શું તમે જાણો છો કે ચક્ર શું છે? આપણા શરીરમાં કુલ ૭ ચક્ર હોય છે. જે આપણા જીવનના અલગ અલગ પાસાઓ સાથે જોડાયેલા હોય છે. દરેક ચક્રનો શરીર ઉપર અલગ પ્રભાવ પડે છે. આ ચક્ર વિશે લોકો ઘણું બધું જાણે છે. આ બધા ચક્ર એક પ્રકારના રહસ્યથી ભરેલા છે. આજની આ પોસ્ટમાં અમે તમને શરીરના ૭ ચક્રો વિશે જણાવીશું. ચક્ર બેલેન્સિંગ એક કળા છે. ૭ ચક્ર મેડીટેશનની મદદથી જાગૃત કરી શકાય છે. મેડીટેશનની મદદથી આપણે પોતાની ઇન્દ્રિયોને પોતાના કાબુમાં કરી શકીએ છીએ. શરીરના આ ૭ ચક્રને જાગૃત કરીને તમે કોઈપણ મોટામાં મોટી બીમારીનો ઈલાજ પણ કરી શકો છો. બીમારી શરીરની હોય કે મગજની મેડીટેશનની મદદથી તમે આ ૭ ચક્રને જાગૃત કરીને બીમારીનો ઈલાજ કરી શકો છો.
મુળાધાર ચક્ર
આપણા શરીરનું સૌથી પહેલું ચક્ર મુળાધાર ચક્ર છે. આ ચક્ર ગુદા અને લિંગ ની વચ્ચે ચાર પાંખડી વાળું આધાર ચક્ર છે. તેનો રંગ લાલ હોય છે અને તેની સાથે જોડાયેલ તત્વ પૃથ્વી છે. આ ચક્ર તમને જણાવે છે કે તમે કોઈપણ ડર વગર આ પૃથ્વી ઉપર રહી શકો છો. જે લોકોમાં જીવનમાં ભોગ, સંભોગ અને ઊંઘની પ્રમુખતા હોય છે. તેમની ઉર્જા આ ચક્રની આસપાસ રહેતી હોય છે. જ્યાં સુધી મનુષ્ય આ ચક્રમાં છે, ત્યાં સુધી તે પશુ સમાન છે. કારણ કે ભોગ, સંભોગ અને ઊંઘની આગળ પણ એક જીવન હોય છે. એટલા માટે પોતાની ઉપર સંયમ રાખો અને આ ચક્રમાંથી બહાર નીકળવાની કોશિશ કરો. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે તો વ્યક્તિની અંદર વીરતા અને આનંદનો ભાવ આવે છે.
સ્વાધિષ્ઠાન ચક્ર
આ ચક્ર લિંગ મુળથી ચાર આંગળી ઉપર સ્થિત હોય છે, જેની કુલ છ પાંખડીઓ હોય છે. તેનો રંગ નારંગી છે અને તેનો સંબંધ પાણી સાથે છે. આ ચક્ર આપણા ઈમોશનલ થવાની ઓળખ જણાવે છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે તો આપણે ખુશી, આનંદ અને સુખદ મહેસુસ કરીએ છીએ. જીવનમાં મનોરંજન ખુબ જ જરૂરી છે, પરંતુ હદ થી વધારે નહીં. કારણ કે વધારે પડતું મનોરંજન વ્યક્તિની ચેતનાને બેહોશ કરી નાખે છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે તો આળસ કુરતા અને દુર્ગુણોનો નાશ થાય છે.
મણીપુર ચક્ર
આ ચક્ર આપણી નાભીથી થોડું ઉપર સ્થિત હોય છે અને તેનો રંગ પીળો હોય છે. તે આગ સાથે જોડાયેલ હોય છે. આ ચક્ર તમારા આત્મવિશ્વાસને જાગૃત કરે છે અને સામાજિક ઓળખ અપાવે છે. આ ચક્ર પર વધારે ધ્યાન લગાવો અને પેટથી શ્વાસ લો. તેના જાગૃત થવા પર શરમ, ઘૃણા, કલેશ, કષ્ટ વગેરેમાંથી છુટકારો મળે છે.
અનાહત ચક્ર
તેને હૃદય ચક્ર પણ કહેવામાં આવે છે અને આ ચક્ર છાતીની વચ્ચે સ્થિત હોય છે. તેનો રંગ લીલો છે અને તેનું તત્વ હવા છે. આ ચક્ર તમને પ્રેમ મહેસુસ કરાવે છે અને પ્રેમની દુનિયાનો સૌથી સારો અહેસાસ કરાવે છે. દિલ ઉપર સંયમ રાખવાથી અને ધ્યાન લગાવવાથી આ ચક્ર જાગૃત થાય છે. રાત્રે સુતા પહેલા તેની ઉપર ધ્યાન લગાવવું જોઈએ. આ ચક્ર જાગૃત થવા પર તમારામાં પ્રેમનો સંચાર થાય છે અને તમે પોતાને સૌથી સુરક્ષિત માનવા લાગો છો.
વિશુદ્દ ચક્ર
આ ચક્ર ગળામાં સ્થિત હોય છે અને તેનો રંગ વાદળી હોય છે. તેનો તત્વ અવાજ છે. આ ચક્રનો મતલબ છે કે તમે બોલીને પોતાની વાત વ્યક્ત કરવાના અધિકારી છો. ગળામાં સંયમ અને ધ્યાન લગાવો. આ ચક્ર જાગૃત થવા પર ભુખ અને તરસને રોકી શકાય છે અને તમને ૧૬ કળાઓનું જ્ઞાન થઈ જાય છે.
આજ્ઞાચક્ર
આ ચક્ર ત્રીજી આંખના સ્થાન પર બંને નેણની વચ્ચે સ્થિત હોય છે. તેનો રંગ ઇન્ડિગો છે અને તે પ્રકાશ તત્વ છે. જે વ્યક્તિની વ્યક્તિની ઉર્જા અહીંયા વધારે સક્રિય હોય છે. તે ખુબ જ બુદ્ધિમાન અને તેજ દિમાગ વાળો હોય છે. આ ચક્રને જાગૃત કરવા માટે પોતાના કપાળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આ ચક્ર જાગૃત થવા પર બધી શક્તિઓ જાગૃત થાય છે અને મનુષ્ય સિદ્ધપુરુષ બની જાય છે.
સહસ્ત્રાર ચક્ર
તે શરીરના સૌથી છેલ્લા ચક્ર માંથી છે, જે માથા ઉપર સ્થિત હોય છે. તેનો રંગ જાંબલી હોય છે અને તે મોક્ષનું દ્વાર હોય છે. આ ચક્ર જાગ્રત કરવા માટે સતત ધ્યાન કરતા રહેવું જોઈએ. આ ચક્ર જાગૃત થવા પર મનુષ્ય માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે. કારણ કે તેમાં ઘણા પ્રકારની અપાર શક્તિઓ રહેલી હોય છે.