મરી જવું પણ નવરાત્રીમાં ભુલથી પણ આ ૭ કામ કરવા નહીં, પરિવાર ક્યારે બરબાદ થઈ જશે ખબર નહીં પડે

નવરાત્રનો તહેવાર હિન્દુ ધર્મમાં ખુબ જ ધામધુમની સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાના નવ રૂપની પુજા કરવાનું વિધાન છે. સમગ્ર વર્ષમાં નવરાત્રી ચાર વખત આવે છે. તેમાંથી ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રિનો ખુબ જ વધારે મહત્વ છે. ક્ષેત્ર નવરાત્રીનું પર્વ માર્ચ-એપ્રિલ મહિનામાં અને શારદીય નવરાત્રી સપ્ટેમ્બર-ઓક્ટોબર ની વચ્ચે આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગાની પુજા અર્ચના કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રીમાં અમુક કામ એવા હોય છે જેને કરવાથી દરિદ્રતાની સાથો સાથ વ્યક્તિ ઘણા પ્રકારની મુસીબતોથી ઘેરાઈ જતો હોય છે. એટલા માટે આજે અમે તમને અમુક એવા કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને નવરાત્રી દરમિયાન કરવાથી બચવું જોઈએ.

લસણ ડુંગળીનું સેવન

નવરાત્રી કોઈ પણ હોય નવરાત્રિના દિવસોમાં લસણ અને ડુંગળીનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર લસણ અને ડુંગળી તામસીક ભોજનનાં રૂપમાં માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તામસિક ભોજન આપણા મન અને શરીરને દુષિત કરે છે. સાથોસાથ માનસિક થાકનું પણ કારણ બને છે, એટલા માટે નવરાત્રીના નવ દિવસોમાં તામસિક ખાદ્ય પદાર્થોનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે.

શરાબનું સેવન

સામાન્ય રીતે તો શરાબ હંમેશા માટે હાનિકારક હોય છે અને નવરાત્રી તો માતા દુર્ગાની આરાધના માટે સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. એટલા માટે નવરાત્રીના સમય દરમિયાન શરાબનું સેવન બિલકુલ પણ કરવું જોઈએ નહીં, તેનાથી માતાજી ક્રોધ થઈ જાય છે.

ચામડામાંથી બનેલી ચીજોનો ઉપયોગ

નવરાત્રિના દિવસોમાં આપણે ચામડામાંથી બનેલી ચીજો જેમ કે બેલ્ટ, બુટ-ચપ્પલ, બ્રેસલેટ, જેકેટ વગેરેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ચામડું જાનવરોના ચામડામાંથી બનેલું હોય છે. એટલા માટે તેને અશુભ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ચામડામાંથી બનેલી ચીજો પહેરવી અશુભ માનવામાં આવે છે. કારણ કે તેનાથી માતાજી ક્રોધ થઈ જાય છે.

વાળ અને નખ કાપવા

તમે ઘણી વખત જોયું હશે કે અમુક લોકો નવરાત્રી શરૂ થતા પહેલા જ પોતાના નખ તથા વાળ કપાવી લેતા હોય છે, જેથી નવરાત્રિના નવ દિવસોમાં નખ અને વાળ કાપવાની જરૂરિયાત ન રહે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસોમાં વાળ અને નખ કાપવાથી માતા દુર્ગા ક્રોધિત થાય છે, એટલા માટે નવરાત્રીના સમય દરમિયાન વાળ અને નખ કાપવાથી બચવું જોઈએ.

અપશબ્દનો પ્રયોગ કરવો

નવરાત્રી ને હિન્દુ ધર્મમાં પવિત્ર પર્વના રૂપમાં ઉજવવામાં આવે છે, એટલા માટે નવરાત્રીના દિવસોમાં કોઈપણ વ્યક્તિ એ અશુભ અથવા અપશબ્દ બોલવાથી બચવું જોઈએ. નવરાત્રી માતા દુર્ગા ની ભક્તિ કરવા માટેનો સમય હોય છે અને જો આવા સમયમાં તમે ખોટા શબ્દોનો પ્રયોગ કરો છો તો માતાજી ક્રોધિત થઈ શકે છે. એટલા માટે આ દરમિયાન તમારે અપશબ્દનો પ્રયોગ કરવાથી બચવું જોઈએ.

નવરાત્રીમાં લીંબુ કાપવું પણ અશુભ માનવામાં આવે છે. તે વિશેષ રૂપથી આ દિવસોમાં ઉપવાસ રાખનાર લોકો માટે હોય છે. તમે લીંબુનો રસ બહારથી ખરીદીને ઉપયોગ કરી શકો છો, પરંતુ લીંબુ ઘરે કાપી શકાય નહીં. હિન્દુ ગ્રંથ અનુસાર નવરાત્રીનું વ્રત પાલન કરતાં સમયે બપોરના સમયે સુવું જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે ઉપવાસથી પ્રાપ્ત થતા બધા જ સારા કર્મ બપોરના સમયે સુવાથી વ્યર્થ થઈ જાય છે. જો તમે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવો છો તો તે વાતનું વિશેષ ધ્યાન રાખો કે તે દરેક સમયે ચાલુ રહે તેને નિયમિત રૂપથી ચેક કરો અને તેમાં ઘી ઉમેરો.