મરી જવું પણ ૩ પ્રકારનાં કપડાં ભુલથી પણ પહેરવા નહીં, આખી જિંદગી ગરીબ જ રહેશો

ગંદા કપડાં પહેરવાથી સ્વાસ્થ્ય તો ખરાબ થાય છે. આસપાસનાં લોકો પણ આપણાથી દુર રહેવા લાગે છે. વડીલોનું માનવામાં આવે તો ગંદા કપડાં પહેરવાની રીતે સ્વાસ્થ્યની સાથોસાથ તમારે પૈસાની તંગીનો પણ સામનો કરવો પડે છે. સાંભળીને તમને જરૂરથી આશ્ચર્ય થયું હશે, પણ આ વાત બિલકુલ સાચી છે. તો ચાલો જાણીએ કે ડોક્ટરની સાથો સાથ ગરુડ પુરાણમાં પણ શું કહેવામાં આવ્યું છે.

જ્યોતિષશાસ્ત્રમાં મનુષ્ય દ્વારા કરવામાં આવતા કર્મ વિશે ઉલ્લેખ મળે છે. વ્યક્તિની દિનચર્યા અને તેની રહેણીકરણી ને લીધે કુંડળીમાં રહેલ ગ્રહો ઉપર ખાસ અસર થતી હોય છે. જો કોઈ વ્યક્તિની આદતો સારી છે, તો ગ્રહ પ્રસન્ન રહે છે. નહીંતર તેની ખરાબ આદતોને લીધે ઘણા ગ્રહો એવા હોય છે જે નારાજ થઈ જાય છે. આજે અમે તમને અમારા આ લેખમાં વાત કરીશું, આપણા કપડાને લઈને, જેના લીધે તમને જાણવામાં સરળતા રહેશે કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે. કપડાં પહેરવાની રીત ખુબ જ મહત્વ ધરાવે છે. સાથોસાથ તેનાથી ગ્રહો પણ પ્રભાવિત થતા હોય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ફાટેલા, જુના અને ગંદા કપડા પહેરવાથી બચવું જોઈએ. ફાટેલા અને ગંદા કપડા તમારા જીવનમાં ગરીબી લાવે છે અને પ્રગતિના ક્ષેત્રમાં અડચણ ઊભી કરે છે. જે કપડા નો રંગ ઊડી ચુક્યો છે, તેને પહેરવાથી દુર રહેવું જોઈએ. કારણ કે તેનાથી શનિદેવ નારાજ થઈ શકે છે. એવા કપડાં ન પહેરવા જોઈએ જેની ઉપર ડાઘ હોય અથવા તો જેની ઉપર કરચલી પડી ગઈ હોય. તેનાથી બૃહસ્પતિની કૃપા અટકી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ હંમેશા ચોખ્ખા, સ્વચ્છ અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ.

અમુક લોકો એવા હોય છે જેમને ઢીલા કપડાં પહેરવા પસંદ હોય છે. વળી અમુક લોકો એવા હોય છે જેમને ટાઈટ કપડા પહેરવા પસંદ હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે વ્યક્તિએ ખુબ જ ટાઈટ અને ખુબ જ ઢીલા કપડાં પહેરવા જોઈએ નહીં. વ્યક્તિએ પોતાની શારીરિક બનાવટ અનુસાર કપડાની પસંદગી કરવી જોઈએ.

જો તમારે પોતાની પત્ની અથવા પતિ તથા કોઈ મિત્ર સાથે મતભેદ અથવા કારણ વગર લડાઈ ઝઘડા થતા હોય તો તેનું કારણ તમારા ફાટેલા અને જુના કપડા પણ હોઈ શકે છે. ભલે તમે આજના ફેશનના સમયમાં પોતાને આગળ રાખી શકો છો, પરંતુ જ્યોતિષવિદ્યા અનુસાર ફાટેલા કપડાં તમારા ભાગ્યને દુર્ભાગ્યમાં બદલી શકે છે. ફક્ત ઘરની બહાર જ નહીં, પરંતુ ઘરમાં પણ વધારે જુના અને ફાટેલા કપડાં પહેરવાથી બચવું જોઈએ.

ધ્યાન રાખવું જોઈએ કે શનિવારના દિવસે ક્યારેય પણ નવા કપડાં પહેરવા જોઈએ નહીં. નવા કપડાં ફક્ત બુધવાર, બૃહસ્પતિ વાર અને શુક્રવારના દિવસે જ પહેરવા જોઈએ. રાત્રિના સમયે નવા કપડાને બહાર રાખવા જોઈએ નહીં. કારણ કે તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે, જે કપડાં પહેરતા સમયે આપણી ઉપર પ્રભાવ પાડે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં રહેલ દેવગુરુ બૃહસ્પતિ અને શનિ આ બંને ગ્રહોનો સંબંધ વ્યક્તિના કપડા સાથે માનવામાં આવે છે. જો તમે ગંદા, ફાટેલા-તુટેલા અને જુના કપડાં પહેરો છો તો તેનાથી બૃહસ્પતિ અને શનિ ગ્રહ નારાજ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે જો કોઈ વ્યક્તિ ફાટેલા અને જુના કપડા પહેરે છે તો તેના જીવનમાં આર્થિક તંગી વધવા લાગે છે. સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. જે વ્યક્તિ ફાટેલા જુના અને ગંદા કપડા પહેરે છે, તેના બધા જ કામ બગડવા લાગે છે.

ગંદા કપડાં પહેરવાથી તમને એલર્જી અને ઇન્ફેક્શન થવાનો ખતરો વધી શકે છે, જેના લીધે તમારે ડોક્ટરની મોંઘી ફી ચુકવવાની સાથો સાથ કડવી દવાઓ પણ ખાવી પડી શકે છે. કહેવાની જરૂરિયાત નથી કે ડોક્ટરની ફી અને દવામાં પૈસા તો ખર્ચ થાય છે તે સિવાય ગરુડ પુરાણનું માનવામાં આવે તો ગંદા કપડા પૈસાની નુકસાની નું કારણ બની શકે છે.

જો વાત ગરુડ પુરાણની કરવામાં આવે તો કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સુખ સુવિધાઓથી સંપન્ન હોવા છતાં પણ ગંદા કપડાં પહેરે છે, તો તેના બધા જ સુખ છીનવાઈ જાય છે. કહેવામાં આવે છે કે આવા લોકોથી માતા લક્ષ્મી પણ રિસાઈ જાય છે. વળી તે વાત તમે પણ સ્વીકારશો કે ગંદા કપડા તમારી પર્સનાલિટી ને ખરાબ કરીને પૈસા કમાવાના સારા અવસર તમારા હાથમાંથી છીનવી લેતા હોય છે.

ગરુડ પુરાણ નું માનવામાં આવે તો જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કોઈ કળા સાથે જોડાયેલ અભ્યાસ નથી કરતો તો તો થોડા સમય બાદ તેને તે આવડત તેનાથી રિસાઈ જાય છે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ગંદા કપડાં પહેરે છે તો તેના બાકીના કપડા પણ જલ્દી ખરાબ થઈ જાય છે.