મેષ રાશિ
આ મહિનો તમારા માટે અપેક્ષાઓથી ભરેલો રહેશે. અટવાયેલા પૈસા પરત મળવાથી ખુશીમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિતિ સારી બનશે. વિચારોમાં દ્રઢતા રહેશે. તમારો ભાવુક અને મદદગાર દ્રષ્ટિકોણ બધા માટે એક મોટી સંપત્તિના રૂપમાં સામે આવશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમની યોજના બની શકે છે. મનમાં પૈસાને લઈને ઘણા પ્રકારના વિચાર આવી શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનમાં જળવાઈ રહેશે. ઘરમાં કાર્યભાર વધી શકે છે. તમારા પ્રેમજીવનમાં આ મહિનો નવા ઉત્સાહનો સંચાર કરશે. પાર્ટનરની સાથે સારો સમય પસાર થશે. આ મહિનામાં સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ ગરમ રહેશે. મહિનાનાં પહેલા ભાગમાં અમુક તણાવ અને પેટમાં દુખાવા સાથે સંબંધિત તકલીફ થઈ શકે છે.
વૃષભ રાશિ
આ મહિને અમુક નવું રચનાત્મક શીખવામાં રુચિ વધશે. ખર્ચની સાથે આવકના સાધન પણ વધશે, એટલા માટે વધારે પરેશાની થશે નહીં. સરકારી કામમાં કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ મળી શકે છે. જે તમારા ખુબ જ કામમાં આવી શકે છે. વિવાદિત મુદ્દાને ઉઠાવવાથી બચવું. નવા કામનું પ્લાનિંગ તમારા દિમાગમાં ચાલતું રહેશે. લાભની સંભાવના છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત તમને આગળ જઈને ફાયદો પહોંચાડશે. તમને પોતાના નિર્ણય લેવાની ક્ષમતાનો પુરો લાભ ઉઠાવવો જોઈએ. જીવનસાથી તમારી ઉપર થોડા હાવી થવાની કોશિશ કરી શકે છે. ડાયાબિટીસથી પીડિત છો તો સાવધાની રાખો. પેટ સાથે જોડાયેલા રોગ જેમ કે અપચો, ગેસ અને એસિડિટી વગેરેથી પરેશાની ઉભી થઈ શકે છે.
મિથુન રાશિ
માર્ચમાં તમારો ઉત્સાહ અને જોશ એકદમ શિખર પર રહેવાની સંભાવના છે. તમારા કામકાજમાં બદલાવ થઈ શકે છે. મહિનાનાં છેલ્લા દિવસોમાં સંભાળીને કાર્ય કરવું. કારણ કે તેનો વિપરીત પ્રભાવ તમારા આગામી સમયમાં મળી શકે છે. જો તમે શેરબજારમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો હાલનો સમય તમારા માટે યોગ્ય છે. વ્યાપારિક યોજનાઓને લાગુ કરવા માટે સમય યોગ્ય છે. વ્યવસાયક ગતિવિધિઓ યોગ્ય રીતે જળવાઈ રહેશે. દાંપત્યજીવનમાં ઉતાર ચડાવ હોવા છતાં પણ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. પ્રેમજીવન માટે મહિનો સામાન્ય રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ મોટી સમસ્યા પણ નજર આવતી નથી. જો કે તમારે પોતાની ખાણીપીણી ઉપર ધ્યાન આપવું જોઈએ.
કર્ક રાશિ
આ મહિનામાં વિરોધી અથવા વેપારના પ્રતિસ્પર્ધી તમારી સામે હારી જશે. કોઈ મહત્વપુર્ણ કામ પુર્ણ થવાથી મન ખુશ રહેશે. ઘરની જાળવણી ઉપર ખર્ચમાં વધારો થશે. કોઈ મહત્વપુર્ણ કાર્ય માટે પ્રયત્નશીલ રહેશો. સારી મહત્વકાંક્ષાઓથી મન પ્રભાવિત થશે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો સમય સારો છે. સામાજિક ક્ષેત્રોમાં કાર્ય કરી રહેલા લોકો પોતાના સારા કર્મોથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશે. દાંપત્યજીવનમાં રહેલા લોકો માટે આ મહિનો ખુબ જ સારો રહેવાનો છે. ફાસ્ટફુડનું સેવન કરવાથી તમે બીમાર પડી શકો છો.
સિંહ રાશિ
આ મહિને તમને માનસિક પરેશાનીઓમાંથી છુટકારો મળશે તથા પારિવારિક મુંઝવણનું સમાધાન થશે. માન સન્માનમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વેપારમાં વૃદ્ધિના યોગ છે. ઉત્તમ સમય ચાલી રહ્યો છે. તમને કાર્યક્ષેત્રમાં સારા કામ માટે પુરસ્કૃત કરવામાં આવશે. તમે પોતાના કામને લઈને કોઈ પાસેથી સલાહ લીધા વગર આગળ વધશો, જેનાથી તમને સારો લાભ પણ મળશે. રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા લોકોને કોઈ મોટું પદ મળી શકે છે. જો તમારે પોતાના પાર્ટનર સાથે કોઈ બાબતને લઈને લડાઈ થયેલી છે, તો પોતાના ઘમંડ અને અભિમાનને વચ્ચે આવવા દેવું નહીં. પરંતુ તેમની સાથે બેસીને વાત કરો. જો તમને ડાયાબિટીસ છે, તો તમારે દવા લેવાની આવશ્યકતા રહેશે.
કન્યા રાશિ
ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે અને ઉત્સાહથી કામ કરવા પર સફળતા જરૂર મળશે. તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે અને તમે કોઈ ધાર્મિક સ્થળ ઉપર જઈ શકો છો. તે સિવાય તમે જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરી શકો છો. રાજકરણનાં ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા લોકોએ સાવધાન રહેવું જોઈએ. કારણ કે તેમને કોઈ નવું પદ મળવાથી તેમના અમુક નવા વિરોધી પણ ઉત્પન્ન થઈ શકે છે, જે કાર્યમાં અડચણ ઊભી કરી શકે છે. આ મહિનો તમારા સંબંધો માટે ખુબ જ સારો રહેશે. તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાન્સ બંને માં વધારો થશે. તંદુરસ્ત રહેવા માટે પોતાની ખાણી-પીણી ઉપર ધ્યાન આપો. વધારે ફળ અને શાકભાજીનું સેવન કરો.
તુલા રાશિ
આ રાશિના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણમાં આવી રહેલી સમસ્યાઓ માટે પોતાના પિતા સાથે વાતચીત કરી શકે છે. સતર્ક રહો, કારણ કે તમારા સહકર્મી ઈર્ષાને લીધે તમારી પ્રતિષ્ઠા ખરાબ કરવાની કોશિશ કરી શકે છે. પારિવારિક જીવનમાં તમે અમુક નવા સંબંધો બનાવવામાં સફળ રહેશો. તમારી પ્રતિભા માન સન્માન વધારવામાં કારગર સાબિત થઈ શકે છે. તમને અમુક એવા કામ આપવામાં આવશે, જેને તમે સરળતાથી પુર્ણ કરી લેશો. જો તમે પોતાના લવ પાર્ટનરનાં કોઈ વર્તનને લઈને તેની ઉપર શંકા કરી રહ્યા છો, તો તેમની સાથે ખુલ્લા દિલથી વાત કરો, નહીંતર તમારો સંબંધ તુટી શકે છે. ફિટ રહેવા માટે નિયમિત રૂપથી એક્સરસાઇઝ કરો. કોઈ મોટી બીમારી થશે નહીં.
વૃશ્ચિક રાશિ
આ મહિનામાં તમારું કામ યોગ્ય રીતે પુર્ણ થશે. પૈસાની સ્થિતિમાં સુધારો થવાના સંકેત મળી રહ્યા છે. તમને પૈસા કમાવાના સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક જીવનમાં સ્થિતિ ઉતાર ચઢાવથી ભરેલી રહેવાની છે. કાર્યક્ષેત્રમાં પોતાની કાર્યકુશળતા પર સંપુર્ણ વિશ્વાસની સાથે પોતાની યોજનાઓને શરૂ રાખો. તમને સફળતા જરૂર મળશે. જે લોકો ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પ્રગતિના નવા અવસર પ્રાપ્ત થશે. પોતાના લવ પાર્ટનર સાથે તકરાર થઈ શકે છે. કોશિશ કરો કે કોઈ એવી વાત ન બોલવી, જેનાથી તમારા પાર્ટનર ગુસ્સે થાય. ઘરના કોઈ વડીલ સદસ્યાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે.
ધન રાશિ
આ મહિનામાં વ્યવસાયિક પ્રગતિ થવાની પુરી સંભાવના છે. નોકરીની તલાશ કરી રહેલા લોકોને નોકરીના ક્ષેત્રમાં મોટી સફળતા મળશે. વેપાર સાથે જોડાયેલા લોકોને મોટા ગ્રાહકોની સાથે સોદો કરવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. મહિનાના બીજા હિસ્સામાં તમારે દુરની યાત્રા કરવી પડી શકે છે. તમારી આ યાત્રા કામ સાથે જોડાયેલી હોઈ શકે છે. તમારે પોતાની જાતને શાંત રાખવાની કોશિશ કરવી જોઈએ. જે લોકો માટીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના માટે આ મહિનો ફાયદાકારક રહેવાનો છે. પ્રેમીને નોકરીમાં સફળતા મળશે, જેની ઉજવણી કરશો. મુલાકાત રોમેન્ટિક રહેશે. બ્લડ પ્રેશર સાથે સંબંધિત વ્યક્તિ પોતાનું વિશેષ ધ્યાન રાખે તથા નિયમિત તપાસ અવશ્ય કરાવે.
મકર રાશિ
વ્યવસાયિક સંદર્ભમાં આ મહિનો તમારે સતર્ક અને સાવધાન રહેવું જોઈએ. જો તમે સંતાન પ્રાપ્તિની મનોકામના કરી રહ્યા છો તો તમારી આ ઈચ્છા પુરી થઈ શકે છે. ગૃહસ્થજીવન જીવી રહેલા લોકો માટે આ મહિનો સુખમય રહેવાનો છે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં પોતાનો કોઈ કામ અધુરું ન છોડવાની સલાહ આપવામાં આવે છે. પૈસાનો ખર્ચ વધારે થવાથી આર્થિક નુકસાની થઈ શકે છે. કરજ લેવું પડી શકે છે. દુષ્ટજનો હાની પહોંચાડી શકે છે. રિલેશનશિપ તમારી સારી રહેશે. કોશિશ કરો કે પોતાના સંબંધોમાં મિત્રતા જાળવી રાખો. તેનાથી તમારો સંબંધ મજબુત બનશે. જો તમે પોતાની શારીરિક સ્થિતિમાં સુધારો કરવા માંગો છો તો યોગ અવશ્ય કરો.
કુંભ રાશિ
આ મહિનામાં નોકરી કરતા લોકોને અધિકારીઓ સાથે તકરાર થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું નિવારણ થશે. બોસ તમારાથી ખુબ જ પ્રભાવિત નજર આવશે. જો તમે હાલમાં જ નવી નોકરી જોઈન કરેલી છે તો તમને કંઈક નવું શીખવા મળી શકે છે. ઘર, પરિવાર અથવા પાડોશમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ બને તો તમારે સકારાત્મક રહેવું. બાળકોની સાથે ગુસ્સાને બદલે મિત્રતાનો વ્યવહાર કરો અને વાતચીત દરમ્યાન અપ શબ્દોનો પ્રયોગ ન કરો. જેની સાથે તમે ડેટિંગ કરી રહ્યા છો તેના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે મહિનો શુભ છે. સર્વોત્તમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને પ્રતિરક્ષાને જાળવી રાખવા માટે સંતુલિત આહાર નું સેવન જરૂરથી કરવું.
મીન રાશિ
આ મહિનામાં તમને નિયમિત કામકાજમાંથી છુટકારો મળશે. તમારી મોટાભાગની પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. ઓફિસમાં કોઈ સહકર્મીની સાથે તમારી તકરાર થઈ શકે છે. તેવામાં તમારે પોતાની ઉપર કાબુ રાખવાની આવશ્યકતા છે. તમારે કોઈપણ મતભેદમાં પડવાથી બચવું જોઈએ, નહીંતર તે તકરાર લાંબી ચાલી શકે છે. ઓફિસમાં તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે, પરંતુ તેમ છતાં પણ તમે મિત્રોના સહયોગથી પોતાના કાર્યને સમયસર પુર્ણ કરવામાં સફળ રહેશો. આ મહિનામાં તમે પોતાના સંબંધોમાં રોમાન્સ અને કામુકતાની વધેલી ભાવના ને મહેસુસ કરશો. આ મહિનામાં તમારી શારીરિક ફિટનેસના સ્તરમાં સુધારો થઈ શકે છે.