પરણિત હોવા છતાં પણ બોલીવુડની આ સુંદર એક્ટ્રેસનાં પ્રેમમાં પડી ગયા હતા નાના પાટેકર, પત્નીએ છોડી દીધું ઘર

Posted by

બોલીવૂડનાં સૌથી પ્રિય કલાકારોનાં લિસ્ટમાં સામેલ નાના પાટેકરની એક્ટિંગ અને તેમના ડાયલોગ ડીલીવરીનાં અંદાજથી લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે. તેમણે ઘણી યાદગાર ફિલ્મોમાં એક્ટિંગ કરી છે અને લોકોને પોતાના દિવાના બનાવી રાખ્યા છે. જણાવી દઈએ કે નાના પાટેકરને તેમની શાનદાર એક્ટિંગ માટે ફિલ્મફેર એવોર્ડ થી લઈને નેશનલ ફિલ્મ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવેલ છે. એટલું જ નહીં તેમને પદ્મશ્રી પણ મળી ચૂકેલ છે.

જણાવી દઈએ કે નાના પાટેકર ફક્ત એક અભિનેતા નથી, પરંતુ તેઓ એક લેખક અને ફિલ્મ નિર્માતાનાં રૂપમાં પણ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહે છે. વળી વર્ષ ૨૦૧૮માં નાના પાટેકર ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા, જ્યારે તેમની ઉપર તનુશ્રી દત્તાએ ગંભીર આરોપ અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. વળી હાલનાં દિવસોમાં તેઓ ફરીથી એક વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી ગયા છે.

આ કારણને લીધે તેમની પત્ની થી રહે છે અલગ

મહત્વપૂર્ણ છે કે નાના પાટેકરે વર્ષ ૧૯૭૮માં નીલકાંતિ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે બંને અલગ રહે છે. જો કે તેમના હજુ સુધી છૂટાછેડા થયા નથી. તેમ છતાં પણ તેઓએ પોતાના રસ્તા અલગ કરી લીધા છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો નીલકાંતિએ નાના પાટેકરનું ઘર ત્યારે છોડી દીધું હતું, જ્યારે નાના પાટેકર અને મનીષા કોઈરાલાનાં અફેરનાં સમાચારો આવવા લાગ્યા હતા.

નીલકાંતિ ની વાત કરવામાં આવે તો તે પૂણેની રહેવાસી છે અને સાઇન્સમાં ગ્રેજ્યુએટ કરેલ છે. જોકે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બેન્કિંગ સેક્ટરથી કરી હતી. સાથોસાથ મરાઠી થિયેટરમાં પણ એક્ટિંગ કરતી હતી અને થિયેટર દરમિયાન તેમની પહેલી મુલાકાત નાના પાટેકર સાથે થઈ હતી.

પહેલી મુલાકાતમાં જ બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા હતા અને થોડા સમય બાદ નાના પાટેકરે નીલકાંતિ સાથે લગ્ન કરી લીધા હતા. જોકે તેમના લગ્ન લાંબો સમય સુધી ચાલી શક્યા નહીં અને હવે તેઓ એકબીજાથી અલગ રહે છે. જણાવવામાં આવે છે કે બંનેએ સમજદારીથી એકબીજાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે નાના પાટેકર અને નીલકાંતિનો એક દીકરો પણ છે, જેનું નામ મલ્હાર પાટેકર છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મલ્હાર પાટેકર, નાના પાટેકર અને નીલકાંતિ નાં નાના દીકરા છે, જ્યારે તેમના મોટા દીકરાનું જન્મના થોડા સમય બાદ મૃત્યુ થઈ ગયું હતું. તેના વિશે એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરે જણાવ્યું હતું કે ૨૭ વર્ષની ઉંમરમાં મારા લગ્ન થયા હતા અને એક વર્ષ બાદ મેં મારા પિતાને ખોઈ દીધાં હતા અને અઢી વર્ષ બાદ મારી પોતાની આંખોની સામે મારા દીકરાનું મૃત્યુ થયું હતું. તે મારી જિંદગીની સૌથી દુ:ખદ ઘટના હતી.

નાના પાટેકર કહે છે કે મારા દીકરાનાં મૃત્યુ બાદ હું પૂરી રીતે તૂટી ગયો હતો. એક પિતાના રૂપમાં દીકરાનાં મૃત્યુને જોવાથી મોટુ કોઈ દુઃખ નથી. નાના પાટેકરનાં જણાવ્યા અનુસાર તેઓ તે દિવસોમાં કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા ન હતા. જોકે જ્યારે અમુક વર્ષ બાદ નાના પાટેકરનાં બીજા દીકરા મલ્હારનો જન્મ થયો તો તેમના જીવનમાં રોનક ફરીથી આવી ગઈ હતી.

નાના પાટેકરે સતત ૪૦ વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને સતત દર્શકોનું મનોરંજન કરતા રહ્યા. આજે પણ નાના પાટેકરના ફેન્સ ખૂબ જ મોટી સંખ્યામાં રહેલા છે. જણાવી દઈએ કે નાના પાટેકરે ફક્ત હિન્દી નહીં પરંતુ ઘણી મરાઠી ફિલ્મોમાં પણ પોતાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. વળી તેમની પત્ની નીલકાંતિ ની વાત કરવામાં આવે તો તેઓ આજકાલ મરાઠી સિનેમામાં અમુક ફિલ્મોમાં કામ કરી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *