મરી જવું પણ આવા કપડાં ક્યારેય પણ પહેરવા જોઈએ નહીં, આખી જિંદગી ગરીબ જ રહેશો

Posted by

કોઈપણ મનુષ્યના વ્યક્તિત્વમાં તેના કપડાનું મહત્વનું કિરદાર હોય છે. કપડા ફક્ત શરીર ઢાંકતા નથી, પરંતુ આપણા ચરિત્ર, વ્યવહાર અને આત્મવિશ્વાસની પણ ઝલક હોય છે. કહેવામાં આવે છે કે મનુષ્યની ઓળખ તેના કપડાથી થાય છે. વર્તમાન સમયમાં નવી ફેશનને લીધે ઘણા બધા લોકો ફાટેલા કપડાં જીન્સ અને ટોપ પહેરે છે અથવા તો ક્યારેક ક્યારેક આપણે બેદરકારીમાં કપડાની સિલાઈ નીકળી ગયા બાદ પણ તેને રીપેર કરાવતા નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે. ફાટેલા કપડાં પહેરવાથી શુક્ર ગ્રહ પ્રભાવિત થાય છે અને આપણા જીવનમાં થતી શુભ અશુભ ઘટનાઓ માટે જવાબદાર હોઈ શકે છે.

Advertisement

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફાટેલા કપડાં પહેરવાથી શારીરિક ક્ષમતા અને ઊર્જા નષ્ટ થાય છે. તેનાથી આપણું શરીર અનેક પ્રકારની બીમારીઓથી ગ્રસ્તિત થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ-શાંતિ, પ્રેમ, દાંપત્યજીવન નો જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. ભોગ-વિલાસ અને જીવનની ગુણવત્તા નું કામ પણ શુક્ર ગ્રહનું હોય છે. એટલા માટે શુક્ર ગ્રહના પ્રભાવથી બચવા માટે આપણે ફાટેલા કપડાં પહેરવાથી બચવું જોઈએ.

તુટેલા ફાટેલા કપડાં પહેરવાથી દરિદ્રતા આવે છે, એટલા માટે ભુલથી પણ આ પ્રકારના કપડાનો ઉપયોગ બિલકુલ પણ કરવો જોઈએ નહીં. તુટેલા ફાટેલા જીન્સ અને ટોપ પહેરીને ભલે તમે સારા દેખાવ, પરંતુ તેનાથી તમે શારીરિક અને માનસિક રૂપથી પ્રભાવિત બનો છો. તેનાથી તમારી ઉપર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ રહે છે.

તમારા પોતાની પત્ની અથવા પતિ તથા કોઈ મિત્ર સાથે મતભેદ અથવા તો કારણ વગર લડાઈ ઝઘડા પણ ફાટેલા કપડાં પહેરવાનાં પ્રભાવને લીધે થઈ શકે છે. ભલે આવા કપડા પહેરીને તમે ફેશનના સમયમાં પોતાને આગળ રાખી શકો છો, પરંતુ જ્યોતિષ વિદ્યા અનુસાર આવા કપડા તમારા નસીબને દુર્ભાગ્યમાં બદલી શકે છે. ફક્ત બહાર નહીં, પરંતુ ઘર માં પણ ફાટેલા અને વધારે જુના કપડા પહેરવા જોઈએ નહીં.

ધ્યાન રાખવું કે શનિવારના દિવસે ક્યારેય પણ નવા કપડાં પહેરવા જોઈએ નહીં. નવા કપડાને ફક્ત બુધવાર, ગુરુવાર અને શુક્રવારના દિવસે પહેરવા જોઈએ. રાત્રિના સમયે નવા કપડા ને બહાર રાખવા જોઈએ નહીં. તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે, જે કપડાં પહેરતા સમયે આપણી ઉપર પ્રભાવ પાડે છે. જે કપડા ફાટી ગયા હોય તેને ક્યારેય પણ પહેરવા જોઈએ નહીં. સાથોસાથ એવા કપડાં જેમાં થી દોરો નીકળી રહ્યો હોય, તેને પહેરવાથી પણ બચવું જોઈએ. જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહની સાથે પાપ ગ્રહોની યુતી હોય છે, તેમણે ભુલથી પણ આવા કપડાં પહેરવા જોઈએ નહીં.

અમુક લોકો એવા હોય છે જે ઘરમાં કપડાનો ઢગલો ભેગો કરીને રાખતા હોય છે પરંતુ તેનો ઉપયોગ કરતા નથી. આવા કપડાને રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે. તે સિવાય જે જાતકની કુંડળીમાં રાહુની સ્થિતિ સારી રહેતી નથી, તેમણે ફાટેલા તુટેલા કપડાં બિલકુલ પણ પહેરવા જોઈએ નહીં. વિષ્ણુ પુરાણમાં એવું વર્ણન મળે છે કે જે લોકો સુખી સંપન્ન છે તેમણે ફાટેલા કપડાં પહેરવા જોઈએ નહીં. જો તેઓ આવું કરે છે તો ધનની દેવી લક્ષ્મી પણ તેમનો ત્યાગ કરી દેતા હોય છે. સાથોસાથે તેમને સમાજમાં માન-સન્માન મળતું નથી.

ફાટી ગયેલા અંડર ગારમેન્ટ પહેરવાથી પણ નુકસાન થાય છે. સાથોસાથ દૈનિક જીવનમાં રોગ અને શોક વધે છે. આવું એટલા માટે કારણ કે આવા કપડા પર શનીનો અશુભ પ્રભાવ વધવા લાગે છે. તે સિવાય જે લોકો પોતાના અંડર ગારમેન્ટ્સને પોતે ધોવે છે, તેમની ઉપર લક્ષ્મીજીની કૃપા હંમેશા રહે છે.

ઘણી વખત લોકો ઘરના કોઈ ખુણામાં જુના કપડા એકઠા કરીને રાખતા હોય છે. આવી રીતે કપડાને રાખવા કોઈ અયોગ્ય વાત નથી, પરંતુ એક બે વર્ષ સુધી કપડાને આવી રીતે રાખી મુકવા તમારા ઘર માટે અશુભ માનવામાં આવે છે. જુના કપડાને દર ૨-૩ મહિના બાદ બહાર કાઢીને તડકામાં જરૂરથી રાખવા જોઈએ. સુરજના કિરણો જુના કપડાની બધી જ નકારાત્મક ઉર્જા ખતમ કરી નાખે છે. સાથોસાથ વધુમાં વધુ કોશિશ કરો કે કપડાનો ઉપયોગ બની શકે એટલો જલ્દી કરી શકો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.