ની દર મંગળવારે આ આમાંથી કોઈ એક કે બધા ઉપાય કરે છે, તો તેના પતિની ઉંમર લાંબી થાય છે.
પતિની રક્ષા કરે છે આ ઉપાય
મંગળવારનાં દિવસે મહિલાઓ સવારે જલ્દી સુર્ય ઉદય થવા પહેલા ઊઠીને સ્નાન કરી લેવું. ત્યારબાદ હનુમાનજીને ચાર અગરબત્તી પ્રગટાવો. હવે સુર્ય ઉદય થવાની રાહ જુઓ. જેવો સુર્ય આકાશમાં નીકળી આવે હનુમાનજીની સામે રાખેલી અગરબત્તી માંથી ૨ અગરબત્તી લઈને સુર્યદેવની સામે ફેરવી દો. જ્યારે તમે આવું કરી રહ્યા હોય તો તમારા પતિ ની છબી મનમાં લાવો અને ઈશ્વરને તેની સલામતીની પ્રાર્થના કરો. બજરંગ બલીનાં આશીર્વાદ અને સુર્યનું તેજ તમારા પતિ પર કોઈ આંચ નહીં આવવા દેશે.
મંગળવારનાં દિવસે કોઈ ગરીબ પરણિત મહિલાને શૃંગાર સામગ્રી દાન કરવી પણ શુભ હોય છે. આ સામગ્રીમાં તમે તમારી મરજી અનુસાર વસ્તુ જોડી શકો છો, જેમ કે સાડી, મહેદી, માળા, કાનનાં ઝુમકા, બંગડી વગેરે. તમે જ્યારે પણ કોઇ મહિલાને આ આપો તેના પહેલા તમારે હનુમાનજી ની પુજા કરી એક નારીયેળ ચડાવવા પડશે. આ નારીયેળ તમે શૃંગાર સામગ્રી સાથે રાખી દો અને પછી કોઈ ગરીબ પરણિત મહિલાને દાન કરો. તેનાથી તમારા પતિને નોકરી કે બીઝનેસમાં ક્યારેય આર્થિક તંગીનું નુકસાન ઉઠાવવું પડશે નહીં.
મંગળવારે મહિલાઓ પોતાના પતિ સાથે હનુમાન પુજામાં બેસો. આ પુજામાં આખી શાકભાજી અને ખીરની પ્રસાદી ચડાવો. હવે આ ભોજન સૌથી પહેલા ગાયને ખવડાવો. વાળી મહિલા એકલી જ આ કામ કરી શકે છે, પરંતુ જો તમારી સાથે પતિ પણ હોય તો વધારે લાભ મળે છે. જ્યારે ગાય આ પ્રસાદીને ગ્રહણ કરી લે તો ત્યાર બાદ પતિ-પત્ની સાથે એક જ થાળીમાં ભોજન ગ્રહણ કરવું. આ ઉપાયથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ જળવાઈ રહેશે અને ભાગ્ય પ્રબળ થાય છે.
મંગળવારનાં દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા બાદ હનુમાનજીને પગે લાગો. તેમને તમારા પતિની રક્ષા કરવાની વિનંતી કરો. તમે ઈચ્છો તો કોઈ બાધા પણ લઈ શકો છો. બાધા કોઈ મોટી હોવું જરૂરી નથી. બસ તમે તેને પુર્ણ જરૂર કરો. તેને ભુલો નહીં. એક રીત એવી પણ હોય છે કે તમે જે પણ બાધા લો છો, તેને તુરંત જ મંગળવારનાં દિવસે પુરી કરી દો. તેનાથી બાધા પુરી ન થવાની કોઇ હાનિ ન થશે.