મારુતિ સુઝુકી ની પહેલી ઇલેક્ટ્રિક કાર : લોન્ચિંગ પહેલા આવી નજર WagonR EV, જાણો તેની કિંમત અને ફુલ ચાર્જમાં કેટલી ચાલશે

Posted by

ઈલેક્ટ્રીક કારોની માંગ દુનિયાભરમાં વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ જેવા પારંપારિક ઈંધણ ની  વધતી કિંમતને કારણે ગ્રાહકોની દિલચસ્પી વૈકલ્પિક ઇંધણ વાળા વાહન તરફ વધી રહી છે. જેમાં દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી ભારતમાં ઇલેક્ટ્રિક કારનાં ઉભરતા બજારમાં એન્ટ્રી કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. કંપની પોતાની સૌથી વધારે વેચાણ વેચવાવાળી ટોલબોય હેચબેક વેગેનારને ઈલેક્ટ્રીક અવતારમાં જલ્દી લોન્ચ કરવાની તૈયારીમાં છે.

જોકે મારુતિ સુઝુકીએ પોતાની ઈલેક્ટ્રીક વેગેનાર કાર લોન્ચ ડિટેલનો ખુલાસો નથી કર્યો. પરંતુ એના ભારતીય બજારમાં જલ્દી જ લોન્ચ કરવાની આશા છે. મારુતિની પહેલી ઈલેકટ્રીક કાર લોન્ચ પહેલા વેગેનાર ઇવીનાં પ્રોડક્શન વર્ઝન યુનિટની ફોટો સોશિયલ મીડિયા, ફેસબુક પર ઓનલાઇન લીક થઇ ગઇ છે. લીક થયેલી ફોટોમાં જોઈ શકાય છે કે આ એક સફેદ રંગની હેચબેક કાર છે. જે સામાન્ય વેગેનાર કાર જેવી જ દેખાય છે. આ કારના ફ્રન્ટ અને રિયર કારની ઇવિ બ્રાન્ડિંગ જોઈ શકાય છે.

મારુતિ સુઝુકી વેગેનાર ઈવિ દેશમાં લાંબા સમયથી ટેસ્ટિંગ થઈ રહી છે. આ પહેલા આ કાર ને છેલ્લા વર્ષે હરિયાણાનાં ગુરુગ્રામનાં રસ્તા પર ટેસ્ટ દરમિયાન જોવામાં આવી હતી. ફેસબુક પર શેર કરવામાં આવેલી ફોટો થી ખબર પડે છે કે આ લોન્ચ પહેલાં વેગેનાર ઈવિ ની પ્રોડક્શન વર્ઝનની ફોટો છે. જોકે એવું લાગે છે કે હજુ સ્પોટ કરેલી હેચબેક કાર કંપની દ્વારા દેશમાં ટેસ્ટિંગ માટે ઉપયોગ કરવામાં આવેલા પ્રોટોટાઈપ જેવી જ છે.

મારુતિ સુઝુકી છેલ્લા વર્ષે દેશમાં ૫૦ જેડીએમ સ્પેક પ્રોટોટાઇપ હાજર કર્યા હતા. જે અલગ-અલગ કન્ડિશન માટે ટેસ્ટિંગ થી પસાર થઇ રહ્યા છે. પહેલાની રિપોર્ટ પ્રમાણે મારુતિ સુઝુકીએ કહ્યું કે, આ ઇલેક્ટ્રીક હેચબેક કારને શરૂઆતી સમય પર સૌથી પહેલા કમર્સિયલ યુઝ (વ્યાવસાયિક ઉપયોગ) અને ફ્લીટ મેનેજમેન્ટ (કેબ સર્વિસ) માટે લોન્ચ કરવામાં આવશે. એનાથી વાહન નિર્માતા અને નિયમિત રૂપથી વધારે ચાલવા વાળી કારમાં વધારે ડેટા ભેગા કરવા અને પોતાને કારને સારી બનાવવામાં મદદ મળશે. ત્યારબાદ કંપની અંગત ઉપયોગ માટે ઈલેક્ટ્રીક કારને લોન્ચ કરશે. જોકે હાલમાં કંપનીએ પોતાની આ ઇલેક્ટ્રીક હેચબેક વિશે વધારે જાણકારીનો ખુલાસો કર્યો નથી.

બેટરી અને ડ્રાઇવિંગ રેન્જ

જોકે રિપોર્ટ પ્રમાણે વેગેનાર ઈવિ એક વાર ફુલ બેટરી ચાર્જ થવા પર ૨૦૦ કિલોમીટરથી  વધારેનું અંતર પાર કરી શકે છે. આ ડ્રાઇવિંગ રેન્જ સાથે દેશની અંગત અને વ્યાવસાયિક ઉપયોગ માટે એક સારી સીટી ઇલેક્ટ્રિક કાર બની શકે છે. સ્ટાન્ડર્ડ ચાર્જર દ્વારા હેચબેક કારની બેટરી ફૂલ ચાર્જ કરવામાં ૭ કલાક લાગવાની આશા છે. જ્યારે ફાસ્ટ ચાર્જર થી એક કલાકમાં બેટરીને ૦ થી ૮૦ ટકા સુધી ચાર્જ કરી શકવાની આશા છે.

લોન્ચિંગ અને કિંમત

રિપોર્ટ પ્રમાણે વેગેનાર ઈવિ ને આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતીય બજારમાં લોન્ચ કરવાની અટકળો લગાવવામાં આવી રહી છે. વેગેનાર ઈવિ ની કિંમત ૯ લાખ રૂપિયાથી શરૂ થવાની આશા છે. મારુતિ નજીકનાં ભવિષ્યમાં બીજી વધારે  ઈવિ કાર ને લોન્ચ કરી શકે છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારનું બજાર ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં ઘણી ઈલેકટ્રીક કાર લોન્ચ થવાની છે. જેનાથી ઈવિ નું બજાર વધવાની આશા છે. ટાટા નેક્સોન ઈવિ અને હ્યુન્ડાઈ કોના જેવી પહેલાથી હાજર ઈવિ સિવાય ભારતીય રસ્તા પર ઘણી નવી કાર નજર આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *