ઘણા લોકોને હોટલમાં વારંવાર ભોજન કરવાનો શોખ હોય છે, તો અમુક લોકો કોઈ કારણ લીધે હોટલમાં ભોજન કરવા માટે જતા હોય છે. ઘણી વખત કામને લીધે બહારની યાત્રા કરવા પર તમારે હોટલમાં ભોજન કરવું પડે છે. હોટલમાં અલગ અલગ પ્રકારના શાક અને ભોજન પ્રદાન કરવામાં આવે છે. જેમાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, ઇટાલિયન, મેક્સિકન વગેરે પ્રકાર ની ડીશ મળતી હોય છે. તેમાંથી અમુક ખાદ્ય પદાર્થ લોકો દ્વારા ખાવામાં આવતા હોય છે.
હોટલ કે રેસ્ટોરન્ટમાં મળવા વાળી ગ્રેવી વાળા ભોજનથી તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આવું એટલા માટે કારણ કે આ ગ્રેવી વાળી જે ડિશ હોય છે, તે ઓર્ડર કર્યાના થોડા મિનિટમાં જ તમને તૈયાર કરીને આપી દેવામાં આવે છે. કારણ કે આ ગ્રેવી તાજી હોતી નથી. તેને ઘણા દિવસ પહેલા બનાવવામાં આવે છે. તાજી ગ્રેવી બનાવવામાં ઘણો સમય લાગે છે. આ ગ્રેવીને ઘણા દિવસો સુધી ફ્રિજમાં રાખવામાં આવે છે, બાદમાં તેનો ઉપયોગ કરવા માટે તમને ગરમ કરીને આપવામાં આવે છે.
ગ્રેવી પણ અલગ અલગ ક્વોલિટીની હોય છે. બજારમાં ઉપલબ્ધ વિભિન્ન પ્રકાર ના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. હોટલ અથવા રેસ્ટોરન્ટમાં સડી ગયેલા અથવા ખરાબ સામાનનો પણ ઉપયોગ થતો હોય છે. ખરાબ શાકભાજીનો ઉપયોગ કરીને મોટાભાગે ગ્રેવી તૈયાર કરવામાં આવતી હોય છે, જેની ક્વોલિટી ખુબ જ નિમ્ન કક્ષાની હોય છે. લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવેલ ગ્રેવીમાં પણ ઘણા પ્રકારની એસિડિક પ્રોસેસ થતી હોય છે, જેનાથી તેમાં એસિડ બને છે. આ એસિડ ને લીધે આપણા શરીરને ૮૦% ક્ષારીય અને ૨૦% એસિડની આવશ્યકતા હોય છે, જે પ્રક્રિયા જાળવવામાં આવતી નથી.
આવી રીતે આપણે જે વાસી ગ્રેવીનું સેવન કરીએ છીએ તે ગ્રેવી આપણા પેટને નુકસાન પહોંચાડે છે. આ ગ્રેવીને આપણે પોતાની જીભના સ્વાદ માટે ખાઈએ છીએ, પરંતુ તેનું નુકસાન પેટને સહન કરવું પડે છે, જેનાથી પેટ સંબંધિત ઘણી બધી સમસ્યા ઊભી થવા લાગે છે. એટલા માટે આ પ્રકારની ગ્રેવી વાળું શાક શરીર માટે ખુબ જ હાનિકારક હોય છે. એટલા માટે હવે પછી તમારે ક્યારેય પણ હોટલ અથવા રેસ્ટોરન્ટમાં આ પ્રકારની ગ્રેવીવાળું શાક અથવા અન્ય કોઈ વાનગી ક્યારે પણ ખાવી જોઈએ નહીં.
જો તમે આ પ્રકારની ગ્રેવીનું શાક બનાવીને ખાવા માંગો છો તો તેના માટે તમારે તાજા શાકભાજી ઘરે લઈને ગ્રેવી બનાવીને તેનું સેવન કરી શકો છો. હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટાભાગે વાસી ગ્રેવી વાળું શાક પીરસવામાં આવે છે. એટલા માટે તમારે હંમેશા કોઈ સારી હોટલ અથવા રેસ્ટોરન્ટની પસંદગી કરવી જોઈએ, જ્યાં સારી ક્વોલિટીની ગ્રેવી અને ગરમ ભોજન ઉપલબ્ધ હોય.