“બચપન કા પ્યાર” બાદ આ શ્રીલંકાઈ સિંગરે મચાવી ધુમ, અમિતાભ બચ્ચન પણ થયા દિવાના, જુઓ વિડીયો

Posted by

“બચપન કા પ્યાર” ગીત સોશિયલ મીડિયા પર ખુબ જ ધમાલ મચાવી રહેલ છે. એક સ્કુલ ડ્રેસ પહેરેલ બાળકનાં આ ગીતને લોકોએ ઘણું પસંદ કર્યુ હતું. આ ગીતનાં દિવાના રૈપર સિંગર બાદશાહ પણ થઇ ગયા. જેમણે આ બાળકને પોતાની પાસે બોલાવીને ગીત માટે સાઇન કરી દીધો. સોશિયલ મીડિયા પર દરરોજ નાની મોટી ખબર સાથે જ ઘણા ફની વીડિયો વાયરલ થતા રહે છે. હાલનાં સમયે એક એવો વિડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. આ વીડિયો એક તમિલ સિંગરનો છે, જેણે પોતાના ગીતથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રાખી છે. આ ગીતને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

વળી હંમેશા સોશિયલ મીડિયા પર ઘણાં પ્રકારનાં વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં ઘણા લોકો પોતાનું નસીબ અજમાવતા રહે છે. પરંતુ કોણ ક્યારે સ્ટાર બની જાય કોઈને ખબર નથી હોતી. તેની વચ્ચે એક શ્રીલંકાઇ સિંગર અને રૈપર યોહાની સાથે આવું થયુ, જે સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગઈ. આ સિંગરનું હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર “માનિકે મગે હીતે” ગીત ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

આ ગીત તમિલ અને હિન્દી ભાષામાં રિમેક છે. આ ગીતને સાંભળ્યા બાદ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ દિવાના થઈ ગયા. આ  ગીતના અમિતાભ બચ્ચને પણ ઘણાં વખાણ કર્યા. એટલું જ નહીં તેમણે પોતાની ફિલ્મના ગીત સાથે જોડતાં તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધું છે. અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ગીતને શેર કર્યું છે. આ સાથે જ તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટથી ટ્વિટ કરતાં કેપ્શનમાં લખ્યું છે, “પાર્ટ ટુ… શું કર્યું… શું થઈ ગયું.” હાલમાં યોહાની સોશિયલ મીડિયાની સનસની બની ગઈ છે.

જણાવી દઇએ કે આ ગીત બીજી ભાષામાં હોવા છતાં પણ ઘણુ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. કારણ કે યુઝર્સ યોહાની નાં અવાજ થી કાયલ થઈ ગયા છે. આ ગીતમાં ખાસિયત એ છે કે આ ગીત મ્યુઝિક પણ શાનદાર છે. હાલમાં આ ગીત અત્યારે લોકોનાં દિલ-દિમાગ માં છવાયેલું છે. આ ગીતને અત્યાર સુધી યુટ્યુબ પર ૫૦ મિલિયનથી વધારે લોકોએ જોયું છે. તેના અલગ અલગ વર્ઝન પણ રિલીઝ થઈ રહ્યા છે.

જણાવી દઇએ કે યોહાની ઇન્સ્ટાગ્રામ પણ ઘણી એક્ટિવ રહે છે. જેણે  તેમના ગીતને આટલો બધો પ્રેમ આપવા માટે બધાનો આભાર પણ વ્યક્ત કર્યો છે. મહત્વપુર્ણ છે કે આ પહેલા પણ “બચપન કા પ્યાર” ગીત પણ સોશિયલ મીડિયા પર ઘણું પસંદ કરવામાં આવ્યું. આ પહેલા રાનુ મંડલે પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. જ્યારે હવે દરેક તરફ યોહાની ની ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *