મરી જવું પણ મંગળવારે ના કરવા જોઈએ આ ૩ કામ, કંગાળ બની જશો અને મહાપાપનાં ભાગીદાર બની જશો

Posted by

જે રીતે ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે અને તેઓ પોતાના ભક્તોના બધા વિધ્નો અને પરેશાનીઓ દુર કરે છે. એવી જ રીતે પવનપુત્ર હનુમાનજી ને સંકટમોચન કહેવામાં આવે છે. કારણ કે તેઓ પોતાના ભક્તોને દરેક સમસ્યા અને સંકટથી બચાવી લેતા હોય છે. ધર્મશાસ્ત્રની સાથે જ્યોતિષશાસ્ત્રમાં પણ મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ જણાવવામાં આવેલ છે. એવી માન્યતા છે કે આ દિવસે હનુમાનજીની પુજા અર્ચના કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. ભક્તો ઉપર પોતાની વિશેષ કૃપાદ્રષ્ટિ રાખે છે અને શ્રદ્ધાળુઓને બધા પ્રકારના દોષ અને પરેશાનીઓમાંથી છુટકારો મળે છે.

Advertisement

હનુમાનજી કે જેમને બજરંગબલી પણ કહેવામાં આવે છે, તેમને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે હનુમાન ચાલીસા ના પાઠ કરે છે, તો કોઈ સુંદરકાંડ વાંચે છે, તો વળી કોઈ વ્રત ઉપવાસ રાખે છે. આ દિવસે હનુમાન મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે.

મંગળવારે શું ન કરવું જોઈએ

જ્યોતિષ વિશેષજ્ઞનું માનવામાં આવે તો અમુક કામ એવા છે જેને ભુલથી પણ મંગળવારના દિવસે કરવા જોઈએ નહીં, નહીંતર આ કાર્ય કરવાથી આર્થિક સમસ્યાઓની સાથો સાથ અન્ય ઘણી પ્રકારની પરેશાનીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

મંગળવારે પૈસાની લેવડ-દેવડ કરવી અશુભ માનવામાં આવે છે. એટલા માટે મંગળવારના દિવસે કોઈને ઉધાર પૈસા ન આપવા જોઈએ અને કોઈની પાસેથી ઉધાર પૈસા લેવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે મંગળવારના દિવસે લેવામાં આવેલ કરજ ચુકવવું મુશ્કેલ બની જાય છે અને જેને ઉધાર પૈસા આપેલા હોય તેને પણ પૈસા પરત મળવા મુશ્કેલ બને છે.

મંગળવારનાં દિવસે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ભોજન કરવું જોઈએ. જો તમે મંગળવારનું વ્રત રાખો છો તો મીઠાનું સેવન ન કરવું જોઈએ. જો તમે વ્રત નથી રાખેલું તો પણ તમારે સાદુ ભોજન કરવું જોઈએ અને માંસ-મદિરા નું સેવન તો ભુલથી પણ મંગળવારના દિવસે કરવું જોઈએ નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવારના દિવસે માંસ મદિરા નું સેવન કરવાથી મંગળ દોષ લાગે છે, જેનાથી જીવનમાં ઉગ્રતા આવે છે અને નકારાત્મકતા વધવા લાગે છે.

મંગળવારનાં દિવસે વાળ કાપવા, દાઢી કરવી અને નખ કાપવાથી પણ બચવું જોઈએ. કારણકે તેને અશુભ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે આવું કરવાથી ધન અને બુદ્ધિ બંનેની હાની થાય છે.

મંગળવારના દિવસે કોઈપણ પ્રકારની ધારદાર ચીજો જેમ કે છરી, કાતર, નેઇલકટર વગેરે ખરીદવા ન જોઈએ અને કોઈને આપવા ન જોઈએ. કારણ કે આવું કરવાથી પરિવારમાં કલેશ વધવાની સંભાવના રહે છે. સાથોસાથ આ દિવસે શૃંગારનો સામાન પણ ખરીદવો જોઈએ નહીં. એવી માન્યતા છે કે તેનાથી વૈવાહિક સંબંધોમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

એક ખાસ કામ જે તમારે મંગળવારના દિવસે ન કરવું જોઈએ. મંગળવારના દિવસે કાળા કપડા ખરીદવા ન જોઈએ અને પહેરવા જોઈએ નહીં. તેનું કારણ છે કે કાળા કપડાનો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે અને મંગળવારના દિવસે કાળા કપડાં પહેરવાથી શનિ નો પ્રભાવ વધે છે, એટલા માટે મંગળવારના દિવસે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લાલ રંગના કપડા પહેરવા જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.