મનીષા કોઇરાલા થી લઈને સોનાલી બેન્દ્રે સુધી આ ૫ બોલીવુડ સિતારાઓ કેન્સરને હરાવી ચુક્યા છે

“કેન્સર” આ બીમારીનું નામ સાંભળીને લોકો ડરી જાય છે. આ બીમારી એવી છે જેના વિશે જલ્દી જાણ થઈ જાય તો તેનો ઈલાજ સંભવ છે. બસ તમારે સકારાત્મક વિચારસરણી રાખવાની છે અને હાર માનવાની નથી. હાલના દિવસોમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્તને પણ “ફેફસાનું કેન્સર” છે, જેના કારણે તે ચર્ચામાં રહેલા છે. તેમને સ્ટેજ-૩ લીવર કેન્સર ડિટેક્ટ થયું છે. તેવામાં ૬૧ વર્ષીય અભિનેતા પોતાનો ઈલાજ કરાવવા માટે અમેરિકા રવાના થઇ ગયા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને સૂચના પણ આપી હતી કે મેડિકલ ટ્રીટમેન્ટ માટે તેઓ એક નાની બ્રેક લઇ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે સંજય દત્તની માં નરગીસનું પણ કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. આ ૩૯ વર્ષ પહેલાંની વાત છે, જ્યારે સંજય દત્ત ૨૨ વર્ષના હતા.

આપણે આશા રાખીએ છીએ કે સંજય દત્ત કેન્સરને હરાવીને ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જાય. જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા બોલિવુડ સિતારાને કેન્સર થઈ ચૂક્યું છે, તેમાંથી ઘણા તો કેન્સરને હરાવીને સ્વસ્થ પણ થઈ ગયા છે. તેવામાં આજે અમે તમને ૫ ફિલ્મી સિતારાઓનાં સંગ્રહ વિશે જણાવીશું, જેમણે કેન્સર હોવા છતાં પણ હાર માની નહિ અને આ બીમારીને જડથી ખતમ કરી દીધી.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે એક જમાનાની બોલિવૂડની ફેમસ અભિનેત્રી હતી. તેમને વર્ષ ૨૦૧૯ માં કેન્સર થયું હતું. આ એક હાઈ ગ્રેડ કેન્સર હતું. જ્યારે સોનાલીએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી તો તેના ફેન્સને ખૂબ જ ઝટકો લાગ્યો હતો. તેઓ ઉદાસ પણ થઇ ગયા હતા. સોનાલીએ ન્યૂયોર્કમાં પોતાનો ઇલાજ કરાવ્યો હતો. હવે તેઓ સંપૂર્ણ રીતે કેન્સર થી મુક્ત છે.

લિસા રે

૨૦૦૧માં “કસુર” ફિલ્મ થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા વાળી અભિનેત્રી લિસા રે પણ કેન્સરનો શિકાર થઈ ચુકેલ છે. તેમને ૨૦૦૯માં મલ્ટીપલ માઈલોમા નામનું કેન્સર થયું હતું. તેમણે આ કેન્સર સાથે જંગ તો જીતી લીધી હતી, પરંતુ તેમનો ઇલાજ આજે પણ ચાલી રહ્યો છે. આ કેન્સર ફરીથી પરત ન આવે તેના માટે તેઓ ફક્ત જ્યુસ, સ્મૂધીઝ અને શાકભાજી ખાઈને જીવન પસાર કરી રહેલ છે.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા વીતેલા જમાનાની એક ફેમસ અભિનેત્રી છે. તેમને ૨૦૧૨માં ઓવેરિયન કેન્સર ડિટેક્ટ થયું હતું. તેમણે ૬ મહિના અમેરિકામાં રહીને તેનો ઈલાજ કરાવ્યો હતો. ૪૯ વર્ષીય મનીષા આજે કેન્સર મુક્ત છે. તેમણે કેન્સરની વિરુદ્ધ જંગ પોતાની ઇચ્છા શક્તિ અને હિમ્મતનાં આધારે જીતી હતી. અન્ય વ્યક્તિઓને તેના માટે પ્રેરિત કરવા માટે તેમણે પોતાના સંઘર્ષ વિશે એક પુસ્તક “Healed: How Cancer Gave Me A New Life” માં પણ લખ્યું છે.

તાહિરા કશ્યપ

તાહિરા કશ્યપ બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ની પત્ની છે. તેમને બ્રેસ્ટ કેન્સર હતું. દુર્ભાગ્યથી તાહિરા જ્યારે કેન્સરનો ઈલાજ કરાવીને પરત ફરેલ જ હતી, ત્યારે તેમને ફરીથી બીજી વખત કેન્સર થઈ ગયું. જોકે બીજી વખત પણ તેમણે હિંમત હારી નહીં અને કેન્સરને હરાવીને જ દમ લીધો. તેમણે તો પોતાની કેન્સરની સર્જરીનાં ફોટો પણ લોકોની સાથે અવેરનેસ ફેલાવવાના ઉદ્દેશથી શેયર કર્યા હતા.

અનુરાગ બાસુ

બોલીવુડના ફેમસ ફિલ્મ મેકર અનુરાગ બાસુ પણ કેન્સરની જંગ જીતી ચૂક્યા છે. તેમને ૨૦૦૪માં લ્યુકેમિયા કેન્સર થયું હતું. તેમણે આ બીમારી પ્રત્યે પોઝિટિવ વલણ અપનાવ્યું હતું. જ્યારે તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો ત્યારે પણ તેમણે “ગેંગસ્ટર” અને “લાઇફ ઇન અ મેટ્રો” ની સ્ક્રિપ્ટ પણ લખી હતી.