મનીષ કોઈરાલા બોલીવુડનાં આ ટોપ એક્ટરને કરતી હતી એકતરફી પ્રેમ, પોતાના કબાટમાં એક્ટરની તસ્વીર છુપાવીને રાખતી

Posted by

બોલીવુડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા તે અભિનેત્રીઓમાંની એક છે, જેમણે પોતાની એક્ટિંગ થી કરોડો લોકોના દિલ જીતી લીધા હતા. મન, દિલ સે, ઇન્ડિયન, ખામોશી, ૧૯૪૨ : અ લવ સ્ટોરી જેવી શાનદાર ફિલ્મો કરી છે. ૯૦નાં દશકમાં મનીષા કોઈરાલા ની ફિલ્મી કારકિર્દી સાતમા આસમાન ઉપર હતી. ખુબ જ ઓછા લોકો એ વાત જાણે છે કે મનીષા એક્ટ્રેસ નહીં પરંતુ ડોક્ટર બનવા માંગતી હતી, પરંતુ નસીબ તેમને એક્ટ્રેસ બનાવવા માંગતું હતું. મનીષા કોઈરાલાએ પોતાના જીવનમાં ઘણા ચડાવ-ઉતાર જોયેલા છે. ચાલો આજે તેની જિંદગી સાથે જોડાયેલા અમુક દિલચસ્પ કિસ્સા વિશે જાણીએ.

પહેલી જ ફિલ્મ થઈ સુપરહિટ

વર્ષ ૧૯૯૧માં મનીષા કોઈરાલાએ ફિલ્મ “સોદાગર” થી પોતાનું બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મના નિર્દેશક સુભાષ ઘઈ હતા. ખાસ વાત એ છે કે મનીષા કોઈરાલા ની પહેલી જ ફિલ્મ જબરજસ્ત સુપર હિટ ગઈ. ફિલ્મમાં એક ગીત હતું “ઇલુ ઇલુ” જેને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મ સુપરહિટ થયા બાદ ઇન્ડસ્ટ્રીમાં મનીષા ઇલુ-ઇલુ ગર્લનાં નામથી છવાઈ ગઈ. વળી જ્યારે ફિલ્મ ૧૯૪૨ : અ લવ સ્ટોરી રિલીઝ થઈ તો મનીષાની ફિલ્મી કારકિર્દી સફળતાની ટોચ પર પહોંચી ગઈ હતી. આ ફિલ્મ બાદ મનીષાએ ક્યારે પણ પાછળ વળીને જોયું નહીં.

ઘણા દિગ્ગજ અભિનેતાઓ સાથે રિલેશનશિપમાં

મનીષા કોઈરાલા ઇન્ડસ્ટ્રીમાં જેટલી પોતાની સુંદર એક્ટિંગ અને માસુમિયત માટે ઓળખવામાં આવતી હતી, એટલી જ તે પોતાના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતી હતી. ફિલ્મોમાં કામ કરવા દરમ્યાન મનીષા કોઈરાલાનાં ઘણા અફેર્સ રહ્યા હતા. મનીષાનું જેકી શ્રોફ, નાના પાટેકર અને સલમાન ખાન સાથે નામ જોડાયું હતું. તેમના રિલેશનશીપની અસર તેમની પ્રોફેશનલ લાઈફ ઉપર પણ સ્પષ્ટ જોવા મળી હતી.

રંગેહાથ પકડાયા હતા નાના પાટેકર

નાના પાટેકર સાથે મનીષા કોઈરાલાનાં રિલેશનશિપના સમાચાર ખુબ જ ચર્ચામાં રહેતા હતા. જણાવવામાં આવે છે કે મનીષાની સાથે જ્યારે નાના પાટેકર રિલેશનશિપમાં હતા ત્યારે તેઓ તેને લઈને ખુબ જ પઝેસિવ બની ગયા હતા. એટલું જ નહીં તેઓ અવારનવાર કોઇને કોઇ વાતને લઇને મનીષા કોઈરાલા સાથે રોક-ટોક કરતા હતા. વળી એક વખત મનીષા કોઈરાલાએ નાના પાટેકરને એક્ટ્રેસ આયેશા જુલ્કા સાથે રંગેહાથ પકડી લીધા હતા. આ વાત મનીષા કોઈરાલા બિલકુલ સહન કરી શકી નહી અને તેમણે નાના પાટેકર સાથે પોતાનો સંબંધ હંમેશા માટે તોડી નાખ્યો હતો.

સંજય દત્તને પ્રેમ કરતી હતી મનીષા કોઈરાલા

વળી સંજય દત્ત સાથે પણ મનીષા કોઈરાલાનું નામ જોડાઈ ચુક્યું છે. જણાવવામાં આવે છે કે સંજય દત્ત સાથે મનીષા કોઈરાલા એકતરફી પ્રેમ કરતી હતી. સંજય દત્તની મનીષા કોઈરાલા એટલી દિવાની હતી કે તે પોતાની માં થી છુપાઈને પોતાના કબાટમાં સંજય દત્ત નાં પોસ્ટર લગાવતી હતી. એક ઇન્ટરવ્યુંમાં મનીષા કોઈરાલા જણાવ્યું હતું કે તે સંજય દત્ત પાછળ કેટલી પાગલ હતી. મનીષા એ કહ્યું હતું કે જ્યારે તે સ્કુલમાં અભ્યાસ કરતી હતી ત્યારથી તે સંજય દત્તને પસંદ કરવા લાગી હતી. ત્યારબાદ મનીષા એ ઘણી ફિલ્મોમાં સંજય દત્ત સાથે કામ કર્યું હતું.

લગ્નના બે વર્ષ બાદ થયા છુટાછેડા

મનીષા કોઈરાલાને પોતાના રિલેશનશિપમાં પ્રેમ નસીબમાં હતો નહીં. ત્યારબાદ વર્ષ ૨૦૧૦માં મનીષાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. નેપાળી બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે એક્ટ્રેસે લગ્ન કરી લીધા. પરંતુ આ સંબંધ પણ સફળ બની શક્યો નહીં. વર્ષ ૨૦૧૨માં મનીષાએ પોતાના પતિને છુટાછેડા આપી દીધા. ત્યારબાદ મનીષા કેન્સરની બિમારીથી ગ્રસ્ત થઈ ગઈ. મનીષાએ અમેરિકા જઇને પોતાની બીમારીનો ઈલાજ કરાવ્યો. હવે મનીષા કોઈરાલા પહેલાં કરતા વધારે સ્વસ્થ છે. થોડા સમય પહેલાં જ તેમને ફિલ્મ “સંજુ” માં દિગ્ગજ અભિનેત્રી નરગીસ નાં રોલમાં જોવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *