દુનિયાભરમાં ભાઈ-બહેનની વચ્ચે ઢીશુમ-ઢીશુમ થવું એક સામાન્ય બાબત છે. તમે પણ ક્યારેક ને ક્યારેક પોતાના ભાઈ-બહેનો સાથે જરૂરથી ઝઘડો કર્યો હશે. પરંતુ ચીનમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જે જણાવે છે કે બાળકો ભાઈ-બહેનો સાથે લડવાની કળા માતાનાં ગર્ભમાંથી શીખી લેતા હોય છે. આ મજાક નથી, પરંતુ હકીકતમાં આવી ઘટના ચીનના એક શહેરમાં બનેલી છે. જેમાં માતાના ગર્ભમાં રહેલા બાળકો ઝઘડો કરતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો ખુબ જ જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે.
આ વિડીયો ચીનનો હોવાનું જણાવવામાં આવે છે. માં નાં ગર્ભમાં જોડિયા બાળકો વચ્ચે લડાઈ થઈ રહી છે. બાળકોની આ લડાઈ અલ્ટ્રાસાઉન્ડ માં સ્પષ્ટ જોવા મળી રહી છે. પેટની અંદર બંનેએ લડાઈ કરવાનું શરૂ કરી દીધું હતું. અલ્ટ્રાસાઉન્ડ માં બંને બાળકો એકબીજા સાથે ઢિસુમ-ઢિસુમ કરતા જોવા મળી આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ચીનનો આ વિડીયો પાછલા વર્ષે શેર કરવામાં આવ્યો હતો. ૪ મહિનાની પ્રેગ્નન્ટ મહીલા જોડિયા બાળકોને જન્મ આપવાની હતી. પાછલા વર્ષે યિનચુઆન માં એક ક્લિનિકમાં તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું. આ વિડીયો જોડીયા બાળકોનાં પિતાએ શુટ કરી લીધો હતો.
પિતાએ લોકલ મીડિયા સાથે વાત કરતાં સમયે જણાવ્યું હતું કે ગર્ભમાં રહેલા બાળકો ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે ઝઘડો કરતા રહ્યા હતા. આ વિડીયો ચીનમાં ખુબ જ વાયરલ થયો હતો. ઓરીજનલ વીડિયોને અત્યાર સુધીમાં ૨.૫ મિલિયન વ્યુ મળી ચુક્યા છે અને ૮૦ હજારથી વધારે કોમેન્ટ સોશિયલ મીડિયા પર આવી ચુકી છે.
જોકે હવે આ બાળકોનો જન્મ થઈ ચુક્યો છે એકનું નામ ચેરી છે અને બીજા બાળકનું નામ સ્ટ્રોબેરી છે. સોશિયલ મીડિયા પર તેનો વિડીયો ફરીથી વાઈરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, “અંદર બંને ઝઘડો કરી રહ્યા છે, પરંતુ બહાર આવી ગયા બાદ બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરશે.” તેના પિતાએ જણાવ્યું હતું કે વધુ એક અલ્ટ્રાસાઉન્ડ માં બંને એકબીજાને ગળે મળી રહ્યા હતા.